________________
૧૧૧૦
જગતના ઇતિહાસનું રેખાદર્શન
આવ્યા તેમાં ગ્રીક સેનાપતિ તથા તેના હાથ નીચેના અમલદારો હતા. મેટા ભાગનું ગ્રીક લશ્કર સમુદ્રવાટે મોંમાંથી છટકી ગયું પરંતુ એ શહેરના ધણાખરો ભાગ બાળી મૂકવામાં આવ્યા.
આ વિજય પછી કમાલ પાશાએ પોતાના લશ્કર સાથે ઇસ્તંબૂલ તરફ કૂચ કરી. એ શહેરની પાસે જ ચનક આગળ બ્રિટિશ લશ્કરે તેને અટકાવ્યે અને ૧૯૨૨ના સપ્ટેમ્બર માસમાં તુર્કી અને ઇંગ્લંડ વચ્ચે યુદ્ધ ફાટી નીકળવાની વાતો ચાલવા લાગી. પરંતુ બ્રિટિશાએ તુર્કીની લગભગ બધી જ માગણીઓ કબૂલ રાખી અને તહફૂખીના કરાર ઉપર સહી થઈ. એ કરારમાં, થ્રેસમાં હજી પણ જે ગ્રીક લશ્કર બાકી રહ્યું હતું તેમની પાસેથી તે દેશ ખાર્લી કરાવવાનું મિત્રરાજ્યોએ વચન આપ્યું. નવા તુર્કીની પાછળ હમેશાં સોવિયેટ રશિયાનુ પ્રેત રહેલુ હતુ અને જેમાં તુર્કીને રશિયાની મદદ મળવાનો સંભવ હતા એવું યુદ્ધ સળગાવવાનુ મિત્રરાજ્યાને રુચતું નહોતું.
મુસ્તફા કમાલ પાશાને વિજય થયા હતા અને ૧૯૧૯ની સાલના મૂઠીભર બળવાખારો હવે મહાન સત્તાઓના પ્રતિનિધિએ સાથે સમાન દરજ્જાની વાત કરવા લાગ્યા. મહાયુદ્ધ પછી આવેલી મતા, મિત્રરાજ્યામાં પડેલી ફાટફૂટ, અંગ્રેજોનું હિંદ તથા મિસરના મામલામાં પરોવાયેલું લક્ષ, સાવિયેટ રશિયાની મદદ તથા અ ંગ્રેજોએ કરેલાં અપમાના ઇત્યાદિ અનેક સંજોગે એ બહાદુર ટાળીને મદદરૂપ નીવડ્યા હતા, પરંતુ એ બધા ઉપરાંત તેમને અડગ નિશ્ચય, પોતાની સ્વતંત્રતા ટકાવી રાખવાના તેમના દૃઢ સંકલ્પ તથા તુ ખેડૂત અને સૈનિકના આશ્ચર્યકારક લડાયક ગુણાને કારણે તેમને વિજય થયા હતા.
લાસાંમાં એક સુલેહપરિષદ મળી અને તે ઘણા મહિનાઓ સુધી ચાલુ રહી. મિજાજથી ભરેલા અને જોહુકમી કરનાર ઇંગ્લેંડના પ્રતિનિધિ લૉર્ડ કર્ઝન તથા કંઈક બહેરા ઇસ્મત પાશા વચ્ચે વિચિત્ર પ્રકારના દાવપેચ ચાલ્યા. ઇસ્મત પાશા તેા જરા પણ મિજાજ ગુમાવ્યા વિના આખા વખત હસતા રહેતા અને તેને જે ન સાંભળવું હોય તે સાંભળતા નહાતા. તેની આવી વર્તણૂકથી કર્ઝનનેા પિત્તો ખસી જતા. હિંદના વાઇસરૉયની રીતે કામ લેવાને ટેવાયેલા અને તે વિના પણ ભારે દમામદાર કર્ઝને દમદાટી અને જોહુકમીની રીતે અજમાવી જોઈ પરંતુ બહેરા અને મહાસ્ય કરતા ઇસ્મત ઉપર તેની જરાયે અસર થવા પામી નહિ. આથી ચિડાઈ ને કર્ઝન ચાલ્યા ગયા અને પિરષદ તૂટી પડી. થોડા વખત પછી એ પરિષદ ફરીથી મળી પરંતુ તેમાં કર્ઝનને ખલે ખીન્ને બ્રિટિશ પ્રતિનિધિ આબ્યો. રાષ્ટ્રીય કરાર 'માં રજૂ કરવામાં આવેલી એક સિવાયની બધી માગણીઓ માન્ય રાખવામાં આવી અને ૧૯૨૩ના જુલાઈ માસમાં લાસાંની સધિ ઉપર સહી થઈ. સેવિયેટ રશિયાના ટેકા તથા મિત્રરાજ્યાની અંદર અંદરની ઇર્ષા કરીથી તુને મદદરૂપ નીવડ્યાં.
*