________________
9૧૨ જગતના ઇતિહાસનું રેખાદર્શન સ્થળેથી બીજે સ્થળે માલ લઈ જવા માટે ભરવી પડતી જકાત નાખીને હિંદના આંતરિક વેપાર ઉપર પણ ભારે ફટકો મારવામાં આવ્યો.
હિંદને કાપડ ઉદ્યોગ એટલે તે જામી ગયું હતું કે ઈગ્લેંડને યંત્રથી ચાલતા ઉદ્યોગ પણ શરૂઆતમાં તેની સાથે હરીફાઈ કરી શક્યો નહિ અને તેના રક્ષણ માટે બહારથી આવતા કાપડ ઉપર લગભગ ૮૦ ટકાની જકાત નાખવાની જરૂર પડી. ૧૯મી સદીના આરંભમાં અમુક પ્રકારનો રેશમી તથા સુતરાઉ માલ ઇંગ્લંડના બજારોમાં ત્યાંના બનેલા એવા માલ કરતાં ઘણી ઓછી કિંમતે વેચી શકાતે હતો. પરંતુ હિંદ ઉપર શાસન કરનાર ઈગ્લેંડે હિંદી હુન્નરઉદ્યોગોને કચરી નાખવાનો સંકલ્પ કર્યો હોય એ પરિસ્થિતિમાં એ વસ્તુ લાંબા વખત સુધી ટકી શકે એમ નહોતું. એ ગમે તેમ પણ તેમાં ઘટતા સુધારા થયા પછી ઈગ્લેંડના યંત્રોદ્યોગ સાથેની હરીફાઈમાં હિંદના ગૃહઉદ્યોગેની વસ્તુઓ લાંબા સમય સુધી ટકી શકે એમ નહોતું. કેમકે, મોટા પ્રમાણમાં માલ ઉત્પન્ન કરવા માટે યંત્રોદ્યોગની પદ્ધતિ ઘણી વધારે કાર્યસાધક છે. વળી એથી કરીને, ગૃહઉદ્યોગના માલ કરતાં એનો માલ ઘણે સે પડે છે. પરંતુ ઈંગ્લડે બળજબરીથી એ પ્રક્રિયાને ત્વરિત કરી અને બદલાયેલી પરિસ્થિતિ સાથે ધીમેધીમે પિતાને મેળ બેસાડતાં હિંદને રેર્યું. ૧
આમ સેંકડે વરસ સુધી જે “પૂર્વની દુનિયાનું લેંકેશાયર’ બની રહ્યું હતું અને જેણે ૧૮મી સદીમાં યુરોપને મોટા પ્રમાણમાં સુતરાઉ કાપડ પૂરું પાડ્યું હતું તે હિંદ પાકો માલ બનાવનાર દેશ તરીકેનું પિતાનું સ્થાન ખોઈ બેઠું અને કેવળ બ્રિટિશ માલનું ગ્રાહક બની રહ્યું. સામાન્ય રીતે હિંદમાં જે બનવું સંભવિત હતું તે ન બન્યું એટલે કે અહીંયાં યંત્ર ન આવ્યાં પણ તેને બદલે યંત્રમાં બનેલે માલ બહારથી આવ્યા. હિંદમાં બનેલે માલ વિદેશમાં લઈ જઈને તેને બદલે સેન્ચાંદી લાવનાર જે પ્રવાહ અહીંથી વહેતો હતો તે હવે ઊલટી દિશામાં વહેવા લાગ્યો. હવે પછી વિદેશી માલ હિંદમાં આવવા લાગ્યા અને સેન્ચાંદી બહાર જવા લાગ્યાં.
આ જબરદસ્ત હુમલાને પરિણામે હિંદને કાપડ ઉદ્યોગ પહેલવહેલે નાશ પામ્યો. અને ઈંગ્લંડમાં જેમજેમ યંત્રોદ્યોગની પ્રગતિ થતી ગઈ તેમ તેમ હિંદના બીજા ઉદ્યોગની પણ કાપડના ઉદ્યોગ જેવી જ દશા થઈ સામાન્ય રીતે તે દેશના ઉદ્યોગોને રક્ષણ તથા ઉત્તેજન આપવું એ દેશની સરકારની ફરજ હોય છે. રક્ષણ તથા ઉત્તેજનની વાત તે બાજુએ રહી પણ ઇસ્ટ ઇંડિયા કંપનીએ તે બ્રિટિશ ઉદ્યોગના માર્ગમાં આવતા હિંદના બધાયે ઉદ્યોગોને કચરી નાખ્યા. હિંદને વહાણે બાંધવાનો ઉદ્યોગ પડી ભાંગે, લુહાર વગેરે ધાતુઓને ઉદ્યોગ કરનારા કારીગરે પિતાને ધંધે ચલાવી ન શક્યા અને કાચ તથા કાગળ બનાવવાને ઉદ્યોગ પણ ધીમેધીમે ક્ષીણ થઈ ગયે.