________________
ભસ્મમાંથી નવા તુકીને ઉદય
૧૧૧૧ ગાઝી એટલે કે વિજયી કમાલ પાશાને તે જે પ્રાપ્ત કરવાને બહાર પડ્યો હતે તેમાંનું ઘણુંખરું મળી ગયું. પરંતુ પહેલેથી જ પિતાની ઓછામાં ઓછી માગણી રજૂ કરવાનું તેણે ડહાપણ દર્શાવ્યું હતું અને વિજયની પળે પણ તે તેને વળગી રહ્યો. તુક નહિ એવા અરબસ્તાન, ઈરાક, પૅલેસ્ટાઈન તથા સીરિયા વગેરે પ્રદેશ ઉપર તુર્કોનું આધિપત્ય કાયમ રાખવાને ખ્યાલ તેણે બિલકુલ છોડી દીધું હતું. તે તે તુકેને મુલક - જ્યાં આગળ તુર્ક પ્રજા વસતી હતી તે મુલક સ્વતંત્ર રહે એમ ઇચ્છતા હતા. બીજી પ્રજાઓના વ્યવહારમાં તુર્કે દખલ કરે એવું તે ચહાતા નહે તેમ જ તુર્કીમાં બીજી કઈ વિદેશી પ્રજા માથું મારે એ નભાવી લેવા પણ તે તૈયાર નહોતે. આ રીતે તુક એ સંઘટિત અને એકરૂપ દેશ બન્યો. થોડાં વરસ બાદ ગ્રીકેની સૂચનાથી વસતીની અસાધારણ પ્રકારની અદલાબદલી કરવામાં આવી. એનેટોલિયામાં બાકી રહેલા ગ્રીકને પાછા ગ્રીસ મોકલવામાં આવ્યા અને એના બદલામાં ગ્રીસમાંના તુને તુકમાં લાવવામાં આવ્યા. આ રીતે લગભગ પંદર લાખ ગ્રીકેની અદલાબદલી કરવામાં આવી. એમાંના મોટા ભાગનાં ગ્રીક તથા તુર્ક કુટુંબો અનેક પેઢીઓ અને સર્દીઓથી અનુક્રમે એનેટોલિયા તથા ગ્રીસમાં રહેતાં આવ્યાં હતાં. પ્રજાઓને સ્થાનભ્રષ્ટ કરવાને આ એક અસાધારણ બનાવ હતું અને એને પરિણામે તુકને આર્થિક વ્યવહાર બિલકુલ અસ્તવ્યસ્ત થઈ ગયે. એમ થવાનું કારણ એ હતું કે તુક પહેલાં કરતાં પણ વધારે પ્રમાણમાં સમાન પ્રજાવાળે દેશ બન્યું. અને એ રીતે આજે તે યુરેપ તથા એશિયાના બધા દેશોમાં કદાચ સૌથી વધારે સમાનતાવાળો દેશ હશે.
ઉપર હું તને કહી ગયે કે, લેસાંની સંધિમાં તુર્કોની એક અપવાદ સિવાયની બધી માગણીઓ માન્ય રાખવામાં આવી. આ અપવાદ “વિલાયત” અથવા ઇરાકની સરહદ પાસે આવેલ મેસલ પ્રાંત હતો. બધા પક્ષે એ બાબતમાં સંમત ન થઈ શક્યા એટલે એ બાબત પ્રજાસંધ આગળ રજૂ કરવામાં આવી. કંઈક અંશે તેના તેલના કૂવાઓને લીધે, પણ ખાસ કરીને તેના લશ્કરી મહત્ત્વને કારણે તેનું ભારે મહત્ત્વ હતું. મેસલના પહાડને કબજો હાથમાં રાખો એટલે કે કંઈક અંશે તુર્કી, ઈરાક અને ઈરાન તેમ જ રશિયાના કેકેસસ પ્રદેશ ઉપર પણ પ્રભુત્વ જમાવવું. તુક માટે તે એનું મહત્ત્વ દેખીતું હતું. હિંદ જવાના હવાઈ તથા જમીન માર્ગોના રક્ષણ અર્થે તેમ જ સેવિયેટ રશિયા ઉપર આક્રમણ કરવા અથવા તેના હુમલા સામે રક્ષણ કરવાને બ્રિટન માટે પણ એ પ્રદેશ એટલે જ મહત્ત્વને હતે. તું નકશે જોશે તે મેસલનું સ્થાન કેટલું બધું મહત્ત્વનું છે એને તને ખ્યાલ આવશે. પ્રજાસંઘે આ પ્રશ્નને બ્રિટનની તરફેણમાં નિર્ણય આપે. તુર્કોએ એ માન્ય રાખવાની સાફ ના પાડી અને ફરી પાછી યુદ્ધની વાતો થવા લાગી.