________________
૮૧૨
જગતના ઇતિહાસનું રેખાદર્શન અને એસીરિયાના સામ્રાજ્યને અંત આણ્યો. આ ઈરાની આર્યોએ સિંધુ નદીના કિનારાથી ઠેઠ મિસર સુધી વિસ્તરેલું સામ્રાજ્ય ઊભું કર્યું. પુરાણકાળની દુનિયા ઉપર તેમણે પ્રભુત્વ જમાવ્યું હતું અને ગ્રીક હેવાલમાં તેના રાજકર્તાને વારંવાર “મહારાજા” તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યું છે. સાયરસ, દરાયસ, ઝર્સીસ ઈત્યાદિ આ “મહારાજાઓમાંના કેટલાકનાં નામો છે. દરાયસ તથા ઝસસે ગ્રીસ જીતી લેવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પરિણામે તેમની હાર થઈ હતી એ તને યાદ હશે. એ રાજવંશ આખાયમેની રાજવંશ તરીકે ઓળખાય છે. મહાન સિકંદરે તેને અંત આણ્યો ત્યાં સુધી એટલે કે ૨૨૦ વરસે સુધી એ રાજવંશે આ વિશાળ સામ્રાજ્ય ઉપર શાસન કર્યું. એસીરિયનો અને બેબિલેનના લેકેના અમલ પછી ઈરાનીઓને અમલ પ્રજાને માટે ભારે રાહત સમાન નીવડ્યો હશે. તેઓ સુધરેલા અને સહિષ્ણુ હાકેમે હતા. અને જુદા જુદા ધર્મો તથા સંસ્કૃતિઓની ખિલવણીને તેમણે અવકાશ આપે. આ પ્રચંડ સામ્રાજ્યને રાજવહીવટ સારો હતો તથા તેના જુદા જુદા ભાગોમાં અવરજવરના વ્યવહારની અનુકૂળતાને માટે ઠેર ઠેર સારા રસ્તાઓ પણ હતા. આ ઈરાનીએ હિંદમાં આવેલા આ સાથે નિકટના સંબંધથી સંકળાયેલા હતા. તેમના જ
રસ્તી ધર્મને આરંભકાળને વેદ ધર્મ સાથે નિકટને સંબંધ હતા. આર્યોના અસલ નિવાસસ્થાનમાં – પછી તે ગમે ત્યાં
– એ બંનેનું ઉગમસ્થાન એક જ હોવું જોઈએ.
આખાયમેનીદવંશી રાજાઓને મોટી મોટી ઈમારતે બંધાવવાને શેખ હતું. તેમના પાટનગર પરસેપેલીસમાં તેમણે મોટા મોટા મહેલે બંધાવ્યા– તેમણે મંદિર બંધાવ્યાં નથી – હતા. એ મહેલમાં અનેક થાંભલાઓ ઉપર ટેકવાયેલા વિશાળ ઓરડાઓ હતા. કેટલાંક ખંડિયેરે આ જબરદસ્ત ઇમારતને આજે પણ આપણને ખ્યાલ આપે છે. આ ખાયમેનદ સમયની કળાએ મૌર્ય. કાળની (અશક ઇત્યાદિના સમયની) કળા સાથે સંપર્ક રાખ્યું હોય તથા તેના ઉપર પિતાની અસર પાડી હોય એમ લાગે છે.
સિકંદરે “મહારાજા' દરાયસને હરાવ્યું અને આખાયમેનીદ વંશને અંત આણ્યું. એ પછી સિકંદરના સેનાપતિ સેલ્યુકસ અને તેના વંશજો નીચે ગ્રીક અમલને ટ્રકે યુગ અને તે પછી અર્ધ–વિદેશી રાજકર્તાઓના અમલ નીચેને ગ્રીક અથવા યુનાની અસરને એથી ઘણે લાંબે યુગ આવ્યો. દક્ષિણમાં બનારસ અને ઉત્તરે છેક મધ્ય એશિયા સુધી વિસ્તરેલા હિંદની સરહદ ઉપરના કુશાને એના સમકાલીન હતા. તેઓ પણ આ ગ્રીક કે યુનાની અસર નીચે આવ્યા હતા. આમ સિકંદર પછી ૫૦૦ કરતાંયે વધારે વરસો સુધી એટલે કે ઈશુ પછીની ત્રીજી સદી સુધી હિંદની પશ્ચિમને એશિયાને સમગ્ર પ્રદેશ ગ્રીક અસર નીચે રહ્યો હતો. પ્રધાનપણે આ અસર