________________
હિંદના કારીગરવની દુશા
૯૧૧ મ
પણ લાંબા સમય સુધી રહેશે એમાં લેશ પણ શંકા નથી. પરંતુ ગ્રામીણુ અને કૃષિજીવનની સાથે સાથે અહીં આગળ નગરજીવન પણ વિકસ્યું હતું. આ નગરામાં કારીગરે તેમ જ શિલ્પીઓ એકઠા થયા અને સમૂહમાં માલ ઉત્પન્ન કરવાની પદ્ધતિ ત્યાં શરૂ થઈ. અર્થાત્ ત્યાં આગળ ૧૦૦ કે એથી વધારે માણસા કામ કરે એવાં નાનાં નાનાં કારખાનાંએ ઊભાં થયાં. બેશક આ કારખાનાંએની પાછળના સમયમાં યંત્રયુગમાં ઊભાં થયેલાં પ્રચંડ કારખાનાંઓ જોડે સરખામણી થઈ શકે એમ નથી. પરંતુ ઉદ્યોગવાદ શરૂ થયા તે પહેલાં પશ્ચિમ યુરોપમાં અને ખાસ કરીને નેધરલૅન્ડ્ઝમાં આવાં નાનાં નાનાં અનેક કારખાનાં હતાં.
હિંદુસ્તાન એ સમયે સક્રાંતિકાળમાંથી પસાર થતું હતું. તે પાકા માલ તૈયાર કરનાર દેશ હતા અને તેના શહેરામાં મધ્યમ વર્ગ ઊભા થઈ રહ્યો હતા. એ કારખાનાંઓના માલિકા મૂડીદારા હતા અને પાકા માલ તૈયાર કરાવવા માટે કારીગરને તે કાચા માલ પૂરો પાડતા હતા. યુરેાપમાં બન્યું તેમ વખત જતાં એ વ પણ બળવાન થાત અને પુરાણા ક્લ્યૂડલ વર્ગની જગ્યા લેત એમાં શંકા નથી. પરંતુ એ જ ઘડીએ અંગ્રેજ લેાકા વચ્ચે આવી પડયા. તેમનું આગમન હિંદના ઉદ્યોગને માટે જીવલેણ નીવડયું.
આરંભમાં તો ઇસ્ટ ઈંડિયા કંપનીએ હિંદના હુન્નરઉદ્યોગોને ઉત્તેજન આપ્યું, કેમકે એથી તેને સારી પેઠે કમાણી થતી હતી. હિંદના માલ વિદેશામાં વેચવાથી પોતાના દેશ ઇંગ્લંડમાં સેાનું ચાંદી ધસડાઈ આવતાં હતાં. પરંતુ ઇંગ્લેંડના કારખાનાંવાળાઓને આ જાતની હરીફાઈ પસદ નહોતી. એટલે ૧૮મી સદીના આરંભમાં તેમણે ઇંગ્લંડમાં આવતા હિંદી માલ ઉપર જકાત નાખવાને પોતાની સરકારને સમજાવી. કેટલીક હિંદી ચીજો તે ઇંગ્લંડ આવતી સદંતર બંધ કરી દેવામાં આવી અને મારી સમજ પ્રમાણે અમુક પ્રકારનું કાપડ જાહેરમાં પહેરવું એને ગુના બનાવવામાં આવ્યા. કાયદાની મદદથી તેઓ પોતાના આ બહિષ્કાર અમલમાં મૂકી શકતા હતા. પરંતુ આજે હિંદુસ્તાનમાં કાઈ બ્રિટિશ માલના બહિષ્કારની વાત સરખી પણ કરે તે તેને જેલમાં ધકેલી દેવામાં આવે છે! માત્ર હિંદના માલતા બહિષ્કાર કરવાની ઇંગ્લંડની નીતિથી હિંદને ઝાઝું નુકસાન ન થાત, કેમકે તેના માલ માટે હજી ખીજાં બજારો મેાજૂદ હતાં. પરંતુ એ સમયે હિંદના મોટા ભાગ ઉપર ઇસ્ટ ઇંડિયા ક ંપની મારતે ઇંગ્લેંડને કાબૂ હતા. એટલે ઇંગ્લંડે હિંદના ઉદ્યોગોને ભાગે પોતાના ઉદ્યોગોને આગળ ધપાવવાની નીતિ ઇરાદાપૂર્વક અખત્યાર કરી. કાઈ પણ પ્રકારની જકાત વિના બ્રિટિશ માલ હિંદમાં દાખલ થઈ શકતા હતા. અહીં આગળ ઇસ્ટ ઇંડિયા ક ંપનીનાં કારખાનાંઓમાં કામ કરવાને માટે કનડગત કરીને હિંદી કારીગરોને ફરજ પાડવામાં આવી. વળી મુલકી જકાત એટલે કે એક