SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રજાસત્તાક માટે આયર્લૅન્ડની લડત ૧૦૯૫ ભરતી કરવામાં આવી. એ દળના સૈનિકાને ભારે પગાર આપવામાં આવતા હતા. એ દળમાં તાજેતરમાં યુદ્ધના સૈન્યમાંથી છૂટા કરવામાં આવેલા એક્ામ અને ખૂની લે। દાખલ થયા હતા. તેના ગણવેશના રંગ ઉપરથી એ દળ ‘ બ્લૅક અન્ડ ટૅન ’ના નોમથી ઓળખાયું. આપણે એને કાળી ડગલીવાળા કહી શકીએ. આ કાળી ડગલીવાળાએ સીન-ફીનવાદીઓનાં નિષ્ઠુરપણે ખૂન કરીને તેમને વશ કરવાની આશાથી તેમણે ખુનામરકીની પ્રવૃત્તિ આદરી. ધણી વાર તો તેમણે લોકેાને બિછાનામાં સૂતેલા જ મારી નાખ્યા. પરંતુ સીન-ફ્રીનવાદીઓએ વશ થવાનો ઇન્કાર કર્યાં અને પોતાનું ગેરીલા યુદ્ધ ચાલુ રાખ્યું. એથી તે કાળા ડગલીવાળાએ વળી વધારે ભીષણ ર્ંજાડ કરવા લાગ્યા; આખાં ગામનાં ગામ અને શહેરના મોટા ભાગે તેમણે બાળી મૂક્યા. આયર્લૅન્ડ એક વિશાળ રણક્ષેત્ર ખની ગયું અને હિંસા તથા સંહાર કરવામાં બંને પક્ષા એક ખીજાને ટપી જવાના પ્રયાસ કરવા લાગ્યા. એક પક્ષની પાછળ એક સામ્રજ્યનું સંગઠિત ખળ હતું, ખીજા પક્ષની પાછળ મૂઠીભર માણસાના ભીષ્મ સંકલ્પ હતા. ૧૯૧૯ની સાલથી ૧૯૨૧ના ઓકટોબર સુધી એટલે કે એ વરસ સુધી ઇંગ્લંડ અને આયર્લૅન્ડ વચ્ચેનું આ યુદ્ધ ચાલ્યું. દરમ્યાન ૧૯૨૦ની સાલમાં બ્રિટિશ પામેન્ટે ઉતાવળથી નવું હામ ફલ ખિલ પસાર કર્યું. જેણે અલ્સ્ટરમાં બળવા ફાટી નીકળવાની સ્થિતિ પેદા કરી હતી તે મહાયુદ્ધ પહેલાં પસાર કરવામાં આવેલા કાયદો ચૂપચાપ છેડી દેવામાં આવ્યો. નવા કાયદામાં આયર્લૅન્ડને બે ભાગમાં વહેંચી નાખવામાં આવ્યું : અલ્સ્ટર અથવા ઉત્તર આયર્લૅન્ડ અને દેશને બાકીના ભાગ. વળી એ કાયદામાં એ પામેન્ટ અથવા ધારાસભાઓ માટેની જોગવાઈ કરવામાં આવી હતી. આયર્લૅન્ડ એક નાનકડા દેશ છે અને તેના ભાગલા પાડવાથી એક નાના ટાપુ એ બહુ જ નાના હિસ્સાઓમાં વહેંચાઈ ગયા. ઉત્તર આયર્લૅન્ડ માટે અલ્સ્ટરમાં નવી પામેન્ટ સ્થાપવામાં આવી પરંતુ દક્ષિણમાં એટલે કે બાકીના આયર્લૅન્ડમાં એ હામ રૂલના કાયદા તરફ કાઈ એ નજર સરખી પણ ન કરી. ત્યાં તે સૌ સીન-ફીન બળવામાં ગૂંથાયેલા હતા. ૧૯૨૧ના આકટોબર માસમાં બ્રિટનના વડા પ્રધાન લૉઈડ જ્યોર્જ સમાધાનની વાતો કરવા માટે સીન-ફ્રીન આગેવાનોને યુદ્ધવિરામ માટે અપીલ કરી. એમાં તે સંમત થયા. પાતાની અખૂટ સાધનસામગ્રીથી આખા દેશને વેરાન રણમાં ફેરવી નાખીને ઇંગ્લેંડ આયર્લૅન્ડના સીન-ફીનવાદીઓને આખરે કચરી નાખી શક્યું હેત એમાં લવલેશ શંકા નથી. પરંતુ આયર્લૅન્ડ પ્રત્યેની તેની નીતિએ અમેરિકા તથા ખીજા દેશોમાં તેને અકારું બનાવી મૂક્યું હતું. અમેરિકામાં વસતા આશ લેકા તરફથી તેમ જ બ્રિટિશ સંસ્થાના તરફથી પણ લડત
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy