________________
૧૦૧૨
જગતના ઇતિહાસનુ· રેખાદર્શન
દરમ્યાન દેશમાં ખરેખર લશ્કરી કાયદાના દોર ચાલ્યા હતા. તેના ઋણ્ થઈ ગયેલા સામ્રાજ્યના અનેક નબળાં સ્થાનામાં ઇંગ્લેંડે તુકી ઉપર હલ્લા કર્યાં. પ્રથમ ઈરાક ઉપર અને પછીથી પૅલેસ્ટાઈન તથા સીરિયા ઉપર તેણે હલ્લા કર્યાં. અરબસ્તાનમાં બ્રિટિશાએ આરની રાષ્ટ્રીયતાની ભાવનાના લાભ લીધા અને નાણાં તથા સાધન સામગ્રીની સારી સરખી લાંચ આપીને તુર્કી સામે તેમણે તેમની પાસે મળવા કરાવ્યા. કર્નલ ટી, ઈ. લૉરેન્સ નામને બ્રિટિશ એજટ આ બળવા માટે મોટે ભાગે જવાબદાર હતા. પછીથી એશિયાની અનેક હિલચાલામાં પડદા પાછળ ભાગ ભજવીને તેણે ભેદી પુરુષ તરીકેની નામના મેળવી. તુર્કીના મસ્થાન ઉપર સીધે હુમલે ૧૯૧૫ના ફેબ્રુઆરી માસમાં શરૂ થયા. એ વખતે અંગ્રેજોએ ડાનલની સામુદ્રધુનીમાં બળજબરીથી પેસી જઈ ને કૉન્સ્ટાન્ટનેપલ કબજે કરવાના પ્રયત્ન કર્યાં. જો એમાં તેઓ ફાવ્યા હોત તા યુદ્ધમાંથી તુને હાંકી કાઢત એટલું જ નહિં પણ પશ્ચિમ એશિયામાંની જમનીની બધીયે લાગવગ પણ તે બંધ કરી શકયા હોત. પરંતુ બ્રિટિશા એ કાર્યમાં નિષ્ફળ નીવëા. તુ તેમની સામે વીરતાથી લડ્યા અને એ જાણવા જેવુ છે કે મુસ્તફા કમાલ પાશાએ એમાં ભારે હિસ્સા આપ્યા. બ્રિટિશાએ લગભગ એક વરસ સુધી ગૅલીપેાલીમાં પોતાના એ પ્રયત્ન ચાલુ રાખ્યો પરંતુ ભારે ખુવારી પછી તેઓ ત્યાંથી હડી ગયા.
પૂર્વ તથા પશ્ચિમ આફ્રિકામાંનાં જમન સંસ્થાના ઉપર પણ મિત્રરાજ્યાએ હલ્લા કર્યાં. આ સંસ્થાના જન્મનીથી સાવ અલગ પડી ગયાં હતાં અને તેમને જર્મનીની મદદ મળી શકે એમ નહેતું. ધીમે ધીમે એ બધાં સંસ્થાના તાખે થયાં. ચીનમાંની ચાઉચાઉની જર્મન વસાહતના જપાને સહેલાઈથી કબજો લીધા. જપાનને તો ખરેખર મજા હતી કેમ કે દૂર પૂર્વામાં તેને ઝાઝું કરવાપણું નહતું. આથી ચીનને ડરાવી ધમકાવીને તેની પાસેથી કીમતી છૂટછાટો તથા વિશિષ્ટ હક્કો પડાવવામાં તેણે એ તકનો ઉપયોગ કર્યાં.
ઇટાલીએ કયા પક્ષ જીતશે એ જાણવા માટે કેટલાક મહિના સુધી યુદ્ધની સ્થિતિ નિહાળ્યા કરી. પછીથી મિત્રરાજ્યે જીતવાના સંભવ છે એવા નિય ઉપર આવીને તેણે તેમની લાંચ સ્વીકારી અને તેમની સાથે ગુપ્ત સધિ કરી. ૧૯૧૫ના મે માસમાં ઇટાલી વિધિપૂર્ણાંક મિત્રરાજ્યને પક્ષે યુદ્ધમાં જોડાયું. લાગલાગઢ બે વરસ સુધી ઑસ્ટ્રિયા તથા ઇટાલીનાં સૈન્યાએ એકબીજાને સામના કર્યાં પણ એમાંથી મહત્ત્વનું કશું નીપજ્યું નહિ. પછીથી જા આસ્ટ્રિયનાની વહારે ધાયા અને ઇટાલિયના તેમની સામે જમીનદોસ્ત થઈ ગયા. સ્ટ્રિયા અને જનીનું સૈન્ય લગભગ વેનિસ સુધી પહેોંચી ગયું હતું.
૧૯૧૫ના ઓકટોબર માસમાં બલ્ગેરિયા જનીને પક્ષે યુદ્ધમાં જોડાયું. એ પછી થોડા જ વખતમાં બલ્ગેરિયાના સહકારથી ઑસ્ટ્રિયા તથા જર્મનીના