________________
૯૫૮
જગતના ઇતિહાસનું રેખાદર્શન
તથા નવી યાનીઓ ઉત્પન્ન કરી શકે તો પછી કરડા વરસે દરમ્યાન પ્રકૃતિ અથવા કુદરત એ દિશામાં શું ન કરી શકે ? લંડનના સાઉથ કેન્સિંગટન મ્યૂઝિયમ જેવા કાઈ પ્રાકૃતિક સંગ્રહસ્થાનની મુલાકાત લેવાથી છેડવાએ તેમ જ પ્રાણીઓ નિરંતર કુદરતને કેવાં અનુકૂળ થતાં રહે છે એ આપણને જણાશે.
આજે તે આ બધું આપણને દીવા જેવું સ્પષ્ટ લાગે છે. પરંતુ ૭૦ વરસ પહેલાં એ એટલું સ્પષ્ટ નહેતું લાગતું, ઈશુની પૂવે માત્ર ૪૦૦૪ વરસ પહેલાં સૃષ્ટિની ઉત્પત્તિ થયાના બાઇબલના હેવાલ તથા પ્રત્યેક છોડ અને પ્રાણી ઈશ્વરે અલગ અલગ બનાવ્યાં અને છેવટે તેણે માણસ બનાબ્યો એ વસ્તુ ત્યાર સુધી યુરોપના ઘણાખરા લેાકેા માનતા હતા. વળી તે જળપ્રલય થયાની તેમ જ કાઈ પણ પ્રાણી-યાની નાશ ન પામે એટલા માટે તે વખતે મુહાના હાડકામાં હરેક પ્રકારના પ્રાણીનાં નર માદાનાં જોડકાં રાખવામાં આવ્યાં હતાં એ વાતમાં પણ શ્રદ્ઘા રાખતા હતા. ડાર્વિનના સિદ્ધાંત સાથે આ બધી વાતોને મેળ બેસતા નહોતા. ડાર્વિન અને બીજા ભૂસ્તરશાસ્ત્રીઓ પૃથ્વીનું આયુષ્ય કરાડે વરસનું છે, માત્ર ૬૦૦૦ વરસનું નહિ, એમ કહેતા હતા. આથી માણસાના મગજમાં ભારે સંકલ્પવિકલ્પો પેદા થયા અને એ સ્થિતિમાં શું કરવું એની ધણાયે સજ્જન લેાકેાને સમજ પડતી નહેાતી. તેમની જૂની શ્રદ્ધા તેમને એક વસ્તુ માનવાનું કહેતી હતી અને તેમની બુદ્ધિ ખીજું જ કહેતી હતી. લાકા કાઈ પણ વસ્તુ અધપણે માનતા હોય અને તેમની તે માન્યતાને જ્યારે આધાત પહોંચે ત્યારે તે લાચાર અને દુઃખી થઈ જાય છે અને સ્થિર ઊભા રહેવા માટે તેમને નક્કર જમીન રહેતી નથી. પરંતુ જે આદ્યાત આપણને ખરી વસ્તુસ્થિતિનું ભાન કરાવે તે સારી વસ્તુ છે.
'
આ રીતે ઇંગ્લંડ તેમ જ યુરોપમાં અન્યત્ર ધમ અને વિજ્ઞાન વચ્ચે ભારે વિવાદ અને ઝઘડા ઊભા થવા પામ્યા. એનાં પરિણામ વિષે કશી શકા નહેાતી. ઉદ્યોગા અને યાંત્રિક વાહનવ્યવહારની નવી દુનિયાના આધાર વિજ્ઞાન ઉપર હતો અને એવા વિજ્ઞાનને ફેંકી દઈ શકાય એમ નહતું. વિજ્ઞાનની સત્ર જીત થઈ અને કુદરતની વિામણુ ' તથા ‘ શ્રેષ્ઠના ટકાવ ' વગેરે લેકાની રાજિંદી ભાષાની ઉક્તિ બની ગઈ. જોકે લકા તો પૂરેપૂરો અર્થ સમજ્યા વિના જ તેમને ઉપયોગ કરતા હતા. · મનુષ્યના અવતાર' નામના પોતાના પુસ્તકમાં ડાવિતે એવું સૂચવ્યું છે કે મનુષ્ય અને એપ નામના વાંદરાને કાઈ એક જ પૂજ હોવા જોઈ એ, વિકાસક્રમની જુદી જુદી કક્ષાના દાખલાએ આપીને એ વસ્તુ પુરવાર થઈ શકે એમ નહેતું. એના ઉપરથી ખૂટતી કડી ની પ્રચલિત મશ્કરી પેદા થઈ. પણ અજાયબીની વાત તો એ છે કે, શાસક વર્ગોએ પેાતાને ફાવટ આવે એ રીતે ડાર્વિનના સિદ્ધાંતને મચડયો. એ સિદ્ધાંત પેાતાની શ્રેષ્ઠતાના એક વળી વધારે પુરાવા પૂરા પાડે છે એમ
'