________________
૧૩૮૮ જગતના ઇતિહાસનું રેખાદર્શન મધ્યમ વર્ગના નીચલા થરના દરેક ફ્રાંસવાસી પાસે પિતાની બચત હોય છે જ – તે પરદેશ મોકલી આપ્યાં. તેમણે મોટા પ્રમાણમાં પરદેશી જામીનગીરીઓ તથા પરદેશી હૂંડીઓ ખરીદી લીધી. ૧૯૨૭ની સાલમાં ફ્રાંકનું મૂલ્ય ફરી પાછું સ્થિર કરવામાં આવ્યું અને સેનાના ધોરણ પ્રમાણે તે નિશ્ચિત કરવામાં આવ્યું. પરંતુ એ મૂલ્ય તેના પહેલાંના મૂલ્યથી પાંચમા ભાગનું રાખવામાં આવ્યું. પરદેશી જામીનગીરીઓ ધરાવનાર ફેંચે હવે તેને કાઈક રીતે ઢાંકના રૂપમાં બદલી લેવાને ઉત્સુક બન્યા. તેઓ એક ફાયદાકારક વેપાર ખેડી રહ્યા હતા કારણ કે, આ રીતે મૂળ તેમની પાસે હતા તેના કરતાં પાંચગણી ક્રાંક તેમને મળતા હતા અને એ રીતે ફ્રાંકને જ હમેશાં વળગી રહેવાથી ચલણના ફુલાવાને કારણે તેમને જે નુક્સાન વેઠવું પડત તેમાંથી તેઓ ઊગરી ગયા. ફ્રેંચ સરકારે આ તકને લાભ લેવાનો નિર્ણય કર્યો અને ક્રાંકના નાણામાં છાપેલી નવી નોટો આપીને તેણે બધીયે પરદેશી હૂંડીઓ અથવા જામીનગીરીઓ ખરીદી લીધી. આમ, એ પરદેશી હૂંડીઓ તથા જામીનગીરીઓ ખરીદીને ફેંચ સરકાર એકાએક અતિશય ધનિક બની ગઈ. વાસ્તવમાં એ વખતે તેની પાસે સૌથી મોટી સંખ્યામાં એ બંને વસ્તુઓ હતી. અમેરિકા કે ઇગ્લેંડ સાથે આર્થિક નેતૃત્વની હરીફાઈમાં ઊતરવાની તેની ઈચ્છા નહેતી તેમ જ એને માટે તેની લેગ્યતા પણ નહોતી. પણ તે એ બંને ઉપર અસર પાડવાની સ્થિતિમાં હતી. . ફાંસવાસીઓ સાવધ પ્રજા છે તેમ જ તેમની સરકાર પણ સાવધ હેય
છે. પિતાની પાસે જે કંઈ હોય તે ગુમાવી બેસવાનું જોખમ ખેડીને ભારે લાભ મેળવવા પ્રયાસ કરવા કરતાં વિના જોખમે ઓછો લાભ મેળવવાનું તેઓ વધારે પસંદ કરે છે. આથી ફેંચ સરકારે સાવધાનીપૂર્વક પિતાનું વધારાનું નાણું વ્યાજના ઓછા દરથી લંડનની સધ્ધર પેઢીઓને ધીર્યું. આ રીતે તે બ્રિટિશ બેંક પાસેથી માત્ર બે ટકા જ વ્યાજ લેતી. અંગ્રેજો એ નાણાં પાંચ કે છ ટકાના વ્યાજના દરથી જર્મન બેંકને ધીરતા. જર્મન બેંકે વળી પાછી એ રકમ આઠ કે નવ ટકાના વ્યાજના દરથી વિયેનાને ધીરતી અને છેવટે એ નાણું હંગરી તેમ જ બાલ્કન દેશમાં ૧૨ ટકાના દરથી પહોંચતું ! જોખમના પ્રમાણમાં વ્યાજનો દર પણ વધતું હતું પરંતુ ફ્રાંસની બેંક લેશ પણ જોખમ ખેડવા કરતાં બ્રિટિશ બેંક સાથે જ વ્યવહાર રાખવાનું પસંદ કરતી હતી. આ રીતે તેણે ખરીદેલી પાઉંડની પરદેશી હૂંડીઓના રૂપમાં ક્રાંસ પિતાના નાણાની ઘણી મોટી રકમ લંડનમાં રાખતું હતું. ન્યૂયૉર્ક સામે ઝૂઝવામાં લંડનને એની ભારે મદદ મળતી હતી.
દરમ્યાન વેપારની કટોકટી તથા મંદી વધતી જતી હતી અને ખેતીની પેદાશના ભાવો બેસતા જતા હતા. ૧૯૩૦ની પાનખર ઋતુમાં ઘઉંના ભાવ