________________
પ્રજાસત્તાક માટે આયલેન્ડની લડત ૧૯૯૭ અને ફ્રી સ્ટેટ પક્ષે કોંગ્રેવની આગેવાની નીચે પ્રજાસત્તાકવાદીઓને અનેક રીતે કચરી નાખવાનો પ્રયત્ન કર્યો. કંસગેવ કી સ્ટેટના પ્રમુખ થયે હતે.
આયરિશ ફી સ્ટેટની સ્થાપનાને કારણે બ્રિટનની સામ્રાજ્યનીતિમાં દૂરગામી પરિણામે આવ્યાં. બ્રિટનનાં બીજાં સંસ્થાને કાયદાની દૃષ્ટિએ જેટલાં સ્વતંત્ર હતાં તેના કરતાં ઉપરોક્ત સંધિથી આયર્લેન્ડને વધુ પ્રમાણમાં સ્વતંત્રતા મળી હતી, આયર્લેન્ડને એ સ્વતંત્રતા મળી કે તરત જ બીજાં સંસ્થાને એ પણ તે આપોઆપ લઈ લીધી અને ડુમીનિયન સ્ટેટસ અથવા સાંસ્થાનિક દરજજાના ખ્યાલમાં ફેરફાર થવા પામે. ઈગ્લેંડ અને સંસ્થાને વચ્ચે થયેલી કેટલીક સામ્રાજ્ય પરિષદ પછી સંસ્થાનોની વધુ સ્વતંત્રતાની દિશામાં વધુ ફેરફાર થવા પામ્યા. આયર્લેન્ડ તે પ્રજાસત્તાક માટેની પોતાની પ્રબળ ચળવળ દ્વારા પૂર્ણ સ્વતંત્રતા તરફ જ હમેશાં ખેંચતું હતું. બેર લેકેની વધુમતીવાળા દક્ષિણ આફ્રિકાનું વલણ પણ એવું જ હતું. આ રીતે સંસ્થાના દરજ્જામાં ઉત્તરોત્તર ફેરફાર થતો ગયો અને દિનપ્રતિદિન તે સુધરતે ગયો.આખરે બ્રિટિશ કોમનવેલ્થ ઑફ નેશન્સ એટલે કે બ્રિટિશ રાષ્ટ્રસંધમાં ઈંગ્લેંડનાં કૌટુંબિક રાષ્ટ્ર તરીકે તેમની ગણના થવા લાગી. સાંભળવામાં તે એ બહુ મજાનું લાગે છે અને સમાન રાજકીય દરજજાની દિશામાં ઉત્તરોત્તર થતી પ્રગતિ એ દર્શાવે છે એમાં શંકા નથી. પરંતુ એ સમાનતા વાસ્તવિક કરતાં સૈદ્ધાંતિક વધારે છે. આર્થિક દૃષ્ટિએ સંસ્થાને બ્રિટન તથા બ્રિટિશ મૂડી સાથે સંકળાયેલાં છે અને તેમના ઉપર આર્થિક દબાણ લાવવાની અનેક રીતે છે. વળી સાથે સાથે સંસ્થાને જેમ જેમ વિકાસ થતો ગમે તેમ તેમ તેમનાં આર્થિક હિત ઇંગ્લંડનાં હિત સાથે વધુ ને વધુ અથડામણમાં આવતાં ગયાં. આ રીતે સામ્રાજ્ય ધીમે ધીમે નબળું પડતું ગયું. સામ્રાજ્ય ભાગી પડવાનો ભય ઝઝૂમી રહ્યો હતો એટલે ઇંગ્લડે પિતાનાં બંધને ઢીલાં કરવાનું તથા સંસ્થાની રાજકીય સમાનતા સ્વીકારવાનું કબૂલ કર્યું, પરંતુ ડહાપણુપૂર્વક વખતસર આટલું છેડી દઈને ઈંગ્લડે ઘણું સાચવી લીધું. પરંતુ એ લાંબે વખત ટકે એમ નહોતું. સંસ્થાને ઇગ્લેંડથી જુદાં પાડનારાં બળો હજી કાર્ય કરી રહ્યાં હતાં; મુખ્યત્વે કરીને એ આર્થિક બળ હતાં. અને આ બળે નિરંતર સામ્રાજ્યને નબળું પાડી રહ્યાં છે. આને લીધે તથા ઈગ્લેંડની થયેલી નિઃશંક પડતીને કારણે બ્રિટિશ સામ્રાજ્ય કરમાવા અથવા ક્ષીણ થવા વિષે મેં તને લખ્યું હતું. તેમની વચ્ચે પરંપરાઓની, સંસ્કૃતિની અને જાતિની એકતા હોવા છતાં પણ જે લાંબા વખત માટે ઇગ્લેંડ સાથે બંધાઈ રહેવાનું સંસ્થાને માટે મુશ્કેલ હોય તે પછી હિંદને માટે તે તેની સાથે બંધાઈ રહેવું એ કેટલું બધું મુશ્કેલ હશે, કેમ કે હિંદ તેમ જ ઇંગ્લંડનાં હિતે પરસ્પર વિરોધી છે અને બેમાંથી એકને બીજાને નમતું આપે જ છૂટકે. આમ સ્વતંત્ર હિંદ