________________
૧૨૯૩
જગતના ઇતિહાસનુ` રેખાદર્શીન
જેને અનુભવ કરી રહી હતી તે ઉદ્યોગવાદની તેમ જ વેપારની મંદીને કારણે ઉદ્ભવેલી સČસામાન્ય મુશ્કેલીઓના પણુ જાપાનને સામને કરવાના હતા. દેશની આંતરિક સ્થિતિ જેમ જેમ વધુ ગંભીર બનતી ગઈ તેમ તેમ સામ્યવાદીઓ તથા ખીજા ઉદ્દામ વિચાર ધરાવનારાઓનું દમન વધુ ને વધુ કડક બનતું ગયું. ૧૯૨૫ની સાલમાં · સુલેહ શાંતિ જાળવવા માટેના કાયદો ’ પસાર કરવામાં આવ્યા. એની ભાષા અતિશય રમૂજી છે. એ કાયદાની પહેલી કલમ હું અહીંયાં ટાંકીશ. તે આ છે:
6
રાષ્ટ્રના રાજ્યબંધારણને બદલવાના અથવા તે મિલકતની ખાનગી માલકીની પદ્ધતિના નિષેધ કરવાના ઉદ્દેશથી જેમણે કોઈ પણ મંડળ કે સાઁધ સ્થાપ્યા હરો અથવા તા એને ઉદ્દેશ પૂરેપૂરી રીતે સમજીને જે એમાં જોડાયા હશે તેમને પાંચ વરસની કેદની સજાથી માંડીને દેહાંતદંડ સુધીની શિક્ષા કરવામાં આવશે.”
66
આ કાય અતિશય કડક છે અને તેમાં કૈવળ સામ્યવાદ સામે જ નહિ પણ સમાજવાદી, બંધારણીય કે કાઈ પણ પ્રકારના મૂળભૂત સુધારાએ કરવા સામે પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે. સામ્યવાદના વિકાસથી જાપાનની સરકાર કેટલી બધી ભડકી ગઈ હતી તે આપણને પ્રસ્તુત કાયદાની આ અતિશય કડકાઈ ઉપરથી માલૂમ પડે છે.
પરંતુ સામાજિક પરિસ્થિતિને કારણે પેદા થતી વ્યાપક હાડમારી અને વિટંબણાઓને લીધે સામ્યવાદ ઉદ્દભવે છે અને એ પરિસ્થિતિમાં સુધારો કરવામાં ન આવે ત્યાં સુધી કેવળ દમનથી કશુંયે વળી શકે એમ નથી. આજે જાપાનમાં આમ જનતા ભયંકર દુઃખ અને યાતનાઓ વેઠી રહી છે. હિંદુસ્તાન તથા ચીનની પેઠે ત્યાંના ખેડૂતવર્ગ દેવાના જબરદસ્ત ખાજા નીચે દબાયેલા છે. કરવેરા ખાસ કરીને ભારે લશ્કરી ખરચ અને યુદ્ઘને અંગેની જરૂરિયાતોને પહેાંચી વળવા માટેના બહુ જ ભારે છે. ભૂખમરો વેઠતા અને ધાસ તથા કંદમૂળ ખાઈ તે જીવવાના પ્રયત્ન કરતા તથા પોતાનાં બાળકાને પણ વેચી દેતા ખેડૂતોની વાતો સાંભળવામાં આવે છે. બેકારીને કારણે મધ્યમ વર્ગ પણ દુર્દશામાં આવી પડ્યો છે અને આપધાતનું પ્રમાણ વધી ગયું છે.
-
૧૯૨૮ની સાલના આરંભમાં મોટા પાયા ઉપર સામ્યવાદ સામેની જેહાદ શરૂ થઈ. એ વખતે એક જ રાતમાં એક હજાર માણસોની ધરપકડ કરવામાં આવી અને આમ છતાંયે છાપાંઓને એક મહિના કરતાંયે વધુ સમય સુધી એ હકીકત છાપવાની પરવાનગી આપવામાં આવી નહેતી. પોલીસાની ધાડ તથા સામુયિક ધરપકડા વરસાવરસ વારંવાર થવા લાગી. આવા પ્રકારની પેાલીસાની એક સૌથી મોટી ધાડ ૧૯૩૨ની સાલમાં પાડવામાં આવી. એ વખતે ૨૨૫૦ માણસોની ધરપકડ કરવામાં આવી. એમાંના મોટા ભાગના લેકૈા મજૂરો નહિ પણ વિદ્યાથી ઓ અને શિક્ષકા હતા. એમાં સેંકડા ગ્રેજ્યુએટ