SearchBrowseAboutContactDonate
Page Preview
Page 608
Loading...
Download File
Download File
Page Text
________________ લોકશાહી અને સરસુખત્યારશાહી ૧૨૭૫ સમક્ષ અનુકૂળ શરતો રજૂ કરી પરંતુ તે તેણે ફેંકી દીધી. તે તે સ ંપૂર્ણ સ્વતંત્રતાની પોતાની માગણીને જ વળગી રહ્યો. સ્પેનની સરકાર એકલે હાથે તેને ન હરાવી શકત એ સંભવિત છે. ૧૯૨૫ની સાલમાં ફ્રેચાએ એમાં વચ્ચે પડવાનું નક્કી કર્યું. મારીકકામાં તેમનાં ઘણાં ભારે હિતેા રહેલાં હતાં. આથી તેમણે અબ્દુલ કરીમ સામે પોતાની અખૂટ સાધનસામગ્રી ખડી કરી. ૧૯૨૬ની સાલના અધવચ સુધીમાં અબ્દુલ કરીમને હરાવવામાં આવ્યો અને તે ફ્રેંચોને શરણે આવ્યા. આ રીતે અબ્દુલ કરીમની લાંખી અને વીરતાભરી લડતના અત આવ્યા. પશુબળ, ખબરનિયમન, દમન અને કેટલીક વાર લશ્કરી કાયદાનો અમલ ઇત્યાદિ સરમુખત્યારશાહીનાં હંમેશનાં સહગામી સહિત સ્પેનમાં આ બધાં વરસા દરમ્યાન પ્રીમેા ૬ રીવેરાની સરમુખત્યારશાહી ચાલુ રહી. આ સરમુખત્યારશાહી મુસાલિનીની સરમુખત્યારશાહીથી ભિન્ન હતી કેમ કે તે ઇટાલીની પેઠે પ્રજાના અમુક વર્ગો ઉપર નહિ પણ કેવળ લશ્કરી બળ ઉપર જ નિર્ભર હતી. પ્રીમા ૬ રીવેરાથી લશ્કર થાકે પછી તેને બીજો કાઈ ટકા રહેતા નહોતા. ૧૯૩૦ની સાલના આરંભમાં રાજાએ પ્રીમાને બરતરફ્ કર્યાં. એ જ વરસે ત્યાં ક્રાંતિ થવા પામી અને તેને ઢાખી દેવામાં આવી. પરંતુ પ્રજાસત્તાક તેમ જ ક્રાંતિની ભાવના એટલી બધી વ્યાપક બની ગઈ હતી કે તેને દાખી રાખી શકાય એમ નહાતું. ૧૯૩૧ની સાલમાં પ્રજાસત્તાકવાદીઓએ મ્યુનિસિપાલિટીઓની ચૂંટણીમાં ભારે સામર્થ્ય દાખવ્યું અને પ્રજામતને વશ થવામાં જ ડહાપણુ રહેલું છે એમ સમજી એ પછી થાડા જ દિવસોમાં રાજા આલ્ફાન્ઝોએ ગાદીત્યાગ કર્યાં અને સ્પેનમાંથી તે ભાગી ગયા. ત્યાં આગળ કામચલાઉ સરકાર સ્થાપવામાં આવી અને યુરોપમાં આપખુદ રાજાશાહી તથા ચર્ચના શાસનના પ્રતીકસમું સ્પેન હવે યુરોપનું સૌથી તરુણ પ્રજાસત્તાક બન્યું. માજી રાજા આલ્ફાન્ઝોને તેણે કાયદા બહાર મૂક્યો અને દેશમાં ચર્ચાના પ્રભુત્વની સામે લડવાની તેણે કમર કસી. પરંતુ હું તો તને સરમુખત્યારની વાત કહેતા હતા. ઇટાલી અને સ્પેન ઉપરાંત પેલેંડ, યુગાસ્લાવિયા, ગ્રીસ, બલ્ગેરિયા, પોર્ટુગાલ હંગેરી અને ઑસ્ટ્રિયા વગેરે દેશોએ પણ લેાકશાહી સરકાર છેડીને સરમુખત્યારશાહી સ્થાપી હતી. પોલેંડમાં ઝારશાહીના સમયના સમાજવાદી પીન્નુમ્સ્કી લશ્કર ઉપરના પોતાના કાબૂને લીધે સરમુખત્યાર બન્યા હતા. પોલેંડની પામેન્ટના સભ્યો પ્રત્યે તે અતિશય અપમાનજનક ભાષા વાપરતા હતા. અને કેટલીક વાર તે તેમને ગિરફતાર કરીને ધકેલી કાઢવામાં આવતા હતા. યુગોસ્લાવિયામાં રાજા ઍલેકઝાંડર પોતે સરમુખત્યાર છે. દેશના કેટલાક ભાગેાની સ્થિતિ અતિશય ખરાબ બની ગઈ અને એમ કહેવાય છે કે, તુર્કીના અમલ દરમ્યાન હતું તેના કરતાં પણ વિશેષ દમન ત્યાં પ્રવતુ હતું.
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy