________________
જગતના ઇતિહાસનું રેખાદર્શીન
એ તે તું જાણે જ છે કે, દેશની અંદરના ઘણાખરા વેપાર ચેક દ્વારા ચાલે છે; થાડે અંશે તે બેંકની નાટા દ્વારા પણ ચાલે છે. નાની નાની ખરીદી સિવાય સેાનાચાંદીના ભાગ્યે જ ઉપયાગ કરવામાં આવે છે. (ખરેખર, સોનું તો ભાગ્યે જ ઉપલબ્ધ હોય છે. ) આ કાગળનાણું નેટ કાઢનારની શાખ પ્રદર્શિત કરે છે અને બૅંકા તથા ચલણી નોટો બહાર પાડનાર દેશની સરકારમાં પ્રજાના વિશ્વાસ હાય ત્યાં સુધી તે રાકડ નાણાંની ગરજ સારે છે. પરંતુ જીંદા જુદા દેશ વચ્ચે પરસ્પર એકખીજાનું લેણદેણ ચૂકવવામાં એ કાગળનું નાણું કામ આવતું નથી કેમ કે દરેક દેશની પાતાની રાષ્ટ્રીય ચલણ પતિ હોય છે. એથી કરીને આંતરરાષ્ટ્રીય લેણદેણુની પતાવટ માટેનું ધારણ સોનું હાય છે કારણ કે દુ`ભ ધાતુ તરીકે એનું પોતાનું સ્વતંત્ર મૂલ્ય હોય છે. એ લેણદેણુની પતાવટ સાનાના સિક્કાથી અથવા તેા સેાનાની લગડીઓથી કરવામાં આવે છે. પરંતુ દેશદેશ વચ્ચેના લેવડદેવડના વહેવારમાં દરેક વખતે જો સે!નાની આપલે કરવાની હોય તો એ તે ભારે અંતરાયરૂપ થઈ પડે અને આંતરરાષ્ટ્રીય વેપાર ભાગ્યે જ વિકસી શકે. વળી, એ રીતે તે દુનિયામાંથી જેટલા મૂલ્યનું સાનું પ્રાપ્ત કરી શકાય તેટલા જ મૂલ્યની વસ્તુઓના આંતરરાષ્ટ્રીય વેપાર થઈ શકે, કેમ કે વધારાના માલની કિંમત ચૂકવવા માટે ર્બીજું સોનું ન હોવાથી પરદેશ સાથેના વેપારના વધારે સોદા થઈ શકે નહિ. વપરાઈ ગયેલું સોનું છૂટું કરીને તે ફરી પાછું લાવવામાં આવે ત્યારે જ એ સાદા થઈ શકે. આ રીતે તેા, સેનાના જથ્થા અથવા પ્રમાણથી જ આંતરરાષ્ટ્રીય વેપાર મર્યાદિત રહે.
૧૩૭૮
પરંતુ એમ થતું નથી. ૧૯૨૯ની સાલમાં આખીયે દુનિયાનું સેાનાનાણું અગિયાર અબજ ડોલરનું હતું. એ જ વરસમાં એક દેશથી ખીજા દેશમાં મોકલાયેલા માલનું કુલ મૂલ્ય બત્રીસ અબજ ડૉલર હતું. લગભગ ચાર અબજ ડૉલરની પરદેશમાં લેાન આપવામાં આવી હતી તેમ જ પ્રવાસીએનાં ખરચ, પરદેશવાસીઓએ પોતાને દેશ માકલેલાં નાણાં, માલની અવરજવર અંગેનું ભાડું એ બધા પેટે પણ પરદેશામાં લગભગ ચાર અબજ ડૉલરનું લેણું ચૂકવવામાં આવ્યું હતું. આમ આંતરરાષ્ટ્રીય લેણું પતાવવાની કુલ રકમ · ચાળીસ અબજ ડોલરની એટલે કે કુલ સેાના નાણા કરતાં લગભગ ચારગણી થઈ.
તો પછી પરદેશાનું લેણું કેવી રીતે ચૂકવવામાં આવ્યું ? એ બધું લેણું સોનાથી તો ન જ ચૂકવી શકાય એ તે દેખીતું છે. સામાન્ય રીતે, એ લેણું એક પ્રકારનાં સહાયક નાણાં અથવા ચેક અને ડી કે વિનિમયપત્ર (બિસ ઍક એક્સ્ચેજ ) જેવાં શાખનાં કાગળિયાંઓથી ચૂકવવામાં આવે છે. એ કાળિયાં વેપારી પોતાના ઋણની રસીદના રૂપમાં પરદેશમાં મોકલે છે. એ કામકાજ વિદેશી હૂંડીઓની લેવડદેવડ અથવા વિનિમય કરનારી નાણાવટી
(