________________
ડાર્વિન અને વિજ્ઞાનને વિજય તેઓ ખાતરીપૂર્વક માનવા લાગ્યા. જીવનસંગ્રામમાં છેવટ સુધી ટકી રહેવા માટે તેઓ સૌથી વધારે યોગ્ય હતા એટલે “કુદરતની વિણામણુ'ના સિદ્ધાંત પ્રમાણે તેઓ સૌથી આગળ આવ્યા અને શાસકવર્ગ બન્યા. એક વર્ગના બીજા વર્ગ ઉપર કે એક જાતિના બીજી જાતિ ઉપરના પ્રભુત્વના સમર્થનમાં પણ આ દલીલ થવા લાગી. સામ્રાજ્યવાદ તથા ગેરી પ્રજાઓની શ્રેષ્ઠતા સાબિત કરવા માટે પણ એ છેવટની દલીલ થઈ પડી. અને પશ્ચિમના ઘણા લેકે એમ માનવા લાગ્યા કે તેઓ જેટલા પ્રમાણમાં વધારે ઘમંડી, વધારે નિષ્ફર અને વધારે સશક્ત તેટલા પ્રમાણમાં તેઓ માનવતાના ગુણોની કક્ષામાં વધારે ઊંચા હતા. આ કંઈ આનંદદાયી ફિલસૂફી નથી પરંતુ એ દ્વારા એશિયા અને આફ્રિકામાંની પશ્ચિમની સામ્રાજ્યવાદી સત્તાઓનું વર્તન આપણે કેટલેક અંશે સમજી શકીએ છીએ.
પાછળથી, બીજા વૈજ્ઞાનિકોએ ડાર્વિનના સિદ્ધાંતોની ટીકા કરી છે પણ તેના સામાન્ય વિચારો તે આજે પણ માન્ય રાખવામાં આવે છે. એના સિદ્ધાંતના સામાન્ય સ્વીકારનું એક પરિણામ એ આવ્યું કે, માણસે વિકાસ યા પ્રગતિના સિદ્ધાંતમાં માનતા થયા. એટલે કે, મનુષ્ય, સમાજ તેમ જ એકંદરે સમગ્ર દુનિયા દિનપ્રતિદિન પૂર્ણતા તરફ જઈ રહ્યાં છે અને ઉત્તરોત્તર વધારે ને વધારે સુધરતાં જાય છે. વિકાસ યા પ્રગતિને આ વિચાર કે ખ્યાલ એ કેવળ ડાર્વિનના સિદ્ધાંતોનું જ પરિણામ નહે. વૈજ્ઞાનિક શોધખોળના સમગ્ર પ્રવાહ તથા ઔદ્યોગિક ક્રાંતિએ આણેલાં પરિવર્તને લેકનાં માનસને એને માટે તૈયાર કર્યા હતાં. ડાર્વિનના સિદ્ધાંતોએ એનું સમર્થન કર્યું અને લેકે ગર્વથી માનવા લાગ્યા કે એક પછી બીજા વિજય તરફ કૂચ કરતા કરતા તેઓ પૂર્ણતાના ધ્યેયની – એ ધ્યેય ચાહે તે હે – દિશામાં આગળ ને આગળ જઈ રહ્યા છે. વિકાસ યા પ્રગતિને આ ખ્યાલ એ સાવ નો જ ખ્યાલ હતે એ બીને બહુ જ રસિક છે. ભૂતકાળમાં યુરોપ કે એશિયામાં અથવા તો કોઈ પણ જૂની સંસ્કૃતિમાં આવા ખ્યાલની હસ્તી હોય એમ જણાતું નથી. યુરોપમાં છેક ઔદ્યોગિક ક્રાંતિના સમય સુધી લેકે ભૂતકાળને આદર્શ યુગ તરીકે અથવા કહે કે, સત્યયુગ તરીકે લેખતા હતા. ગ્રીસ અને રોમના પ્રાચીન ઉન્નતિકાળને એ પછીના યુગે કરતાં વધારે સારે, આગળ વધેલ અને સંસ્કારી ગણવામાં આવતો હતો. ત્યાર પછી ઉત્તરોત્તર અવનતિ થતી ગઈ અથવા માણસજાત ઊતરતી ગઈ અથવા તે તેમાં કશે જાણવા જે ફેરફાર ન થયો એમ લેકે તે વખત સુધી માનતા હતા.
હિંદમાં પણ સત્યયુગ પછી ઉત્તરોત્તર અવનતિ થતી ગઈએ ખ્યાલ મેજૂદ છે. હિંદનાં પુરાણ ભૂસ્તરવિદ્યાના યુગની પેઠે બહુ જ મોટા ગાળાથી સમયની ગણતરી કરે છે. પરંતુ તેને આરંભ હમેશાં મહાન સત્યયુગથી થાય છે અને આજના અનિષ્ટ કાળ કળિયુગ સુધી આવી પહોંચે છે.