________________
ડૉલર, પાઉન્ડ અને રૂપિયા આથી તેણે મધ્ય યુરોપની બેંકને ટૂંકી મુદત માટે નાણું ધીરવાનું અજમાવવા માંડયું. ટૂંકી મુદત માટે નાણું ધીરવામાં બેંકના ધંધાને અનુભવ તથા પ્રતિષ્ઠા એ બે વસ્તુઓ મહત્ત્વની હોય છે. એ બંને વસ્તુઓ લંડનની તરફેણમાં હતી. આથી લંડનની બેંકોએ વિયેનાની બેંક સાથે નિકટને સંબંધ બાંધે અને તેમની મારફતે મધ્ય તથા દક્ષિણ-પૂર્વ યુરોપની અથવા ડાન્યુબ અને બાલ્કન પ્રદેશની બેંક સાથે સંબંધ બાંધ્યે. ન્યૂયોર્ક પણ ત્યાં આગળ પિતાનું ધીરધારનું થોડું કામ ચાલુ રાખ્યું.
આ નાણાંકીય પાગલપણાને કાળ હતું અને કંઈક અંશે લંડન તથા ન્યૂયેક વચ્ચેની સ્પર્ધાને કારણે યુરોપમાં નાણુને ધોધ વહેવા લાગે અને ત્યાં આગળ કરોડપતિઓ તથા અબજપતિઓ અતિશય ત્વરાથી ઠેકઠેકાણે ફૂટી નીકળ્યા. શ્રીમંત થવાને માર્ગ બહુ સીધોસાદે હતે. કેઈ સાહસિક માણસ એમાંના કોઈ એક દેશમાં રેલવે બાંધવાની કે બીજાં કઈ જાહેર બાંધકામ કરવાની છૂટછાટ મેળવે અથવા તે ત્યાં આગળ દીવાસળી જેવી વસ્તુઓ ઉત્પન્ન કરવાને અને વેચવાને ઇજારે મેળવે. એ વસ્તુઓના બાંધકામ માટે અથવા ઇજારાને માલ ઉત્પન્ન કરવા માટે એક કંપની ઊભી કરવામાં આવે અને તે પછી પોતાના શૈર કાઢે. આ શેરેને આધારે ન્યૂયોર્ક કે લંડનની માટી મેટી બેંકે એ કંપનીને નાણાં ધીરે, શરાફ આ રીતે ન્યૂયૅર્ક પાસેથી બે ટકાના વ્યાજના દરથી ડૉલરના રૂપમાં નાણું વ્યાજે લે અને પછી તેઓ તે નાણાં બર્લિનને ૬ ટકાના દરથી અને વિયેનાને ૮ ટકાના દરથી ધીરે. આ રીતે બીજા લકાનાં નાણુંની ચતુરાઈપૂર્વક ફેરવણું કરીને એ શરાફે અતિશય ધનવાન બની ગયા. એમાંને ઈવાન ક્રગર નામને સ્વીડનવાસી સૌથી વધારે મશહૂર હતે. તેના દીવાસળીના ઇજારાને કારણે તે દીવાસળીના રાજા તરીકે ઓળખાતે હતે. એક વખતે તે ફ્રેગરની ભારે પ્રતિષ્ઠા હતી. પરંતુ પાછળથી પુરવાર થયું કે તે અઠંગ ધુતારે હતો અને પારકાં અઢળક નાણું તે હજમ કરી ગયો હતું. તેની ઠગાઈ પકડાવાની તૈયારીમાં હતી તે વખતે તેણે આપઘાત કર્યો. પિતાના અપ્રામાણિક વહેવારોને કારણે બીજા સુપ્રસિદ્ધ શરાફ પણ મુશ્કેલીમાં આવી પાડ્યા હતા. | મધ્ય અને પૂર્વ યુરોપમાંની ઇંગ્લંડ તથા અમેરિકાની હરીફાઈને પરિણામે એક ફાયદે થયે. ૧૯૨૯ની સાલની મંદી શરૂ થઈ તે પહેલાંનાં વરસમાં યુરોપની સ્થિતિ સુધારવામાં ત્યાં આગળ વહેલા આ નાણાંના ધંધે ભારે ફાળો આપે હતે. | દરમ્યાન ૧૯૨૬-૨૭ની સાલ દરમ્યાન ફ્રાંસમાં ચલણને ફલાવો કરવામાં આવ્યો અને ફ્રાંકનું મૂલ્ય અતિશય ઘટી ગયું. ફાંકની કિંમત ઘટી જવાને કારણે પિતાનાં નાણાં ગુમાવી બેસવાના ડરથી ધનિક ક્રાંસવાસીઓએ—અને