________________
હેલર, પાઉન્ડ અને રૂપિયો
૧૩૯૩ તે કેટલા ઘઉં, કેટલાં કપડાં યા તે બીજી કોઈ પણ વસ્તુ તે કેટલી ખરીદી શકે છે તે તેનું સાચું મૂલ્ય છે. એમાં કશી દખલ ન કરવામાં આવે તે એ મૂલ્ય આપોઆપ પિતાનું ધોરણ શેધી લે છે. નાણાંની ખરીદશક્તિ ઘટવાથી ચલણના મૂલ્યમાં ઘટાડો થવા પામે છે. નાણાના મૂલ્યમાં કૃત્રિમ રીતે વધારે કરવાથી તેની ખરીદશક્તિમાં કૃત્રિમ વધારે થશે પરંતુ વાસ્તવમાં તે તેની સાચી ખરીદશક્તિ નથી હતી. આ રીતે ખેડૂતને માલૂમ પડયું કે, તેનું દેવું તથા વ્યાજ ચૂકવવામાં હવે પહેલાં કરતાં તેની વધારે આવક જાય છે અને તેના હાથમાં આવકને બહુ ઓછા હિરસે બાકી રહે છે. આ રીતે ૧૮ પિન્સના દૂડિયામણે હિંદુસ્તાનમાં મંદીમાં ઉમેરો કર્યો.
૧૯૩૧ના સપ્ટેમ્બર માસમાં પાઉન્ડના ચલણને સેના સાથેનો સંબંધ તેડી નાખવામાં આવ્યું એટલે એની સાથે રૂપિયાને સેના સાથેનો સંબંધ પણ તૂટી ગયે. પરંતુ તેને પાઉન્ડ સાથે બાંધી રાખવામાં આવ્યું. આમ દૂષિામણને દર તે હજીયે ૧૮ પેન્સને જ રહ્યો પરંતુ સેનાના રૂપમાં એની કિંમત ઘેડા પ્રમાણમાં ઘટી ગઈ. હિંદમાંની બ્રિટિશ મૂડીને આંચ ન આવે એટલા માટે રૂપિયાને પાઉન્ડના ચલણ સાથે બાંધી રાખવામાં આવ્યું, કેમ કે રૂપિયાને જે છૂટો મૂકી દેવામાં આવ્યા હતા તે કદાચ તેના મૂલ્યમાં ઘટાડે થાત અને એ રીતે હિંદમાંની પાઉન્ડના ચલણના રૂપમાં રોકાયેલી મૂડીને નુકસાન થાત. પણ આ રીતે રૂપિયાને પાઉન્ડ સાથે બાંધી રાખવામાં આવ્યું તેથી અમેરિકા, જાપાન વગેરે દેશની માત્ર બ્રિટિશ મૂડીને જ નુકસાન થયું, કેમ કે સેનાના રૂપમાં રૂપિયાની કિંમત ઘટી ગઈ હતી. રૂપિયાને પાઉડ સાથે બાંધી રાખવાથી ઇંગ્લંડને બીજો લાભ એ થયો કે, પિતાના ઉદ્યોગોને માટે તે જે કાચે માલ ખરીદતું હતું તેની કિંમત બ્રિટિશ ચલણમાં તે ચૂકવી શક્યું. પાઉન્ડના ચલણનું ક્ષેત્ર જેટલું વિશાળ એટલે તેને વધારે લાભ.
પાઉન્ડની સાથે રૂપિયાનું મૂલ્ય જેમ જેમ ઘટતું ગયું તેમ તેમ રવાભાવિક રીતે જ દેશમાંના સેનાની કિંમત વધી; એટલે કે સેનાના પહેલાં કરતાં વધારે રૂપિયા મળવા લાગ્યા. દેશમાં લેકોની હાડમારી તથા નાણાંભીડ વધી ગયાં અને પિતાનું દેવું પતવવાને અર્થે વધારે રૂપિયા મેળવવાને તેઓ ઘરેણાંગાંઠ વગેરેના રૂપમાં પોતાની પાસેનું સોનું વેચવાને પ્રેરાયા. આથી દેશભરમાંથી નાના નાના અસંખ્ય પ્રવાહના રૂપમાં સેનું આવીને બેંકમાં એકઠું થયું. અને એ બેંકોએ નફે લઈને તે લંડનના બજારમાં વેચ્યું. આ રીતે હિંદમાંથી સેનાનો અવિરત પ્રવાહ ઈંગ્લેંડ વહેવા લાગે અને ત્યાં બહુ મોટા પ્રમાણમાં સેનું મોકલવામાં આવ્યું. આ તેમ જ મિસરથી આવેલા સોનાએ બેંક ઓફ ઈંગ્લેંડ તથા બ્રિટનના નાણાં વ્યવહારને ઉગારી લીધાં અને એની મદદથી -