________________
- ૧૭૦ જગતના ઇતિહાસનું રેખાદર્શન રહ્યાં. પરંતુ એમ છતાંયે, “૧૮મી સદીમાં હિંદ એક મોટા ઉદ્યોગપ્રધાન તેમ જ ખેતીપ્રધાન દેશ હત અને હિંદની હાથસાળો યુરોપ તથા એશિયાનાં બજારેને માલ પૂરો પાડતી હતી,” એવું હિંદના એક અર્થશાસ્ત્રી રમેશચંદ્ર દત્તે લખ્યું છે. પ્રાચીન કાળમાં હિંદ પરદેશના બજાર ઉપર કાબૂ ધરાવતું હતું એ હકીકત મેં આ પત્રમાં તને અવારનવાર કહી છે. મીસરનાં ૪૦૦૦ વરસ પુરાણાં મમીઓને હિંદની બારીક મલમલથી લપેટવામાં આવતાં હતાં. હિંદી કારીગરની નિપુણતા પૂર્વ તેમ જ પશ્ચિમના દેશોમાં મશહૂર હતી. હિંદનું રાજકીય પતન થયું ત્યારે પણ તેના કારીગરે પિતાનું હસ્તકૌશલ્ય ભૂલ્યા નહતા. હિંદમાં વેપારની તલાશમાં આવેલા બ્રિટિશ તેમ જ અન્ય વિદેશી વેપારીઓ કંઈ પરદેશી માલ વેચવા માટે અહીં નહોતા આવ્યા. તેઓ તે સુંદર તથા નાજુક અને બારીક બનાવટનો હિંદને માલ અહીંથી ખરીદીને યુરોપમાં ભારે નફાથી વેચવાને અર્થે અહીં આવ્યા હતા. આમ યુરોપના વેપારીઓ પ્રથમ કાચા માલને માટે નહિ પણ અહીંના પાકા માલ માટે એટલે કે ઉપગની તૈયાર વસ્તુઓ માટે આકર્ષાયા હતા. અહીંયાં આધિપત્ય મેળવ્યું તે પહેલાં ઈસ્ટ ઈન્ડિયા કંપની હિંદમાં બનેલું શણ, રેશમ અને ઊનનું કાપડ તથા ભાતીગર માલ વેચીને ભારે ફાયદાકારક રોજગાર ચલાવતી હતી. ખાસ કરીને હિંદ કાપડના ઉદ્યોગમાં એટલે કે રૂ, ઊન અને રેશમનો માલ બનાવવામાં ભારે નિપુણતા પ્રાપ્ત કરી હતી. રમેશચંદ્ર દત્ત કહે છે કે, “વણાટ એ પ્રજાને રાષ્ટ્રીય ઉદ્યોગ હતું અને કરડે સ્ત્રીઓ કાંતવાનું કામ કરતી.” હિંદનું કાપડ ઈંગ્લડ તેમ જ યુરેપના બીજા ભાગોમાં તથા ચીન, જાપાન, બ્રહ્મદેશ, અરબસ્તાન અને ઈરાન તથા આફ્રિકાના કેટલાક ભાગોમાં જતું હતું.
કલાઈવ ૧૭૫૭ની સાલમાં બંગાળના શહેર મુર્શિદાબાદનું વર્ણન કરતાં જણાવે છે કે, “એ શહેર લંડન શહેર જેટલું વિશાળ, ભરચક વસતીવાળું અને સમૃદ્ધ છે – બે વચ્ચે તફાવત માત્ર એટલું જ છે કે, લંડન કરતાં મુર્શિદાબાદમાં કેટલાક લેક પાસે અનેકગણી વધારે સંપત્તિ છે.' આ ખુદ પ્લાસીના યુદ્ધના વરસની વાત છે જ્યારે અંગ્રેજોએ બંગાળ ઉપર પિતાની પૂરેપૂરી સત્તા જમાવી હતી. પિતાના રાજકીય પતનની છેવટની ઘડીએ પણ બંગાળ સમૃદ્ધ તથા હુન્નરઉદ્યોગથી ભરપૂર હતું અને પિતાનું બારીક કાપડ તે દુનિયાના ભિન્નભિન્ન પ્રદેશમાં મોકલતું હતું. ઢાકા શહેર ખાસ કરીને તેની બારીક મલમલને માટે મશહૂર હતું અને તે એ વસ્તુ બહુ મોટા પ્રમાણમાં દેશાવર મેકલિતું હતું.
આમ હિંદુસ્તાનની સમાજ-વ્યવસ્થાએ એ સમયે કેવળ ખેતીપ્રધાન અને ગ્રામીણ અવસ્થા વટાવીને પ્રગતિની દિશામાં ઘણી આગળ કૂચ કરી હતી. હિંદુસ્તાન પ્રધાનપણે ખેતીવાડીને મુલક હતું, આજે પણ છે અને ભવિષ્યમાં