________________
.૧૩૧૪
જગતના ઇતિહાસનુ` રેખાદર્શીન
પ્રેરાઈ તે આમ કરવામાં આવ્યું હતું. અને એ નીતિને આજ સુધીમાં અસાધારણ સફળતા મળી છે.
સંયુક્ત રાજ્યમાં આવા પ્રકારની વિવિધતા દાખલ કરવાનું વલણ હોવા છતાંયે તેના જુદા જુદા ભાગે એકબીજાની વધુ તે વધુ નજીક આવી રહ્યા છે, ઝારશાહી એકકેન્દ્રી સરકારના અમલ નીચે તે કદી પણ એટલા નિકટ આવ્યા નહાતા. આમ થવાનું કારણ એ છે કે, તેમના આદર્શો સમાન છે તથા તે બધા એક જ કાર્યની સિદ્ધિને અથે સાથે મળીને કામ કરી રહ્યા છે. સિદ્ધાંતની દૃષ્ટિએ, પ્રત્યેક પ્રજાસત્તાકને જ્યારે પણ છૂટા થવું હેાય ત્યારે સયુક્ત રાજ્યમાંથી છૂટા પડી જવાને હક છે, પરંતુ એમ થવાના સંભવ બહુ જ ઓછે છે, કારણ કે મૂડીવાદી દુનિયાના વિરેોધની સામે ટકી રહેવા માટે સમાજવાદી પ્રજાસત્તાકાનું સમવાયતંત્ર એ અતિશય ફાયદાકારક છે.
એ સંયુક્ત રાજ્યનું પ્રધાન પ્રજાસત્તાક તો અલબત, રશિયાનું સમાજવાદી પ્રજાસત્તાક છે. તે લેનિનગ્રાડથી માંડીને આખા સાઇમેરિયાની આરપાર વિસ્તરેલું છે. શ્વેત રશિયાનું પ્રજાસત્તાક પોલેંડની પડેશમાં આવેલું છે. યુક્રેન દક્ષિણમાં કાળા સમુદ્રના કાંઠા ઉપર વિસ્તરેલું છે. એ રશિયાના કાર છે. કૈકેસસની પારનું પ્રજાસત્તાક તેના નામ પ્રમાણે કાકેસસ પહાડની પેલી બાજુએ કાસ્પિયન સમુદ્ર અને કાળા સમુદ્ર વચ્ચે આવેલું છે. કૈકેસસની પારના સમાજવાદી પ્રજાસત્તાકાના સમવાયતંત્રમાંનું એક પ્રજાસત્તાક આમિનિયાનું છે. તે લાંબા વખત સુધી તુř અને આર્માિનિયને વચ્ચેની યાદવાસ્થળીનું ક્ષેત્ર બની રહ્યું હતું. હવે સોવિયેટ પ્રજાસત્તાક તરીકે તે ઠરીઠામ થઈ ને શાંતિમય પ્રવૃત્તિઓમાં વળગ્યું હોય એમ જણાય છે. કાસ્પિયન સમુદ્રની પેલી બાજુએ મધ્ય એશિયાનાં તુ મીનિસ્તાન, ઉઝબેકિસ્તાન, તાકિસ્તાન એ ત્રણ પ્રજાસત્તાકા આવેલાં છે. એમાંનાં પહેલાં એમાં મુખારા અને સમરક ંદનાં જગમશહૂર શહેરે આવેલાં છે. તાકિસ્તાન અફધાનિસ્તાનની અડોઅડ ઉત્તરે આવેલું છે અને તે હિંદની નજીકમાં નજીકના સાવિયેટ પ્રદેશ છે.
મધ્ય એશિયાનાં આ પ્રજાસત્તાકા પરત્વે આપણા ખાસ રસ રહેલા છે કેમ કે મધ્ય એશિયા સાથે આપણા જુગ જુગ જૂના સબંધ છે. છેલ્લાં થોડાં વરસામાં તેમણે કરેલી અપૂર્વ પ્રગતિને કારણે તે તેએ આપણે માટે એથીયે વિશેષ આકર્ષક છે. ઝારના અમલ દરમ્યાન તે અતિશય પછાત અને વહેમમાં ફસાયેલા દેશે। હતા. કેળવણીનું તે ત્યાં નામનિશાન નહોતું અને ત્યાંની સ્ત્રીઓ માટે ભાગે પડદાની પાછળ ગોંધાયેલી હતી. આજે એ દેશ અનેક બાબતમાં હિંદની આગળ નીકળી ગયા છે.