________________
નેતૃત્વ માટે ઇંગ્લેંડ અને અમેરિકા વચ્ચે ઝુંબેશ
૧૩૦૯
ઍ કા (એક્સ્ચેજ બૅંકા) મારફતે થાય છે. આ નાણાવટી બૅંકા જુદા જુદા દેશાના ખરીદ કરનારા તથા વેચનારાઓના સંપર્કમાં રહે છે અને તેની પાસે જે ક્રૂડી આવે છે તે પ્રમાણે તે પોતાની આવકજાવક જમાઉધાર કર્યાં કરે છે. જો કાઈ પ્રસંગે બેંક પાસે આવી ઝૂંડીઓ ખૂટી પડે તે તે સરકારી બૅડ અથવા લેાન કે આંતરરાષ્ટ્રીય ક ંપનીઓના શૅરો જેવાં દેશદેશાન્તરમાં સારી પેઠે જાણીતાં સરકારી કાળિયાં એટલે કે જામીનગીરીએ દ્વારા લેણું ચૂકવી શકે છે. એ શૅર તારથી વેચી અથવા ખીજાના નામ ઉપર ફેરવી શકાય છે અને એ રીતે દુનિયાને ખીજે છેડે લેણું તાત્કાલિક ચૂકવી શકાય છે.
આ રીતે, આંતરરાષ્ટ્રીય લેણુંદેની ચુકવણી મધ્યસ્થ નાણાવટી બૅ કા મારતે બિલ્સ ઑફ એક્સ્ચેજ એટલે કે દૂંડી જેવા વેપારી કાગળા અથવા જામીનગીરીઓ જેવા સરકારી કાગળેા દ્વારા થાય છે. વેપારની રોજેરોજની જરૂરિયાતને પહોંચી વળવા માટે આ બંને પ્રકારના કાગળા એટલે કે, બિલ્સ ઑફ એક્સ્ચેજ અથવા વિનિમયપત્ર, અને સિક્યુરિટિઝ અથવા જામીનગીરી એ
મેં કાએ પૂરતા પ્રમાણમાં રાખવાં જોઈએ. પોતાની પાસે કેટલું સેાનું તથા કેટલા આવા વિદેશી કાગળા છે તેની અવાડિક યાદી એ બૅંકા બહાર પાડે છે. સામાન્ય રીતે દેશાનું દેવું ચૂકવવા માટે સાનું પરદેશામાં મેકલવામાં આવતું નથી. પરંતુ કેટલીક વખત એવું બને છે કે ખીજી રીતે દેવું ચૂકવવા કરતાં સેનાથી ચૂકવવાનું સાંધુ થઈ પડે છે. એવા સંજોગામાં શરાફે સેાનું જ પરદેશ માકલી આપે છે.
સેાનાના ચલણવાળા દેશેામાં રાષ્ટ્રીય ચલણી નાણાંનું મૂલ્ય સેનાના મૂલ્યને ધારણે મુકરર કરવામાં આવેલું હોય છે. અને કાઈ પણ માણસ પોતાના લેણાની પતાવટમાં સેનાની માગણી કરી શકે છે. એથી કરીને એ બધાં ચલણાનું મૂલ્ય લગભગ નિશ્ચિત હાય છે અને તેમની અરસપરસ અદલાબદલી થઈ શકે છે, કેમ કે તેમના બદલામાં ગમે ત્યારે સાનું મેળવી શકાય છે. એની કિંમતમાં વધઘટ માત્ર એક દેશથી ખીજા દેશમાં સેનાની ધાતુ મોકલવામાં જેટલો ખર્ચ થાય તેટલી જ થવાના સંભવ રહે છે, કેમ કે, પોતાના દેશમાં જો કિંમત વધારે હોય તેા વેપારી ખીજા દેશમાંથી સેાનું સહેલાઈથી મેળવી શકે છે. આને સાનાની ચલણપદ્ધતિ કહેવામાં આવતી હતી. એ ચલણપદ્ધતિમાં જુદા જુદા દેશનાં ચલણી નાણાંનું મૂલ્ય સ્થિર રહેતું હતું અને એ પતિ નીચે ૧૯મી સદી દરમ્યાન અને છેક મહાયુદ્ધના સમય સુધી આંતરરાષ્ટ્રીય વેપારની વૃદ્ધિ થતી રહી હતી. એ ચલણપદ્ધતિ આજે પડી ભાગી છે અને એને પરિણામે નાણાંના વ્યવહાર બહુ વિચિત્ર બની ગયા છે અને મોટા ભાગના દેશાનાં નાણાં ચલણે આજે અસ્થિર બની ગયાં છે.