________________
ડોલર, પાઉન્ડ અને રૂપિયા
૧૩૮૩
અજમાવવામાં આવતી હતી અને હજી પણ એ અથૅ તેના આશરો લેવામાં આવે છે.
મહાયુદ્ધ પહેલાં આવી સ્થિતિ હતી. લંડન શહેર એ બ્રિટિશ સામ્રાજ્યના સામર્થ્ય અને સમૃદ્ધિના મથક અને પ્રતિક સમાન હતું. મહાયુદ્ધે ઘણા ફેરફાર કરી નાખ્યા અને જૂની વ્યવસ્થાને ઉથલાવી દીધી. એમાં ઇંગ્લેંડના ભારે વિજય થયા એ ખરું પણુ ઈંગ્લંડ તથા લંડનને એ વિજય બહુ માંધે પડયો. મહાયુદ્ધ પછી શું બનવા પામ્યું તે હું મારા હવે પછીના પત્રમાં કહીશ.
૧૮૭. ડૌલર, પાઉન્ડ અને રૂપિયા
૨૭ જુલાઈ, ૧૯૩૩
મહાયુદ્ધે દુનિયાને ત્રણ પક્ષામાં વહેંચી નાખી હતીઃ યુદ્ધે ચડેલાં રાષ્ટ્રોના એ પક્ષો અને ત્રીજો પક્ષ તટસ્થ દેશાના. એકબીજા ઉપર જાસૂસી કરવાના ગુપ્ત વ્યવહાર સિવાય યુદ્ધે ચડેલા હરીફ પક્ષા વચ્ચે વેપાર કે ખીજા કાઈ પણ પ્રકારના વહેવાર રહ્યો નહોતો. આંતરરાષ્ટ્રીય વેપાર, બેશક છિન્નભિન્ન થઈ ગયા હતા. સમુદ્ર ઉપરના તેમના પ્રભુત્વને કારણે મિત્રરાજ્યે તટસ્થ દેશે તથા વસાહતી દેશી સાથે થાડાણા વેપાર ખેડી શકતા હતા, પરંતુ જન સમમરીનાના હુમલાઓને કારણે એ વેપાર પણ અતિશય મર્યાદિત થઈ ગયા હતા.
યુદ્ધ લડનારા દેશોની બધીયે સાધનસામગ્રી યુદ્ધમાં વપરાવા લાગી અને અઢળક રકમ ખરચાવા લાગી. પોતાની પ્રજા પાસેથી તેમ જ અમેરિકા પાસેથી નાણાં ઉપાડીને ઇંગ્લેંડ તથા ફ્રાન્સે લગભગ દોઢ વરસ સુધી પેાતાનાં ગરીબ મિત્રરાજ્યોના ખરચ પૂરો પાડયો. પછીથી ફ્રાંસનાં આર્થિક સાધના ખૂટી પડ્યાં. અને તે હવે ખીજા મિત્ર રાષ્ટ્રોને આર્થિક મદદ આપી શકયુ નહિ. ઈંગ્લંડે ખીજા સવા વરસ સુધી એ ખેો ઉદ્ભાવ્યા. ૧૯૧૭ના મા માસમાં તેનાં આર્થિક સાધના ખૂટી ગયાં, એ વખતે તે યુનાઇટેડ સ્ટેટ્સનું પાંચ કરોડ પાઉન્ડનું પાકેલું લેણું ચૂકવી ન શકયું. જ્યારે તે સૌનાં આર્થિક સાધના ખૂટી ગયાં હતાં તે કટોકટીની ધડીએ ઇંગ્લેંડ, ફ્રાંસ તથા ખીજા મિત્રરાજ્યાના સદ્ભાગ્યે અમેરિકા તેમને પક્ષે યુદ્ઘમાં જોડાયું. એ વખતથી માંડીને યુદ્ધના અંત સુધી યુનાઇટેડ સ્ટેટ્સે પેાતાનાં બધાંયે મિત્રરાજ્યોના યુદ્ધને ખરચ પૂરો પાડ્યો. ‘સ્વતંત્રતા ' તથા · વિજય 'ને નામે તેણે પોતાની પ્રજા પાસેથી જબરદસ્ત રકમોની લેાન ઊભી કરી, એ રકમ તેણે પોતે મેકળે હાથે ખરચી તથા મિત્રરાજ્યોને ધીરી. હું આગળ તને કહી ગયા છું તેમ એનું પરિણામ એ આવ્યું કે, યુદ્ધ પૂરું થયું ત્યારે યુનાઇટેડ સ્ટેટ્સ આખી દુનિયાનું
.