________________
યુરોપના નવા નકશે
૧૦૩૯
*
છેવટે, વર્સાઈની સોંધિએ દુનિયાને બક્ષેલા પ્રેસિડટ વિલ્સનના ફરજંદ પ્રજાસંધ ( લીગ આક્ નેશન્સ )ની વાત મારે તને કહેવી જોઈ એ. સ્વતંત્ર અને સ્વરાજ ભાગવતાં રાજ્યાના એ સધ બનવાના હતા અને તેનું ધ્યેય આ હતું : ન્યાય અને પ્રતિષ્ઠાના પાયા ઉપર સંબધેા બાંધીને ભવિષ્યનાં યુદ્ધો અટકાવવાં તથા દુનિયાની પ્રજા વચ્ચે ભૌતિક તેમ જ બૌદ્ધિક સહકાર વધારવે.” એ ઉદ્દેશ તો બેશક પ્રશંસાપાત્ર હતા. પ્રજાસધના સભ્ય બનેલા પ્રત્યેક રાજ્યે શાંતિમય સમજૂતીની હરેક શકયતા અજમાવી જોતાં સુધી પ્રજાસધમાં દાખલ થયેલા બીજા રાજ્ય સામે લડાઈમાં ન ઊતરવાની અને એમ કર્યાં બાદ પણ નવ માસ વીત્યા પછી જ તેની સામે યુદ્ધમાં ઊતરવાની શરત માન્ય રાખી હતી. જો કાઈ રાજ્ય એ શરત તેાડે તેા ખીજા રાજ્યો તેની સાથેના નાણાંકીય અને આર્થિક સબંધ તોડી નાખવાને પ્રતિજ્ઞાથી બંધાયેલાં હતાં. કાગળ ઉપર તે આ વસ્તુ બહુ રૂપાળી દેખાય છે પણ વ્યવહારમાં તે તે એથી બિલકુલ ઊલટી જ નીવડી. વળી એ પણ નોંધવા જેવું છે કે, પ્રજાસધે યુદ્ધ બંધ કરવાના સિદ્ધાંતની દૃષ્ટિએ પણ પ્રયાસ કર્યાં નહાતો. એણે તે માત્ર યુદ્ધના માર્ગોંમાં મુશ્કેલીઓ ઊભી કરવાના જ પ્રયત્ન કર્યાં. વખત જતાં સમાધાનીના પ્રયાસે યુદ્ધના આવેગને નરમ પાડે એટલા ખાતર યુદ્ધના માર્ગોમાં નડતરો ઊભી કરવાને જ એણે તો પ્રયત્ન કર્યાં. યુદ્ધનાં કારણેા દૂર કરવાના પણ તેણે પ્રયાસ ન કર્યાં.
એ સંધ એક ઍસેમ્બ્લી એટલે કે, સામાન્ય સભા તથા એક કાઉન્સિલ એટલે કે, સમિતિને બનેલેા હતો. સામાન્ય સભામાં બધાયે સભ્ય રાજ્યાના પ્રતિનિધિઓ હતા અને સમિતિમાં મહાન સત્તાઓના કાયમી પ્રતિનિધિઓ હતા. એ ઉપરાંત તેમાં સામાન્ય સભાએ ચૂંટેલા પણ કેટલાક સભ્યા હતા. તું જાણે છે કે જીનીવામાં તેનું વડુ મથક અને કાર્યાલય પણ છે. તેની પ્રવૃત્તિનાં ખીજા ખાતાંઓ પણ છે. તેનું એક મજૂરનું આંતરરાષ્ટ્રીય કાર્યાંલય છે. તે મજૂરોના પ્રશ્નો સંબંધી વિચાર કરે છે. વળી આંતરરાષ્ટ્રીય ન્યાય તોળવા માટે હેગમાં તેની એક કાયમી અદાલત છે. આ ઉપરાંત બૌદ્ધિક સહકાર સાધવા માટેની તેની એક સમિતિ છે. પ્રજાસà આ બધી પ્રવૃત્તિએ એક સાથે નહાતી શરૂ કરી. એમાંની કેટલીકના પાછળથી ઉમેરા કરવામાં આવ્યા હતા.
પ્રજાસધનું મૂળ બંધારણ વર્સાઈની સધિમાં છે. એને પ્રજાસ ધને કરાર' કહેવામાં આવે છે. એ કરારમાં બધાંયે રાજ્ગ્યાએ પોતપોતાના શસ્ત્રસરંજામમાં બની શકે એટલા ઘટાડા કરવા અને રાષ્ટ્રની સલામતી માટે જરૂરી હાય એટલા જ શસ્ત્રસરંજામ રાખવા એમ ઠરાવવામાં આવ્યું. જનીને નિઃશસ્ત્ર કરવામાં આવ્યું. ( અલબત તેને પરાણે નિઃશસ્ત્ર કરવામાં આવ્યું હતું. ) તેને એ દિશામાં પ્રથમ પગલા તરીકે ગણવામાં આવ્યું. બીજા દેશોએ પણ