________________
ડૉલર, પાઉન્ડ અને રૂપિયા
૧૩૫
તરત જ પરદેશમાં પોતાની શાખા તથા એજન્સીએ સ્થાપવાનું શરૂ કરી દીધું. અને એને પરિણામે ઠેકઠેકાણે સુંદર સુંદર ઇમારતા ઊભી થઈ પણુ તેમને હજી એક ખીજી મુશ્કેલી પણ નડતી હતી. ‘ સ્વીકાર'નું કાય તે સ્થાનિક ધંધારોજગાર તથા પરિસ્થિતિના સંપૂર્ણ પણે માહિતગાર હોય એવા તાલીમ પામેલા માણસો જ કરી શકે. બ્રિટિશ બૅંકાએ તા ૧૦૦ વરસના વિકાસ અને અનુભવને પરિણામે પોતાના એ કામને માટે લાયક માણસા તૈયાર કર્યાં હતા. અને આ બાબતમાં તેમને જલદી પકડી પાડવાનું કામ સહેલું નહોતું.
પછીથી અમેરિકનો લંડન સામે ફ્રેંચ, સ્વીસ અને ડચ બેંક સાથે જોડાઈ ગયા. પરંતુ એથી પણ તેમને ઝાઝી સફળતા મળી નહિ. ક્રાંસ અતિશય ધનવાન દેશ હતા તથા તે મેાટા પ્રમાણમાં પોતાની મૂડી પરદેશ મોકલતો હતો, પરંતુ પરદેશી ક્રૂડીને રાજગાર વિકસાવવામાં તેણે કદીયે લક્ષ આપ્યું નહોતું. આમ લંડન અને ન્યૂયોર્ક વચ્ચે ગજગ્રાહ ચાલ્યા કર્યાં અને એકદરે જોતાં લંડનની સ્થિતિમાં કશાયે કૂક પડ્યો નહિ. ૧૯૨૪ની સાલમાં ન્યૂયોર્કની તરફેણમાં એક નવી વસ્તુ પેદા થઈ. ચલણનો ફુલાવા યા કૃત્રિમ વધારા બહુ મેટા પ્રમાણમાં કર્યાં પછી જન માને સ્થિર કરવામાં આવ્યો. અને એને કારણે જન મૂડી સ્વિટ્ઝરલેંડ તથા હાલેંડમાં ભાગી ગઈ હતી ( જોખમ કે ભયના સમયમાં મૂડી હમેશાં બહાર ભાગી જાય છે! ) તે માર્ક સ્થિર થવાથી હવે જમન બૅંકામાં પાછી કરી. અમેરિકાના નાણાંકીય સમૂહમાં જર્મનીના ઉમેરો થવાથી લંડનની સ્થિતિમાં ભારે ફેરફાર થવા પામ્યા. કારણ કે, હવે લંડનની સહાય વિના અમેરિકાની દૂડીએના બદલામાં યુરોપની ક્રૂડી મળી શકતી હતી. અને લંડનનું ચલણી નાણું હજી અસ્થિર હતું એટલે કે પાઉન્ડની નેટનું સાનાને ધેારણે નિશ્ચિત મૂલ્ય નહોતું. સાનાની ચલણપદ્ધતિ તેણે
છેોડી દીધી હતી.
લંડન શહેરના શરાફ઼ા હવે ભડક્યા. તેમણે જોયું કે આંતરરાષ્ટ્રીય વિનિમયને બધા ફાયદાકારક ભાગ તા ન્યૂયોર્ક તથા યુરોપના તેના સાથીઓને હિસ્સે જાય છે અને લંડનને તે તેના રહ્વાસઘા ટુકડા જ મળે છે. આમ થતું અટકાવવા માટે પ્રથમ સેનાને ધેારણે પાઉન્ડનું મૂલ્ય નિશ્ચિત કરવું જોઈએ એટલે કે પાઉન્ડના ચલણી નાણાને સ્થિર કરવું જોઈએ. એને પરિણામે વિનિમયનું કામ કરી પાછું આવવા લાગશે. આથી, ૧૯૨૫ની સાલમાં પાઉન્ડના ચલણનું મૂલ્ય અસલતે ધેારણે સ્થિર કરવામાં આવ્યું. ઇંગ્લેંડના બૅંકવાળાએ તથા શરાફેને આ રીતે ભારે વિજય થયા કારણ કે પાઉન્ડનું મૂલ્ય વધ્યું એટલે તેમની કમાણી પણ વધવા પામી. ઇંગ્લેંડના ઉદ્યોગોની દૃષ્ટિએ એ વસ્તુ નુકસાનકારક હતી કેમ કે એને લીધે પરદેશામાં બ્રિટિશ માલની કિ મત વધી ગઈ અને પરદેશનાં બજારે માં અમેરિકા, જર્મની તથા ખીજા ઔદ્યોગિક દેશ