________________
ઈરાનની પ્રાચીન પરંપરા ટકી રહે છે
( ૮૧૩ કળાવિષયક હતી. ઈરાનના ધર્મની બાબતમાં તેણે કશી દખલ ન કરી. તેને ધર્મ તે જરથોસ્તી જ રહ્યો. - ત્રીજી સદીમાં ઈરાનમાં રાષ્ટ્રીય પુનર્જાગ્રતિ થઈ અને નવ રાજવંશ સત્તા ઉપર આવ્યું. એ સાસાનીદ રાજવંશ હતે. તે ઉગ્રપણે રાષ્ટ્રવાદી હતા અને પુરાણું આખાયમેનીદ રાજવંશને વારસ હોવાને તેને દાવો હતે. ઉગ્ર રાષ્ટ્રવાદની બાબતમાં હમેશાં બનતું આવ્યું છે તેમ આ રાષ્ટ્રવાદ પણ સંકુચિત અને અસહિષ્ણુ હતે. પશ્ચિમે રોમન સામ્રાજ્ય તથા કન્ઝાન્ટિનેપલના બાઈઝેન્ટાઈન સામ્રાજ્ય અને પૂર્વે આગળ વધતી જતી તુર્ક જાતિઓની ભીંસમાં તેમને પ્રદેશ આવેલું હોવાથી તેને એવું સ્વરૂપ ધારણ કરવાની ફરજ પડી. આમ છતાંયે ૪૦૦ કરતાંયે વધારે વરસ સુધી એટલે કે ઇસ્લામના આગમન સુધી એ વંશ ટકી રહ્યો. સાસાનીદ અમલ દરમ્યાન જરથોસ્તી
બેદે સર્વસત્તાધીશ હતા. રાજ્ય તેમના ધર્મતંત્રના કાબૂ નીચે હતું અને તેઓ કેઈ પણ પ્રકારના વિરોધને સાંખી શકતા નહિ. આ સમય દરમ્યાન જ તેમના ધર્મગ્રંથ અવસ્તાને છેવટને પાઠ તૈયાર કરવામાં આવ્યો હતો એમ કહેવાય છે.
હિંદમાં એ ગુપ્ત સામ્રાજ્યની જાહેરજલાલીને કાળ હતો. કુશાન અને બૌદ્ધ યુગ પછી એને ઉદય પણ રાષ્ટ્રીય પુનરુત્થાનને કારણે થવા પામ્યા હતા. એ યુગમાં હિંદમાં કળા અને સાહિત્યની પુનર્જાગ્રતિ થઈ અને કાલિદાસ જેવા સંસ્કૃતના કેટલાક શ્રેષ્ઠ કવિઓ પણ એ કાળમાં થઈ ગયા. સાસાનીદ ઈરાન કળાના વિષયમાં ગુપ્ત હિંદના સંપર્કમાં હતું, એ દર્શાવનારાં ઘણાં ચિહ્નો મળી આવે છે. સાસાનીદ કાળનાં ગણ્યાંગાંડ્યાં ચિત્રો અને પ્રતિમાઓ આજે ઉપલબ્ધ છે પરંતુ જે ચેડાં મળી આવે છે તે ચેતન અને ગતિથી ભરેલાં છે. ખાસ કરીને પ્રાણીઓ અજટાના ભીંતચિત્રોને બહુ જ મળતાં આવે છે. સાસાનીદ કળાની અસર છેક ગેબીના રણ અને ચીન સુધી વિસ્તરી હોય એમ લાગે છે.
તેમના લાંબા શાસનકાળના અંતમાં સાસાનીદે નબળા પડ્યા અને ઈરાનની દુર્દશા થઈ. બાઈઝેન્ટાઈન સામ્રાજ્ય સાથેનાં લાંબાં યુદ્ધો પછી એ બંને સામ્રાજ્ય સાવ દુર્બળ બની ગયાં. પિતાના નવા ધર્મની ધગશથી ભરેલાં આરબ સૈન્યને ઈરાન જીતવું મુશ્કેલ નહોતું. સાતમી સદીના મધ્ય ભાગ સુધીમાં એટલે કે પેગમ્બર સાહેબને મરણને દશ વરસ પણ નહોતાં થયાં એટલામાં ઈરાન ખલીફના અમલ નીચે આવ્યું. મધ્ય એશિયા અને ઉત્તર આફ્રિકામાં ફેલાતાં આરબ જે પોતાની સાથે એ પ્રદેશમાં કેવળ પિતાને ન ધર્મ જ નહિ પણ પિતાની તણું અને વિકસતી જતી સંસ્કૃતિ પણ લઈ ગયાં. સીરિયા, મેસેપેટેમિયા અને મિસર વગેરે દેશોમાં સર્વત્ર આરબ સંસ્કૃતિ પ્રસરી