________________
કમાલ પાશા ભૂતકાળનાં અધના ફગાવી દે છે
કેમ કે ધર્મ અને પરંપરાના પાયા ઉપર રચાયેલી પુરાણી જીવનપદ્ધતિથી અળગી કરીને પ્રજાને નવે રસ્તે વાળવી એ કંઈ નાનીસૂની વાત નથી. કમાલ પાશાને તો સુલતાનિયત તેમ જ ખિલાતા એ તેને રદ કરવાં હતાં પરંતુ તેના ઘણા સાથીઓ એની વિરુદ્ધ હતા અને ઘણુંકરીને તુ પ્રજાની સામાન્ય લાગણી પણ એવા ફેરફારની સામે હતી. પૂતળા સમાન વહીદુદ્દીન સુલતાન તરીકે ચાલુ રહે એમ તો કાઈ ચે નહાતુ તું. પ્રજા તેને દેશદ્રોહી તરીકે ધિક્કારતી હતી; કેમ કે તેણે પોતાના દેશને પરદેશીઓને વેચી દેવા પ્રયત્ન કર્યાં હતા. પરંતુ સાચી સત્તા રાષ્ટ્રની ધારાસભાના હાથમાં રહે એવી એક પ્રકારની બંધારણીય સુલતાનિયત તથા ખિલાફત ા લકાને જોતી હતી. કમાલ પાશાને આવે વચલા મા જોઈ તા ન હતા અને તે યાગ્ય તકની રાહ જોવા લાગ્યા.
૧૧૧૩
હંમેશની જેમ બ્રિટિશાએ આ તક પૂરી પાડી. લેાસાંની સુલેહુ પરિષદ માટેની તૈયારી ચાલી રહી હતી ત્યારે બ્રિટિશ સરકારે સુલેહની શરતાની વાટાઘાટ ચલાવવા માટે ઇસ્તંબૂલમાંના સુલતાનને પ્રતિનિધિએ મેાકલવા જણાવ્યું અને વધુમાં એ જ આમંત્રણ અંગારા પણ મોકલી આપવા તેને વિનતી કરી. યુદ્ધ જીતનાર અંગારાની રાષ્ટ્રીય સરકાર પ્રત્યે દર્શાવવામાં આવેલા આ અધટત વર્તાવથી તેમ જ પૂતળા સમાન સુલતાનને ફરીથી આગળ કરવાના ઇરાદાપૂર્વકના પ્રયત્નને કારણે તુર્કીમાં ભારે ખળભળાટ પેદા થયા અને તુ એથી ભારે ધે ભરાયા. અંગ્રેજો તથા દગાખાર સુલતાન વચ્ચેના એક વધુ કાવતરાની તેમને શંકા પડી. કમાલ પાશાએ આ લોકલાગણીને લાભ ઉઠાભ્યો અને ૧૯૨૨ની સાલના નવેમ્બર માસમાં રાષ્ટ્રીય ધારાસભા પાસે તેણે સુલતાનિયત રદ કરાવી. પરંતુ કેવળ ખિલાફત હજી બાકી રહી. અને એવું જાહેર કરવામાં આવ્યું કે ખિલાફત ઉસ્માનના વંશમાં જ ચાલુ રહેશે. આ પછી તરત જ માજી સુલતાન વહીદુદ્દીન ઉપર રાજદ્રોહના આરોપ મૂકવામાં આવ્યા. પોતાના ઉપર મુકદ્મા ચાલે એના કરતાં નાસી જવાનુ તેણે વધારે પસદ કયું. આથી તે અંગ્રેજોની માંદાં તથા ધાયલાને લઈ જનારી ઈસ્પિતાલ ગાડીમાં (એમ્બ્યુલન્સકાર ) એસીને ગુપ્ત રીતે છટકી ગયા. એ ગાડીએ તેને એક બ્રિટિશ યુદ્ધ જહાજમાં પહોંચાડ્યો. રાષ્ટ્રીય ધારાસભાએ તેના પિત્રાઈ અબ્દુલ પ્રદને નવા ખલીક ચૂંટી કાઢ્યો. તે કેવળ શાભા માટેનેાધના વડે હતા અને તેને કશીયે રાજકીય સત્તા નહોતી.
બીજે વરસે ૧૯૨૩ની સાલમાં વિધિપૂર્વક તુ પ્રજાસત્તાકની જાહેરાત રવા માં આવી અને અંગારાને તેનું પાટનગર બનાવવામાં આવ્યું. કમાલ પાશાને તેને પ્રમુખ ચૂંટી કાઢવામાં આવ્યો. તેણે બધી સત્તા પોતાના હાથમાં કેન્દ્રિત કરી અને એ રીતે તે સરમુખત્યાર બન્યો. ધારાસભા એના હુકમનો અમલ કરતી. હવે તેણે જૂની રૂઢિઓ ઉપર પ્રહારો શરૂ કર્યાં. ધની બાબતમાં પણ