________________
સમાજવાદી સેવિયેટનું સંયુક્ત રાજ્ય ૧૩૧૩ ૧૯૨૩ની સાલ પછી આ સંયુક્ત પ્રજાસત્તાકની સંખ્યામાં છેડે ફેરફાર થયો છે કેમકે, કેટલાક દાખલાઓમાં એક પ્રજાસત્તાકના ભાગલા પડીને તેમાંથી બે થયાં છે.
આજે એવાં સાત સંયુક્ત પ્રજાસત્તાક છે : ૧. રશિયાના સમાજવાદી સોવિયેટ પ્રજાસત્તાકનું સમવાયતંત્ર. ૨. વેત રશિયાનું સમાજવાદી સેવિયેટ પ્રજાસત્તાક ૩. યુક્રેનનું સમાજવાદી વિયેટનું પ્રજાસત્તાક. ૪. કેકેસસની પારનું સમાજવાદી સોવિયેટ પ્રજાસત્તાકોનું સમવાયતંત્ર. ૫. તુર્કમીનિસ્તાન અથવા તુર્કમીનનું સમાજવાદી સોવિયેટ પ્રજાસત્તાક. ૬. ઉઝબેક સમાજવાદી સેવિયેટનું પ્રજાસત્તાક ૭. તાજીકિસ્તાન અથવા તાજીક સમાજવાદી સેવિયેટનું પ્રજાસત્તાક
મંગેલિયા પણું સોવિયેટ રાજ્ય સાથે અમુક પ્રકારના સંબંધથી જોડાયેલું છે.
સોવિયેટ રાજ્ય આ રીતે અનેક પ્રજાસત્તાકોનું બનેલું સમવાયતંત્ર છે. એ સમવાયતંત્રમાં જોડાયેલાં કેટલાંક પ્રજાસત્તાક પોતે પણ સમવાયતંત્રે છે. આમ રશિયાનું સમાજવાદી પ્રજાસત્તાક એ બાર સ્વયંશાસિત પ્રજાસત્તાકેનું સમવાયતંત્ર છે, અને કોકેસસની પારનું સમાજવાદી પ્રજાસત્તાક આઝરબૈજન,
જ્યોર્જિયા તથા આર્મોિનિયાના એ ત્રણ પ્રજાસત્તાકનું સમવાયતંત્ર છે. આ પરસ્પર સંબંધ ધરાવતાં અને પરસ્પરાવલંબી પ્રજાસત્તાકે ઉપરાંત એ પ્રજાસત્તામાં બીજા કેટલાક “રાષ્ટ્રીય” અને “સ્વયંશાસિત પ્રદેશે પણ છે. દરેક પ્રજાને પિતાની ભાષા તથા સંસ્કૃતિ જાળવી રાખવાનું ઉત્તેજન આપવાના તેમ જ તેમને બની શકે એટલી વધારે સ્વતંત્રતા આપવાના ઉદ્દેશથી હરેક ઠેકાણે આટલા બધા પ્રમાણમાં સ્વયંશાસન દાખલ કરવામાં આવ્યું હતું. એક રાષ્ટ્રીય અથવા જાતિના સમૂહને બીજા રાષ્ટ્રીય કે જાતિના સમૂહ ઉપર આધિપત્ય ભગવતે ટાળવાને બની શકે એટલે પ્રયાસ કરવામાં આવ્યું છે. લઘુમતીના પ્રશ્નને સોવિયેટે કરેલે આ ઉકેલ આપણે માટે રસપ્રદ છે કેમ કે, આપણે પણ લઘુમતીના એક મુશ્કેલ કેયડાને ઉકેલ કરવાનું છે. સેવિયેટની એ બાબતની મુશ્કેલી આપણા કરતાં ઘણી વધારે હતી કેમ કે તેને તે જુદી જુદી ૧૮૨ પ્રજાઓ સાથે કામ લેવાનું હતું. એ પ્રશ્નનું તેણે કરેલું નિરાકરણ બહુ જ સફળ નીવડ્યું છે. નિરાળી પ્રત્યેક પ્રજાને માન્ય રાખવાની તેમ જ પિતાનું કામકાજ તથા કેળવણુ પિતાની ભાષા દ્વારા ચલાવવાનું ઉત્તેજન આપવાની બાબતમાં સેવિયેટ છેવટની હદ સુધી ગયું હતું. ભિન્ન ભિન્ન લઘુમતીઓની કેવળ જુદા પડવાની વૃત્તિને સંતોષવાને ખાતર જ નહિ પણ જનતાની સાંસ્કૃતિક તથા કેળવણી વિષયક સાચી પ્રગતિ સ્વભાષા દ્વારા જ થઈ શકે એવી માન્યતાથી