________________
૧૩૯૪
જગતના ઇતિહાસનું રેખાદર્શન
૧૯૩૧ની સાલમાં ફ્રાંસ તથા અમેરિકા પાસેથી ઇંગ્લંડે ઉછીનાં લીધેલાં નાણાં તે પાછાં આપી શક્યું.
એ એક અજબ પ્રકારની ખીના છે કે જ્યારે દુનિયાના બધાયે દેશ - એમાં સૌથી ધનિક દેશોનો પણ સમાવેશ થાય છે — પોતપોતાનું સેાનું સાચવી રાખવા અને તેમાં વધારો કરવાના ભારે પ્રયાસ કરી રહ્યા છે ત્યારે હિંદુસ્તાન એથી સાવ ઊલટું જ કરી રહ્યું છે. અમેરિકા તથા ફ્રાંસની સરકારોએ પોતપોતાની બૅ કાના ભડારામાં બહુ મોટા જથ્થામાં સાનું એકઠુ કર્યું છે. પૃથ્વીના પેટાળમાંનાં જૅ કાનાં ભોંયરામાં માત્ર તેને ફરી પાછું દાટી રાખવાને અર્થે જ સાનાને ખાણેામાંથી ખાદી કાઢવું એ સાચે જ એક અજબ પ્રકારની ક્રિયા છે. ઘણા દેશોએ — એમાં બ્રિટનનાં સંસ્થાનાનો પણ સમાવેશ થાય છે સાનાની નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યો. એટલે કે કાઈ પણ માણસને દેશમાંથી સાનું બહાર લઈ જવાની મનાઈ કરી. પોતાનું સેાનું સાચવી રાખવાને માટે ઇંગ્લંડે સેાનાની ચલણપદ્ધતિ છેાડી દીધી. પરંતુ હિ ંદુસ્તાને આવું કશું કર્યું નહિ કેમ કે હિંદની નાણાંકીય નીતિ ઇંગ્લેંડને ફાયદો થાય તે ધારણે ઘડવામાં આવે છે.
હિંદમાં સેાનાચાંદીને સધરો કરી રાખવામાં આવે છે એવી વાત ઘણી વાર સંભળાય અને મૂઠીભર ધનિક લોકેાની બાબતમાં એ હકીકત સાચી પણ છે. પરંતુ આમજનતા તો ગરીબાઈમાં એટલી બધી ડૂબેલી છે કે તે કશીયે વસ્તુના સંગ્રહ કરી રાખવાની સ્થિતિમાં જ નથી. ક ંઈક સારી સ્થિતિના ખેડૂત પાસે ખૂજજાજ ધરેણાં હોય છે ખરાં અને માત્ર એ જ તેમના ‘સધરા' હાય છે. પોતાની પૂજી બૅંકામાં રાખવાની તેમને સગવડ નથી હોતી. મંદીને તથા સેાનાના ભાવ ચડવાને કારણે આ જૂજાજ ઘરેણાં તથા સાનું હિંદમાંથી ધસડાઈ ગયાં. હિંદમાં રાષ્ટ્રીય સરકાર હેત તે તેણે આ સેનું અનામત થાપણ તરીકે દેશમાં સધરી રાખ્યું હોત કેમ કે આંતરરાષ્ટ્રીય લેવડદેવડમાં દામ ચૂકવવાના સાધન તરીકે એક માત્ર સેનાને જ માન્ય રાખવામાં આવ્યું છે.
હવે આપણે ડૉલર સાથેની પાઉન્ડની ઝુબેશ વિષેની આપણી મૂળ વાત ઉપર આવીએ. આ બધી રીતેથી તેમ જ ીજી કેટલીક યુકિતપ્રયુકિતઓથી
જેને અહીં ઉલ્લેખ કરવાની જરૂર નથી, બૅંંક ઔફ્ ઇંગ્લ ંડે પોતાની સ્થિતિ સારી પેઠે મજબૂત બનાવી. ૧૯૭૨ની સાલમાં નસીબે તેને કંઈક હાથ દીધા. અમેરિકાનાં નાણાં જમનીમાં સ્થગિત થઈ રહેવાને કારણે એ વખતે યુનાઇટેડ સ્ટેટ્સના બૅંકાના વ્યહવારમાં કટોકટીની સ્થિતિ પેદા થઈ. એ કટોકટી દરમ્યાન ધણા અમેરિકાએ પોતાના ડૉલર વેચીને પાઉન્ડનું નાણુ ખરીદ્યું. આ રીતે બ્રિટિશ સરકારને ડૉલરના ચલણમાં પુષ્કળ દૂડીએ મળી.