________________
૧૧૧૨
જગતના ઇતિહાસનું રેખાદર્શન એ જ અરસામાં ૧૯૨૫ના ડિસેમ્બર માસમાં રશિયા અને તુક વચ્ચે નવી સંધિ થઈ. પરંતુ અંગેરા સરકારે આખરે એ બાબતમાં નમતું આપ્યું અને મસલ પ્રાંત ઇરાકના નવા રાજ્યને મળ્યો.
લગભગ અગિયાર વરસ પૂર્વે ગ્રીકે ઉપર કમાલ પાશાએ મેળવેલી મહાન છતના ખબર સાંભળીને અમને કેટલે બધે આનંદ થયે હતા તે મને બરાબર યાદ છે. એ ૧૯૨૨ની સાલના ઑગસ્ટ માસમાં અફિયમ કુરાહીસારનું યુદ્ધ થયું હતું. એ યુદ્ધમાં તુર્કોએ ગ્રીકાના મરચાને ભેદીને ગ્રીકસૈન્યને
સ્મર્ણા અને સમુદ્ર સુધી ભગાડી મૂક્યું હતું. અમારામાંના ઘણું તે વખતે લખનૌની જિલ્લા જેલમાં હતા અને ત્યાં આગળ અમને જે કંઈ વસ્તુઓ મળી શકી તેનાથી અમારી જેલની બૅરેકે શણગારીને અમે તુકને એ વિજય ઊજવ્યું હતું. સાંજે થેડી દીપમાળા પ્રગટાવવામાં પણ અમે પ્રયત્ન કર્યો હતો.
૧પ૯. કમાલ પાશા ભૂતકાળનાં બંધને ફગાવી દે છે
૮ મે, ૧૯૩૩ આપણે તુર્કીના પરાજયના અંધકારમય કાળથી માંડીને તેમના વિજયના દિવસ સુધીની તેમની કથા જોઈ ગયાં. આપણે એ પણ જોયું કે તુર્કોને દાબી દેવાને તેમ જ તેમને દુર્બળ બનાવવાને મિત્રરાએ અને ખાસ કરીને બ્રિટિશોએ જે જે પગલાં લીધાં તેની તેમના ઉપર ઊલટી જ અસર થઈ. તેમનાં એ પગલાંઓએ ખરેખર રાષ્ટ્રવાદીઓને સબળ બનાવ્યા અને તેમની સામે છેવટ સુધી લડત ચલાવવાના તેમના નિશ્ચયને વજી જે દઢ બનાવ્યું. તુર્કીના ટુકડેટુકડા કરી નાખવાના મિત્રરાજ્યના પ્રયત્ન, સ્મનમાં મોકલવામાં આવેલું ગ્રીક સૈન્ય, ૧૯૨૦ની સાલના માર્ચ માસમાં બ્રિટિશએ લીધેલે કોન્સ્ટાન્ટિનોપલના રાજ્યતંત્રને કબજે તથા રાષ્ટ્રવાદી નેતાઓની તેમણે કરેલી ધરપકડ અને તેમની હદપારી, રાષ્ટ્રવાદીઓ વિરુદ્ધ બ્રિટિશેએ તેમના પૂતળા સમાન સુલતાનને આપેલ ટેકે – આ બધાને કારણે તુકેના અંતરમાં ક્રોધની વાળા ભભૂકી ઊઠી અને સામને કરવા માટે ઉત્સાહ તેમનામાં ઊભરાવા લાગે. વીર પ્રજાને તેજોવધ કરવાના તથા તેને કચરી નાખવાના પ્રયત્નનું અનિવાર્ય રીતે આવું જ પરિણામ આવે છે
, મુસ્તફા કમાલ પાશા તથા તેના સાથીઓએ તેમને મળેલા વિજયને કે ઉપયોગ કર્યો? કમાલ પાશા જૂની ઘરેડને વળગી રહેવામાં માનતા નહોતે; તે તુર્કીને સંપૂર્ણપણે પલટી નાખવા માગતું હતું. તેના વિજય પછી તે પ્રજામાં ભારે કપ્રિય થઈ પડ્યો હતો પરંતુ બહુ સાવધાનીથી તેને આગળ વધવું પડયું;