________________
૧૨૫૦
જગતના ઇતિહાસનું રેખાદર્શન આર્થિક રાષ્ટ્રવાદ, રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેના વેપારને શિથિલ કરે છે તથા તેને અટકાવે છે. આ રીતે દુનિયાવ્યાપી બજારની ખિલવણીને હાનિ પહોંચે છે. દરેક રાષ્ટ્ર ઇજારાને પ્રદેશ બની જાય છે અને તેના બજારને જકાત દ્વારા સુરક્ષિત બનાવવામાં આવે છે. આમ અબાધિત બજારને માટે સ્થાન રહેતું નથી. દરેક રાષ્ટ્રની અંદર પણ ઈજારાઓ વધવા પામે છે અને અબાધિત તથા ખુલ્લાં બજારો ધીમે ધીમે નાશ પામે છે. મોટાં મોટાં ટ્રસ્ટ, (ઘણા વેપારીઓએ એક થઈને ઊભી કરેલી વેપારી પેઢી), ગંજાવર કારખાનાઓ તથા મેટી મેટી દુકાને, નાના ઉત્પાદક, તથા નાના દુકાનદારને ગળી જાય છે અને એ રીતે હરીફાઈને અંત આણે છે. અમેરિકા, ઇંગ્લેંડ, જર્મની, જાપાન અને બીજા ઔદ્યોગિક દેશમાં આવા રાષ્ટ્રવ્યાપી ઇજારાઓ પવનવેગે ઊભા થયા અને એ રીતે ગણ્યાગાંઠ્યા માણસેના હાથમાં સત્તા કેન્દ્રિત થવા પામી. પટેલ, સાબુ, રાસાયણિક પદાર્થો, યુદ્ધસરંજામ, બે કે અને બીજી અનેક વસ્તુઓના એવા પ્રકારના ઈજારાઓ ઊભા થયા છે. આ બધાનાં વિચિત્ર પરિણામે આવે છે. વિજ્ઞાનના વિકાસ તથા મૂડીવાદની પ્રગતિનું એ અનિવાર્ય પરિણામ છે અને આમ છતાંયે તે મૂડીવાદના ખુદ મૂળ ઉપર ઘા કરે છે. કેમ કે મૂડીવાદનો આરંભ દુનિયાવ્યાપી અને મુક્ત અથવા બાધારહિત બજારથી થયો છે. હરીફાઈ એ મૂડીવાદના જીવનને શ્વાસોશ્વાસ હતે. દુનિયાવ્યાપી બજારને અંત આવે અને તે જ પ્રમાણે દેશની અંદરના બાધારહિત બજાર તથા હરીફાઈનો પણ અંત આવે તે આ જરીપુરાણી મૂડીવાદી સમાજવ્યવસ્થાને પાયે જ તૂટી પડે. એને સ્થાને કેવી વ્યવસ્થા આવશે તે વળી જાદી વસ્તુ છે, પરંતુ આ પરસ્પર વિરોધી વલણવાળી જૂની વ્યવસ્થા લાંબા વખત સુધી ટકી શકે એમ નથી એમ જણાય છે.
વિજ્ઞાન તેમ જ ઔદ્યોગિક પ્રગતિ મેજૂદ સમાજવ્યવસ્થાથી ઘણાં આગળ વધી ગયાં છે. ખોરાક તેમ જ જીવનને ઉપયોગી બીજી ચીજો તેઓ જબરદસ્ત પ્રમાણમાં ઉત્પન્ન કરે છે, પરંતુ એની શી વ્યવસ્થા કરવી એની મૂડીવાદને કશી ગતાગમ નથી. સાચે જ, ઘણી વાર તે તે એ વસ્તુઓને નાશ કરે છે અથવા તે ઉત્પાદનને મર્યાદિત કરે છે. અને એથી કરીને જ, અઢળક સમૃદ્ધિ અને કારમું દારિદ્ય એકબીજાને પડખે મેજૂદ હેવાનું દશ્ય આપણી નજરે પડે છે. આધુનિક વિજ્ઞાન અને ઉત્પાદનની કળાને ઉપયોગમાં લેવા જેટલી પ્રગતિ મૂડીવાદે સાધી ન હોય તે વિજ્ઞાન સાથે જેને વધારે મેળ હોય એવી બીજી કોઈ વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. વિજ્ઞાનને રૂધી નાખીને તેને આગળ વધતું અટાવી દેવું એ બીજો એક રસ્તે છે. પરંતુ એમ કરવું એ તે મૂર્ખાઇભર્યું ગણાય, અને ગમે તેમ છે પણ એની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.