________________
જગતના ઈતિહાસનું રેખાદર્શન એ જાતને સંબંધ રાખે એ બિલકુલ સંભવ નથી કેમ કે એને પરિણામે તે હિંદને પિતાની આર્થિક નીતિ બ્રિટનને આધીન રાખવાનું થાય.
આમ, બ્રિટિશ રાષ્ટ્રસંઘ એટલે કે સ્વાધીન સંસ્થાને એ સ્વતંત્ર રાજકીય ઘટકે છે. એમાં ગરીબ બિચારા હિંદનો સમાવેશ થતો નથી. પરંતુ આ બધાયે ઘટકે હજી પણ બ્રિટનના આર્થિક સામ્રાજ્ય નીચે છે. આયરિશ સંધિથી અમુક અંશે બ્રિટિશ મૂડીનું આ પ્રકારનું શોષણ ચાલુ રહેતું હતું અને પ્રજાસત્તાક માટેની ચળવળ પાછળનું સાચું કારણ એ હતું. ડી વેલેરા તથા બીજા પ્રજાસત્તાકવાદીઓ ગરીબ ખેડૂતે, નીચલા થરને મધ્યમવર્ગ તથા ગરીબ બુદ્ધિજીવીઓના પ્રતિનિધિ હતા. કોંગ્રેવ તથા ફ્રી સ્ટેટ પક્ષના લેકે શ્રીમંત મધ્યમવર્ગ તથા વધારે સારી સ્થિતિના ખેડૂતોના પ્રતિનિધિ હતા. ઈગ્લેંડ સાથેના વેપારમાં આ બંને વર્ગનું હિત રહેલું હતું અને બ્રિટિશ મૂડીનું હિત એ વર્ગોમાં રહેલું હતું.
થોડા વખત પછી ડી વેલેરાએ પિતાનો વ્યહ બદલવાનું નક્કી કર્યું. તે તેના પક્ષના સભ્યો સાથે ડેઈલ આયરિનમાં દાખલ થયો અને તેણે વફાદારીના સેગંદ લીધો. પરંતુ તે જ વખતે તેણે જાહેર કર્યું કે માત્ર વિધિને ખાતર જ તેણે તથા તેના પક્ષના સભ્યોએ એ સેગંદ લીધા છે અને ડેઈલમાં તેમની વધુમતી થાય કે તરત જ તેઓ એ સોગંદવિધિ રદ કરશે. ૧૯૩૨ની સાલના આરંભમાં થયેલી બીજી ચૂંટણી વખતે ફી સ્ટેટની પાર્લામેન્ટમાં એટલે કે ડેઈલમાં ડી વેલેરાની વધુમતી થઈ અને તરત જ તેણે પોતાના કાર્યક્રમને અમલ કરવાનો આરંભ કરી દીધે. પ્રજાસત્તાક માટેની લડત તે હજી ચાલુ જ રહેવાની હતી, પરંતુ એ લડવાની રીત હવે જુદી હતી. ડી વેલેરાએ વફાદારીના સેગંદ રદ કરવાની દરખાસ્ત રજૂ કરી તથા બ્રિટિશ સરકારને પણ તેણે જણાવી દીધું કે હવે પછી તે જમીનને અંગે અપાતી વાર્ષિક રકમ યા વર્ષાસન (લૈન્ડ એજ્યુઈટી) તેને આપનાર નથી. મને લાગે છે કે આયલેંડે ઈગ્લેંડને ભરવાની આ વાર્ષિક રકમ અથવા વર્ષાસન શું છે તે વિષે હું તને આગળ લખી ચૂક્યો છું. આયર્લેન્ડમાં મોટા મોટા જમીનદારો પાસેથી જમીન લઈ લેવામાં આવી ત્યારે એને માટે તેમને સારી પેઠે વળતર આપવામાં આવ્યું હતું. પછી જે ખેડૂતોએ એ જમીન લીધી હતી તેમની પાસેથી એને માટે દર વરસે નાણાં વસૂલ કરવામાં આવતાં. આ પ્રક્રિયા એક પેઢી કરતાંયે વધારે સમય સુધી ચાલ્યાં કરી હતી અને છતાં હજીયે તેને અંત આવ્યો. નહે. ડી વેલેરાએ હવે પછી વર્ષાસનની એ રકમ આપવાની સાફ ના પાડી.
ઈગ્લેંડમાં તરત જ એની સામે ભારે પિકાર ઊઠયો અને બ્રિટિશ સરકાર સાથે ઝઘડો ઊભું થયું. તેણે પહેલે વધે એ ઉઠાવ્યો કે ડી વેલેરાએ વફાદારીને સોગંદ રદ કર્યો તેથી ૧૯૨૧ની આયરિશ સંધિને ભંગ થયે છે.