________________
સેવિયેટને વિજય :
૧૫૧ કે રખેને એની પિતાના ઉપર વધારે પડતી અસર થવા પામે અને તેથી પિતાના કામમાં શિથિલ થઈ જવાય એ તેને હમેશાં ડર રહે.
લુચસ્કી નામના લેનિનના એક સાથીએ,–જે ઘણાં વરસ સુધી કેળવણુને પ્રધાન હતે – તેને વિષે એક વાર કંઈક વિચિત્ર રીતે ઉલ્લેખ કર્યો હતે. લેનિનના મૂડીવાદીઓના દમનને તેણે ઈશુએ શાહુકારને મંદિરમાંથી હાંકી કાઢ્યા હતા તેની સાથે સરખાવ્યું અને ઉમેર્યું કે, “ઈશુ આજે જીવતે હેત તે તે બોવિક થઈ જાત.” આ સરખામણું ધર્મવિહેણું લોકેને માટે વિચિત્ર કહેવાય.
સ્ત્રીઓને વિષે લેનિને એક વાર કહ્યું હતું: “અરધોઅરધ વસતીને રસેડામાં પૂરી રાખવામાં આવી હોય ત્યાં સુધી કોઈ પણ રાષ્ટ્ર સ્વાધીન ન થઈ શકે.” એક વખતે બાળકને પંપાળતાં પંપાળતાં તેણે બહુ સૂચક વાત કહી હતી. તેને જૂને મિત્ર ઍકિસમ ગૉક આપણને જણાવે છે કે એ પ્રસંગે તેણે આમ કહ્યું હતું, “આ લેકેનું જીવન આપણા કરતાં વધારે સુખી હશે. આપણે જે કષ્ટ વેઠ્યાં છે તેને આમને અનુભવ નહિ કરવો પડે. એમના જીવનમાં એટલી ક્રૂરતા નહિ હોય.” આપણે પણ એવી જ આશા રાખીએ.
રશિયાનું એક આધુનિક ગીત ટાંકીને હું આ પત્ર પૂરે કરીશ. એ સમૂહમાં ગાવાનું ગીત છે. જેમણે એ ગવાતું સાંભળ્યું છે તે લોકો કહે છે કે, એ ગીતનું સંગીત શક્તિ અને સામર્થ્યથી ભરપૂર છે તથા એ ક્રાંતિકારી જનતાની ભાવના વ્યક્ત કરે છે. એ ગીતને અનુવાદ હું નીચે આપું છું. તેના શબ્દોમાં પણ કંઈક અંશે એ ભાવના પ્રગટ થાય છે. એ ગીતનું નામ “ઓકટોબર’ છે પરંતુ એમાં ૧૯૧૭ની નવેમ્બરની બે શેવિક ક્રાંતિને ઉલ્લેખ કરવામાં આવ્યું છે. તે સમયનું રશિયન પંચાંગ અસંશોધિત પંચાંગ હતું અને પશ્ચિમમાં બીજા સામાન્ય પંચાંગ કરતાં તે ૧૩ દિવસ પાછળ હતું. એ પંચાંગ પ્રમાણે ૧૯૧૭ના માર્ચ માસની ક્રાંતિ ફેબ્રુઆરી માસમાં થઈ હતી અને તેથી તેને “ફેબ્રુઆરીની ક્રાંતિ” કહેવામાં આવે છે. એ જ રીતે ૧૯૧૭ના નવેમ્બરના આરંભમાં થયેલી શેવિક ક્રાંતિને “એકબરની ક્રાંતિ” કહેવામાં આવે છે. રશિયાએ હવે પિતાનું પંચાંગ બદલ્યું છે અને સંશોધિત પંચાંગને સ્વીકાર કર્યો છે પરંતુ આ જૂનાં નામે હજી પણ વપરાશમાં ચાલુ રહ્યાં છે.
અમે ગયા સૌ કામ માગતા અને માગતા રેટી, અમારી છાતી પર તોળાતી હતી યાતના મેટી. મિલ ભૂંગળાં આભભણી તાકે, થાક્યા હાથસમાં, નિર્બળ જે મૂકી શકે ન વાળી.