________________
૧૨૮ . જગતના ઇતિહાસનું રેખાદર્શન અને સૈન્ય ઊભું કરવામાં આવ્યું. માત્ર કેન્ટોનમાં જ નહિ પણ આખા ચીનમાં અને કંઈક અંશે પૂર્વના દેશમાં જાણવા જે ફેરફાર એ થઈ રહ્યો છે કે બધે ધાર્મિક સત્તાનું સ્થાન પાર્થિવ સત્તા લઈ રહી છે. એ શબ્દને સંકુચિત અર્થમાં, અલબત, ચીને કદીયે ધાર્મિક દેશ નહોતું. પરંતુ હવે તે વધુ પ્રમાણમાં પાર્થિવ બ. કેળવણી પહેલાં ધાર્મિક હતી તેને હવે પાર્થિવ બનાવવામાં આવી. કેટલાયે પ્રાચીન મંદિરે હવે જે ઉપયોગ કરવામાં આવે છે તે ઉપરથી પાર્થિવીકરણની આ પ્રક્રિયાને આપણને પ્રત્યક્ષ પુરાવો મળી રહે છે. કેન્ટનના એક સુપ્રસિદ્ધ મંદિરને હાલ પોલીસને તાલીમ આપવાની સંસ્થા તરીકે ઉપયોગ કરવામાં આવે છે! બીજી જગ્યાએ મંદિરોને શાકભાજીની મારકેટના સ્વરૂપમાં ફેરવી નાખવામાં આવ્યાં છે.
ડૉ. સુન-સાત-સેન ૧૯રપના માર્ચ માસમાં મરણ પામે પરંતુ કેન્ટોન સરકાર દિનપ્રતિદિન વધુ ને વધુ બળવાન બનતી ગઈ બેરોડીન તેને સલાહકાર હતો. થોડાક માસ પછી કેટલાક બનાવ બન્યા તેથી કરીને ચીની પ્રજા વિદેશી સામ્રાજ્યવાદીઓની સામે, ખાસ કરીને બ્રિટિશ લેકની સામે, ભારે રોષે ભરાઈ. શાંઘાઈની સુતરાઉ કાપડની મિલોમાં હડતાલ પડી અને ૧૯૨૫ના મે માસમાં કરવામાં આવેલા એક દેખાવમાં એક મજૂર મરણ પામે. તેની ઉત્તરક્રિયા નિમિત્તે સામુદાયિક પ્રાર્થના કરવાની લેજના કરવામાં આવી અને તેમાં બહુ મોટી સંખ્યામાં લેકોએ ભાગ લીધે. વિદ્યાથીઓ તથા મજૂરોએ સામ્રાજ્યવાદ વિરોધી દેખાવ કરવામાં એ પ્રસંગનો ઉપયોગ * કર્યો. એક બ્રિટિશ પિલીસ અમલદારે પિતાના હાથ નીચેની શીખ પોલીસ ટુકડીને એ ટોળા ઉપર ગેળીબાર કરવાનો હુકમ આપે. હુકમ જીવલેણ ગોળીબાર કરવા માટે હતું અને એને પરિણામે ઘણું વિદ્યાથીઓના જાન ગયા. આખાયે ચીનમાં અંગ્રેજો સામે ભારે કપની લાગણી ભભૂકી ઊઠી. અને એ પછી બનેલા એક બનાવે તે સ્થિતિ સાવ બગાડી મૂકી. એ બનાવ ૧૯૨૫ના જૂન માસમાં કેન્ટોનના શમીન નામથી ઓળખાતા વિદેશીઓના વસવાટના ભાગમાં બન્યું. ત્યાં આગળ મોટે ભાગે વિદ્યાથીઓના બનેલા ટોળા ઉપર મશીનગનથી ગોળી વરસાવવામાં આવી. એને પરિણામે પર જણ મરી ગયા અને એથીયે ઘણી મોટી સંખ્યામાં લેકે ઘાયલ થયા. “શમીનના હત્યાકાંડ' નામથી ઓળખાતા આ બનાવ માટે મુખ્યત્વે કરીને અંગ્રેજોને જવાબદાર ગણવામાં આવ્યા. કેન્ટોનમાં, બ્રિટિશ માલનો રાજકીય બહિષ્કાર જાહેર કરવામાં આવ્યો અને મહિનાઓ સુધી હોંગકૅગને વેપાર બંધ કરી દેવામાં આવ્યો. એથી કરીને બ્રિટિશ પેઢીઓ તથા બ્રિટિશ સરકારને ભારે ખેટમાં ઊતરવું પડયું. કદાચ તને ખબર હશે કે હોંગકૅગ એ દક્ષિણ ચીનમાં આવેલે બ્રિટિશના