SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ યુદ્ધકાળ ૧૦૧૧ ,, તરફથી ખસેડીને રશિયા તરફ મોકલ્યું હતું. આથી પશ્ચિમ મોખરા ઉપરનું દબાણ કંઈક અંશે ઓછું થવા પામ્યું અને ફ્રાંસના લશ્કરે આક્રમણ કરનારા જર્મને પાછા ધકેલવાને ભગીરથ પ્રયત્ન કર્યો. ૧૯૧૪ના સપ્ટેમ્બરના આરંભમાં માર્નના યુદ્ધમાં તે જર્મને લગભગ ૫૦ જેટલા માઈલ પાછા ધકેલવામાં સફળ થયું. પૅરિસ ઊગરી ગયું અને ફ્રેંચે તથા અંગ્રેજોને દમ ખાવાને થડે સમય મળે. જર્મનોએ ફ્રેંચ સૈન્યની હરોળ ભેદીને આગળ ધસવાને બીજો પ્રયત્ન કર્યો. એમના એ પ્રયત્નમાં તેઓ ફાવી જવાની અણી પર હતા પરંતુ તેમને ખાળી રાખવામાં આવ્યા. પછીથી બંને સૈન્ય ખાઈઓ ખાદીને પડ્યાં. અને નવીન પ્રકારની લડાઈ – ખાઈની લડાઈ– શરૂ થઈ. આ એક પ્રકારની અનિર્ણયાત્મક સ્થિતિ હતી અને ત્રણ વરસ કરતાંયે વધારે સમય સુધી અથવા કંઈક અંશે લડાઈના અંત સુધી પશ્ચિમ મેખર ઉપર આ ખાઈની લડાઈ ચાલુ રહી. પ્રચંડ સિને ખાઈ ખાદીને છછુંદરની પેઠે તેમાં પડ્યાં અને એકબીજાને થકવવા પ્રયત્ન કરવા લાગ્યાં. આ મેખરા ઉપર ફેંચ તથા જર્મન સન્યા યુદ્ધની શરૂઆતથી જ લાખોની સંખ્યામાં હતાં. એ મોખરા ઉપરનું નાનકડું બ્રિટિશ સૈન્ય સુધ્ધાં ઝડપથી વધતું ગયું અને તેની સંખ્યા પણ લગભગ દશ લાખ જેટલી થઈ પૂર્વના અથવા તે રશિયન મોખરા ઉપર પ્રવૃત્તિ વધુ પ્રમાણમાં હતી. રશિયન લશ્કરે ઉપરાઉપરી ઑસ્ટ્રિયન લશ્કરને હરાવ્યું પરંતુ જર્મન લશ્કરે તેને અચૂકપણે હરાવ્યા કર્યું. એ ખરા ઉપર જાનની પારાવાર ખુવારી થઈ અને અસંખ્ય લોકો ઘાયલ થયા. તું એમ ન માની બેસીશ કે ખાઈની લડાઈને કારણે પશ્ચિમ મોખરા ઉપર એના કરતાં બહુ ઓછી ખુવારી થવા પામી. માણસની જિંદગી માટે ગજબ બેપરવાઈ દાખવવામાં આવી અને ખાઈઓનાં સુરક્ષિત મથકો ઉપર ઉપરાછાપરી આખરી હલા કરવામાં લાખે માણસેને ફેંકવામાં આવ્યા અને એ રીતે તેમને અચૂકપણે મૃત્યુના મેંમાં હેમવામાં આવ્યા. પરંતુ એનું કશું પરિણામ આવ્યું નહિ. યુદ્ધનાં આ ઉપરાંત બીજાં ક્ષેત્રે પણ હતાં. તુર્કોએ સુએઝની નહેર ઉપર હલ્લે કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમને ત્યાંથી હાંકી કાઢવામાં આવ્યા. આગળ હું તને કહી ગયો છું તેમ, ૧૯૧૪ના ડિસેમ્બર માસમાં મિસરને બ્રિટનનું રક્ષિત રાજ્ય જાહેર કરવામાં આવ્યું હતું. એ પછી તરત જ બ્રિટિશ નવી ધારાસભાને મોકૂફ રાખી અને તેમને શક હતો એવા લેકેને પકડીને જેલે ભરી દીધી. રાષ્ટ્રવાદી છાપાંઓને દાબી દેવામાં આવ્યાં તથા પાંચથી વધારે માણસોને એકઠા થવાની મનાઈ કરવામાં આવી. ત્યાં આગળ દાખલ કરવામાં આવેલા ખબરેના નિયમનને (સેૉરશિપ) લંડનના ‘ટાઈમ્સ” પત્રે જંગલી અને નિર્દયતાભર્યા તરીકે વર્ણવ્યું હતું. યુદ્ધના આખા સમય
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy