________________
૧૧૧૪ - જગતના ઇતિહાસનું રેખાદર્શન તેણે અદબપૂર્વકનો વર્તાવ ન રાખે. એની કાર્યપદ્ધતિ તથા તેની સરમુખત્યારીથી લેકે – ખાસ કરીને ધાર્મિક લેકે, હવે અસંતુષ્ટ બન્યા અને તેઓ નવા ખલીની આસપાસ ભેગા થયા. એ ખલીફ પતે શાંત પ્રકૃતિને અને નિરુપદ્રવી માણસ હતે. કમાલ પાશાને આ બિલકુલ પસંદ નહોતું. ખલીફ તરફ તેણે અણછાજતું વર્તન દાખવ્યું અને બીજું મોટું પગલું ભરવા માટે યોગ્ય તકની તેણે રાહ જોવા માંડી. • - થોડા જ વખતમાં ફરીથી એને એવી તક મળી ગઈ. બહુ વિચિત્ર રીતે એને તે તક સાંપડી. આગાખાન તથા હિંદના એક માજી ન્યાયાધીશ અમીરઅલી એ બંનેએ મળીને લંડનથી કમાલ પાશાને એક પત્ર લખ્યો. હિંદના કરડે મુસલમાને વતી બોલવાનો તેમણે એ પત્રમાં દાવો કર્યો અને ખલીફ પ્રત્યે દાખવવામાં આવેલા વર્તાવ સામે પિતાને વિરોધ વ્યક્ત કર્યો તથા તેને મોભ્ભો જાળવવાની અને તેના પ્રત્યે સારે વર્તાવ રાખવાની વિનંતી કરી. એ પત્રની નકલ તેમણે ઈસ્તંબૂલનાં કેટલાંક છાપાંઓને પણ મોકલી અને બન્યું એવું કે મૂળ પત્ર અંગેરા પહોંચે તે પહેલાં જ તે ઉપર્યુક્ત છાપાંઓમાં પ્રસિદ્ધ થયે. એ પત્રમાં કશુંયે અઘટિત નહતું પરંતુ કમાલ પાશાએ એ તક ઝડપી લીધી અને તેની સામે ભારે પિકાર ઉઠાવ્યું. આખરે તેને જોઈતી તક તેને સાંપડી અને એને તે પૂરેપૂરે ઉપયોગ કરી લેવા માગતા હતા. આથી એવું જાહેર કરવામાં આવ્યું કે, તુર્કોમાં અંદર અંદર ફાટફૂટ પાડવા માટેની અંગ્રેજોની આ એક બીજી ચાલબાજી છે. આગાખાન તે અંગ્રેજોને ખાસ દૂત છે, તે ઇંગ્લંડમાં જ રહે છે, ઇંગ્લંડની ઘડદેડની શરતોમાં જ તેને પ્રધાન રસ છે અને બ્રિટિશ રાજદ્વારી પુરુષ સાથે તે હળ મળતું રહે છે એમ કહેવામાં આવ્યું. અરે, એ તે ચુસ્ત મુસલમાન પણ નથી કેમ કે એક ભિન્ન સંપ્રદાયને એ વડો છે. વળી એ પણ દર્શાવવામાં આવ્યું કે, મહાયુદ્ધ દરમ્યાન અંગ્રેજોએ પૂર્વના દેશોમાં એક હરીફ સુલતાન-ખલીફ તરીકે તેને ઉપયોગ કર્યો હતો તથા પ્રચાર દ્વારા તેમ જ બીજી રીતે તેમણે તેની પ્રતિષ્ઠા વધારી હતી તથા હિંદી મુસ્લિમોને પિતાના કબજામાં રાખી શકાય એટલા માટે તેઓ તેને તેમને નેતા બનાવવા પ્રયત્ન કરતા હતા. ખલીફને માટે તેને એટલું બધું લાગતું હતું તે મહાયુદ્ધ દરમ્યાન જ્યારે અંગ્રેજોની સામે જેહાદ પિકારવામાં આવી ત્યારે તેણે ખલીફને મદદ કેમ નહતી કરી ? તે વખતે તે એણે ખલીફની વિરુદ્ધ અંગ્રેજોને પક્ષ કર્યો હતે.
- આ રીતે કમાલ પાશાએ એ પત્ર ઉપર નાનું સરખું તેફાન મચાવી મૂક્યું. એનાં શાં પરિણામે આવશે તેની લંડનથી એ પત્રના બંને લખનારાએને સહેજ પણ ખબર નહિ હોય. આગાખાનને તે કમાલ પાશાએ બહુ જ કઢંગા સ્વરૂપમાં રજૂ કર્યો. ઇસ્તંબૂલના પના બિચારા તંત્રીઓને