________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન શાહુકાર બન્યું અને બધાયે રાષ્ટ્રો તેનાં દેવાદાર હતાં. યુદ્ધ શરૂ થયું ત્યારે યુનાઈટેડ સ્ટેટ્સને પાંચ અબજ ડોલરનું યુરેપમાં દેવું હતું; યુદ્ધ પૂરું થયું ત્યારે યુરેપને અમેરિકામાં દશ અબજ ડોલરનું દેવું હતું.
મહાયુદ્ધ દરમ્યાન અમેરિકાને માત્ર આટલે જ આર્થિક લાભ થયે નહોતે. ઈગ્લડ તેમ જ જર્મનીના વેપારને ભેગે અમેરિકાને પરદેશ સાથે વેપાર વધવા પામ્યું હતું અને હવે તે બ્રિટનના વેપાર જેટલું થઈ ગયું હતું. દુનિયાનું બેતૃતીયાંશ જેટલું સેનું તથા પરદેશની સરકારનાં જબરદસ્ત રકમનાં શેર તથા લેનનાં કાગળિયાં યુનાઈટેડ સ્ટેટ્સમાં એકઠાં થયાં હતાં.
આ રીતે યુનાઈટેડ સ્ટેસની નાણાંકીય સ્થિતિ અતિશય સધ્ધર થઈ ગઈ હતી. પિતાના લેણાની ઉઘરાણું કરવા માત્રથી તે તેના કોઈ પણ દેણદાર દેશને નાદાર રિથતિમાં લાવી મૂકી શકે એમ હતું. આ સ્થિતિમાં, દુનિયાના નાણાંકીય પાટનગર તરીકેના લંડનના પુરાણા સ્થાન પરત્વે તેને ઈર્ષા પેદા થાય અને એ સ્થાન માટે તે પિતે ઝંખના રાખે એ સ્વાભાવિક હતું. દુનિયાનું સૌથી ધનવાન શહેર ન્યૂયોર્ક લંડનનું સ્થાન લે એવી તેની ઇચ્છા હતી. આ રીતે ન્યૂયૉર્ક તથા લંડનના બેંકવાળાઓ તથા શરાફે વચ્ચેની ઝુંબેશ શરૂ થઈ. તેમની એ ઝુંબેશમાં તેમને પિતાપિતાની સરકારને ટેકે હતે.
અમેરિકાના દબાણે પાઉન્ડને હચમચાવી મૂક્યો. પિતાના ચલણ નાણું માટે બેંક ઓફ ઇંગ્લડ સેનું આપવાને અસમર્થ નીવડી અને પાઉંડની નેટ, જેને હવે સેનાના વિનિમય સાથે સંબંધ નહોતો રહ્યો, તેના મૂલ્યમાં ફરક પડવા લાગે અને તેના ભાવ ઘટવા લાગ્યા. કાંસના કાંકના ભાવ પણ ગગડી ગયા. આવી અસ્થિર દુનિયામાં એક માત્ર અમેરિકાને ડોલર જ ખડકના જે અચળ જણાતે હતે.
કઈ પણ માણસને લાગે કે આ સંજોગોમાં નાણુંને વ્યવહાર તથા સેનું લંડન છેડીને ન્યૂયોર્ક પહોંચ્યાં હશે. પરંતુ, અજાયબીની વાત તે એ છે કે, એમ બનવા પામ્યું નહિ અને પરદેશી હૂંડીઓ તથા ખાણમાંથી સોનું હજી લંડન જ આવતાં રહ્યાં. લેકે ડૉલર કરતાં પાઉન્ડને વધારે પસંદ કરતા હતા તેથી નહિ પણ ડોલર સહેલાઈથી મળી શકતા નહતા તેથી એમ બનતું હતું.
પિતાની શાખાઓ તથા એજન્સીઓ મારફતે ઈંગ્લંડની બેંકોએ દુનિયાભરમાં ઊભી કરેલી સ્વીકાર'ની પદ્ધતિ વિષે મેં તને કહ્યું હતું તે તને યાદ હશે. અમેરિકાની બેંક પાસે એવી શાખાઓ કે પરદેશમાં એજન્સીઓ નહોતી એટલે “સ્વીકાર કરીને પરદેશી હૂંડીઓ મેળવવાનાં સાધને તેમની પાસે નહોતાં. આથી સ્વાભાવિક રીતે જ એવી દંડીઓ બ્રિટિશ બે કે મારફતે લંડન પહોંચતી. એ મુશ્કેલીને તોડ કાઢવા માટે અમેરિકાની બેંકેએ