________________
૧૧૫૪
જગતના ઈતિહાસનું રેખાદર્શન નોંધ: (ઓકટોબર ૧૯૩૮):
સાડાપાંચ વરસ પૂર્વે જેલમાં આ પત્ર લખાયે ત્યાર પછી હિંદમાં ઘણું ફેરફાર થવા પામ્યા છે. એ વખતે સવિનયભંગની ચળવળ હજી ચાલુ હતી અને સંખ્યાબંધ મહાસભાવાદીઓ જેલમાં પડ્યા હતા. હા, એટલું ખરું કે એ વખતે ચળવળ મંદ થઈ ગઈ હતી. તેની હજારે સમિતિઓ તથા તેની સાથે સંબંધ ધરાવતી બીજી અનેક સંસ્થાઓ સહિત મહાસભાને ગેરકાયદે જાહેર કરવામાં આવી હતી. ૧૯૩૪ની સાલમાં મહાસભાએ સવિનયભંગ બંધ કર્યો અને સરકારે તેના ઉપર પ્રતિબંધ પાછો ખેંચી લીધે. ધારાસભાઓનો બહિષ્કાર કરવાની પિતાની નીતિમાં મહાસભાએ ફેરફાર કર્યો અને મધ્યસ્થ ધારાસભાની ચૂંટણીમાં તેણે પોતાના ઉમેદવારે ઊભા રાખ્યા. એ ચૂંટણીમાં તેને સારી સફળતા મળી.
લંબાણ ચર્ચા પછી, ૧૯૭૫ની સાલમાં બ્રિટિશ પાર્લામેન્ટ હિંદી સરકારને લગતે કાયદો (ગવર્નમેન્ટ એફ ઈન્ડિયા એકટ) પસાર કર્યો. એ કાયદામાં હિંદના નવા રાજબંધારણની રૂપરેખા દોરવામાં આવી છે. એ મુજબ અનેક સલામતીઓવાળું પ્રાંતિક સ્વરાજ તેમ જ પ્રાત અને દેશી રાજ્યનું બનેલું સમવાયતંત્ર અમલમાં આવવાનું હતું. એ કાયદા સામે હિંદભરમાં વિરોધને ભારે પિકાર ઊડ્યો અને મહાસભાએ તે એને ફેંકી જ દીધે. સલામતીઓ તથા ગવર્નરે અને વાઈસરૉયને આપવામાં આવેલી “ખાસ સત્તાઓ” ને ખાસ કરીને વિરોધ કરવામાં આવ્યું કેમ કે, એથી કરીને પ્રાંતિક સ્વરાજ્ય સત્વહીન બની જતું હતું; સમવાયતંત્ર સામે એથીયે વિશેષ પ્રબળ વિરોધ જાગે, કારણ કે એ દેશી રાજ્યમાં આપખુદ અમલ ચાલુ રાખતું હતું તેમ જ એમાં આપખુદ દેશી રાજ્ય તથા અર્ધ-લેકશાહી પ્રાંતનું કૃત્રિમ અને કામ બરાબર ન ચાલી શકે એવું જોડાણ થતું હતું. હિંદની રાજકીય તેમ જ સામાજિક પ્રગતિને રૂંધી નાખવાના તથા સીધી રીતે અને દેશી રાજાઓ દ્વારા બ્રિટિશ સામ્રાજ્યને મજબૂત બનાવવાના ઇરાદાપૂર્વકના પ્રયત્ન તરીકે એને લેખવામાં આવ્યું. કેમી વ્યવસ્થાને પણ નવા બંધારણને એક ભાગ બનાવી દેવામાં આવ્યું. એ વ્યવસ્થા મુજબ અનેક અલગ મતાધિકારે પેદા કરવામાં આવ્યા. કેટલીક લઘુમતી કોમોએ આ કેમી વ્યવસ્થાને વધાવી લીધી કેમ કે, તેમને એનાથી થેડે લાભ થત હતે. પરંતુ લેકશાહી-
વિધી તથા પ્રગતિના માર્ગમાં અંતરાયરૂપ હેવાને કારણે એને વખોડી કાઢવામાં આવી.
હિંદી સરકારને લગતા કાયદાના પ્રાંતિક સ્વરાજને લગતા ભાગનો ૧૯૭૭ની સાલના આરંભમાં અમલ કરવામાં આવ્યું અને તે મુજબ હિંદભરમાં સામાન્ય ચૂંટણી કરવામાં આવી. મહાસભાએ એ કાયદાને ફેંકી દીધે હેવા છતાં તેણે એ ચૂંટણીમાં ભાગ લેવાનું નક્કી કર્યું અને આખા દેશમાં વિશાળ