________________
સામસામા દાવપેચ
૧૨:૧
આ આર્થિક રાષ્ટ્રવાદની આણુ વતી હાય, ઇજારા અને રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે હરીફાઈઓ વધતી જતી હોય, તથા જર્જરિત થતા જતા મૂડીવાદમાંથી પેદા થતી ખીજી અનેક વસ્તુ મેાજૂદ હોય, તે સ્થિતિમાં દુનિયાભરમાં ભારે મુસીબતા અને હાડમારીઓ પેદા થાય એમાં કશું આશ્રય નથી. ખુદ આધુનિક સામ્રાજ્યવાદ એ પણ મૂડીવાદનું એક સ્વરૂપ જ છે, કેમ કે દરેક સામ્રાજ્યવાદી સત્તા બીજી પ્રજાઓનું શાષણ કરીને જ પોતાના રાષ્ટ્રના પ્રશ્નાને ઉકેલ કરે છે. આજની ઊર્ધ્વમૂલ અધઃશાખ દુનિયામાં બધી વસ્તુ જાણે અથડામણ તરફ જ દોરી જતી લાગે છે!
મહાયુદ્ધ પછીનાં વરસામાં નાણાંના વ્યવહાર બહુ વિચિત્ર પ્રકારના હતા એ વસ્તુ આ પત્રના આરંભમાં મે તને કહી હતી. જ્યારે ખીજી બધી જ વસ્તુઓના વ્યવહાર અસાધારણ પ્રકારના બની ગયા હોય ત્યારે આપણે નાણાંને દોષ દઈ શકીએ ખરાં?
૧૭૪, સામસામા દાવપેચ
૧૮ જૂન, ૧૯૩૩
મારા છેલ્લા એ પત્રા આર્થિક અને ચલણના પ્રશ્નોને અંગેના હતા. એ વિષયા બહુ જ ગૂઢ અને સમજવામાં મુશ્કેલ મનાય છે. એ બહુ સહેલા નથી અને એ સમજવા માટે ભારે માનસિક પરિશ્રમ કરવાની જરૂર પડે છે એ ખરું, પરંતુ ધારવામાં આવે છે એટલા ભયંકર કે ડરામણા તે નથી, અને એ વિષયાની આસપાસ ગૂઢતાનું વાતાવરણ ઊભું કરવામાં અર્થશાસ્ત્રી અને નિષ્ણાતા કંઈક અંશે જવાબદાર છે. પ્રાચીન કાળમાં ગહન વસ્તુઓના ઇજારા પુરોહિતા પાસે હતો અને સામાન્ય રીતે, વપરાતી મટી ગયેલી તથા લકાને ન સમજાય એવી ભાષામાં અનેક પ્રકારની ક્રિયા અને વિધિ કરીને તેમ જ અદશ્ય શક્તિ સાથે પોતાના સંપર્ક છે એવા ડેળ કરીને અજ્ઞાન લેકા ઉપર તે પેાતાના દોર ચલાવતા. પુરાહિતાની સત્તા આજે ઘણી ઓછી થઈ ગઈ છે અને ઔદ્યોગિક દેશોમાં તે તે લગભગ નષ્ટપ્રાય થઈ ગઈ છે. પુરાહિતાની જગ્યાએ હવે નિષ્ણાત અર્થશાસ્ત્રી, શરાફે અને એવા ખીજાએ ઊભા થયા છે. પ્રધાનપણે પારિભાષિક પદોની ખનેલી ગૂઢ ભાષામાં તે વાત કરે છે અને તે સમજવાનું સામાન્ય લેાકેા માટે મુશ્કેલ ખની જાય છે. આથી સામાન્ય માણસને આ પ્રશ્નોના નિર્ણય નિષ્ણાતો ઉપર છેડવા પડે છે. પરંતુ જાણ્યેઅજાણ્યે એ નિષ્ણાત ધણુંખરું શાસકવર્ગો સાથે સંકળાયેલા હોય છે અને તેઓ એ વર્ગોનાં હિતાને સાચવે છે. વળી નિષ્ણાતેમાં પણ અંદર અંદર મતભેદો હોય છે,