________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન અરબસ્તાનમાં અત્યારે મજૂદ છે એવી એક રેલવે વિષે મેં તને આગલા પત્રમાં કહ્યું હતું. એ હેજાઝ રેલવે છે અને તે મદીનાને સીરિયામાં અલપે આગળ બગદાદ રેલવે સાથે જોડે છે.
અરેબિયા ફેલસ” એટલે કે ભાગ્યશાળી અરબસ્તાન તરીકે ઓળખાતા અરબસ્તાનની દક્ષિણ-પશ્ચિમમાં આવેલા યમનને આ પત્રની શરૂઆતમાં ઉલ્લેખ કર્યો હતે. વાસ્તવમાં, લગભગ ઈરાનના અખાત સુધી ફેલાયેલા દક્ષિણ અરબસ્તાનના મોટા ભાગને એ નામ લાગુ પાડવામાં આવતું હતું. પરંતુ એ આખા ભાગને એ નામ આપવું એ બિલકુલ અનુચિત છે, કેમ કે તે તે વેરાન રણ છે. ભૂતકાળમાં એની બરાબર જાણ ન હોય અને એને લીધે એ ભૂલ થવા પામી હોય એ સંભવિત છે. છેક હમણું સુધી એ અજ્ઞાત પ્રદેશ હતે. શોધખોળ કરીને જેમને નકશે નહેતે બનાવવામાં આવ્યો એવાં પૃથ્વીની સપાટી ઉપરનાં, જે ગણ્યાંગાંધ્યાં સ્થાને હતાં તેમાંનું એ એક હતું.
૧૬૯ ઇરાક અને હવાઈ બૅબમારાની નીતિમત્તા
૭ જૂન, ૧૯૩૩ હવે આપણને એક આરબ દેશનું અવલોકન કરવાનું બાકી રહે છે. એ ઈરાક અથવા મેસોપોટેમિયા – તૈગ્રીસ અને યુક્રેટીસ નદી વચ્ચે આવેલે સમૃદ્ધ અને ફળદ્રુપ દેશ, પ્રાચીન કથાઓ, અરેબિયન નાઈટ્સ, બગદાદ તથા હારુન અલ રશીદની ભૂમિ, એ ઈરાન તથા અરબસ્તાનના રણની વચ્ચે આવેલું છે. દક્ષિણમાં તેનું મુખ્ય બંદર બસરા છે. તે ઈરાનના અખાતથી સહેજ દૂર નદી ઉપર આવેલું છે. ઉત્તરે એ તુકની સરહદને સ્પર્શે છે. ઇરાક અને તુક ખુર્દોના મુલક ખુર્દીસ્તાનમાં ભેગાં થાય છે. મેટા ભાગના ખુર્દ લેકેનો હાલ તુર્કીમાં સમાવેશ થાય છે. તુર્કી સામે સ્વતંત્રતા માટેની તેમની લડત વિષે હું તને કહી ગયે છું. પરંતુ ઇરાકમાં પણ ખુર્દોની ઠીક ઠીક વસતી છે અને તે ત્યાંની એક મહત્ત્વની લઘુમતી કેમ છે. તુક અને ઇંગ્લંડ વચ્ચે લાંબા વખત સુધી ઝઘડાના મૂળ સમાન બની રહેલું મેસલ આ ઇરાકના ઉત્તર ખુર્દ પ્રદેશમાં આવેલું છે; એને અર્થ એ કે તે અંગ્રેજોના કાબૂ નીચે છે. મેસલની પાસે જ સીરિયન લેકાનાં પ્રાચીન નગર નિનેવાનાં ખંડિયેર છે.
બીજા કેટલાક દેશોની જેમ ઈરાક માટે પણ ઇંગ્લંડને પ્રજાસંઘ તરફથી “મેન્ડેટ' મળે છે. પ્રજાસંઘની પરગજુ ભાષામાં મેન્ડેટ' એટલે પ્રજાસંધ તરફથી સેંપવામાં આવેલું “પવિત્ર ટ્રસ્ટ'. એની પાછળનો આશય એ હતું કે, જેને માટે “મેન્ડેટ” આપવામાં આવ્યો હતો તે પ્રદેશના