________________
અંગ્રેજોના છત્ર નીચેની સ્વતંત્રતા કેવી હેય : ૧૧૭૧ ધારાસભાએ એ પ્રશ્ન વિચારણા માટે હાથ ધર્યો કે તરત જ ઈંગ્લેડથી ધમકીઓ આવવા લાગી કે એ ન થવું જોઈએ. ઈંગ્લેંડ એક સંપૂર્ણપણે આંતરિક અથવા ઘરગતુ બાબતમાં વચ્ચે પડે એ વસ્તુ ખરેખર અસાધારણ છે. પરંતુ માન્ય થયેલી હમેશની રીત મુજબ લઈ લૌઈડે આખરીનામું આપ્યું અને યુદ્ધ જહાજે માલ્ટાથી એલેકઝાંડિયાના બારામાં તત્કાળ આવી પહોંચ્યાં. નાહશ પાશાએ કંઈક અંશે નમતું આપ્યું અને થોડા માસ પછી, ધારાસભાની બીજી બેઠકમાં એ બાબત ઉપર વિચારણા ચલાવવાનું મુલતવી રાખવા તે કબૂલ થશે.
પરંતુ ધારાસભાની બીજી બેઠક થવાની જ નહોતી. રાજા ફાઉદ અને બ્રિટિશ કમિશનર એટલે કે પ્રત્યાઘાત અને સામ્રાજ્યવાદે નકકી કર્યું કે ધારાસભાને બેઅદબ રીતે વર્તવાની તક જ ન આપવી. આ કાવતરું અવનવી રીતે
જવામાં આવ્યું. નાહશ પાશા પિતાના ઉચ્ચ ચારિત્ય તેમ જ પ્રામાણિકપણું માટે જાણીતું હતું. એકાએક, એક પત્રના આધાર ઉપર (પાછળથી, એ પત્ર બનાવટી છે એમ જાણવામાં આવ્યું હતું.) નાહશ પાશા તથા વદ પક્ષના એક કષ્ટ આગેવાન ઉપર અપ્રામાણિકતાને આરોપ મૂકવામાં આવ્યું. આ બાબતમાં રાજમહેલના લેકે તથા અંગ્રેજો તરફથી ભારે પ્રચાર ચલાવવામાં આવ્યું. માત્ર મિસરમાં જ નહિ પણ બ્રિટિશ એજન્સીઓ તથા છાપાંઓના ખબરપત્રીઓએ પરદેશમાં પણ આ ખોટા આરોપનો ફેલાવો કર્યો. આ આપને બહાને રાજા ફાઉદે નાશ પાશાને વડા પ્રધાન તરીકેનું રાજીનામું આપવા જણાવ્યું. તેણે રાજીનામું આપવાની ના પાડી એટલે ફાઉદે તેને એ હોદ્ધા ઉપરથી બરતરફ કર્યો. હવે લેઈડ-ફાઉદ કાવતરાનું બીજું પગલું ભરવામાં આવ્યું. રાજાના હુકમથી ધારાસભાને મોકૂફ રાખવામાં આવી અને રાજ્યબંધારણમાં ફેરફાર કરવામાં આવ્યું. બંધારણની છાપાંની સ્વતંત્રતા અને બીજી સ્વતંત્રતાઓને લગતી કલમે રદ કરવામાં આવી અને સરમુખત્યારીની જાહેરાત કરવામાં આવી. આથી બ્રિટિશ છાપાંઓ તથા મિસરમાં વસતા યુરેપિયને હરખાવા લાગ્યા.
સરમુખત્યારી જાહેર કરવામાં આવી હતી છતાંયે ધારાસભાના સભ્ય એકઠા મળ્યા અને તેમણે નવી સરકારને ગેરકાનૂની જાહેર કરી. પરંતુ લેડ લેઈડ કે ફાઉદને આવી વસ્તુઓની સહેજ પણ પરવા નહોતી. “ કાયદો અને વ્યવસ્થાનું કાર્ય પ્રત્યાઘાત તથા સામ્રાજ્યવાદને ટેકો આપવાનું છે, અને તેમની સામેના હથિયાર તરીકે વાપરવું ન જોઈએ.
સરકારના ભારે દબાણ છતાયે નાહશ પાશા અને તેના સાથી સામે તેણે ચલાવેલે મુકદ્દમે નિષ્ફળ ગયે. તેમની સામેના આરે જૂઠા પુરવાર થયા. અને સરકારે (તેની કેવી ભારે ઉદારતા અને ન્યાયપરાયણતા) એ ચુકાદો છાપામાં