________________
૧૦૦૨
જગતના ઇતિહાસનું રેખાદર્શન આવે છે. પરંતુ એને એ અર્થ બરાબર નથી. કેમ કે એમાં પૂરેપૂરી સક્રિયતા રહેલી છે. અહિંસા એ એનું મહત્વનું અંગ છે છતાંયે તે કેવળ અપ્રતિકાર પણ નથી. આ અહિંસક લડતથી ગાંધીજીએ હિંદ તેમ જ દક્ષિણ આફ્રિકાને છક કરી દીધાં અને દક્ષિણ આફ્રિકામાં હજારોની સંખ્યામાં સ્વેચ્છાપૂર્વક જેલ જનાર આપણું દેશભાઈઓ તથા બહેનની વાત હિંદના લોકોએ ગર્વ અને આનંદથી ઊભરાતા હૃદયે જાણું. આપણું પરાધીનતા તથા આપણા દેશમાંની આપણું પામરતાથી આપણું અંતરમાં આપણે શરમાયા અને આપણી પ્રજા વતીના આ વીરતાભર્યા પડકારના દૃષ્ટતે આપણું પિતાનું સ્વમાન વધાર્યું. આ મુદ્દાની બાબતમાં હિંદમાં એકાએક રાજકીય જાગૃતિ આવી અને નાણુને પ્રવાહ દક્ષિણ આફ્રિકા તરફ વહેવા લાગ્યા. ગાંધીજી તથા દક્ષિણ આફ્રિકાની સરકાર સમજૂતી પર આવ્યાં ત્યારે લડત બંધ કરવામાં આવી. એ વખતે તે હિંદના ધ્યેયને એ નિઃશંક વિજય હતું પરંતુ હિંદીઓની ઘણી હાડમારીઓ ચાલુ રહી અને એમ કહેવાય છે કે દક્ષિણ આફ્રિકાની સરકારે જૂના કરારને પાળ્યું નથી. દરિયાપારના દેશોમાં વસતા હિંદીઓને પ્રશ્ન હજી આપણી સમક્ષ છે. એ હિંદ સ્વતંત્ર થાય ત્યાં સુધી રહેવાને. પિતાના દેશમાં જ તેમનું માન ન હોય તે પછી પરદેશમાં હિંદીઓને માન
ક્યાંથી મળી શકે? અને આપણા દેશમાં સ્વતંત્રતા મેળવવામાં આપણે સફળ ન થઈએ ત્યાં સુધી પરદેશમાં વસતા આપણું દેશબંધુઓને આપણે ઝાઝી મદદ કેવી રીતે કરી શકીએ?
મહાયુદ્ધ પહેલાંનાં વરસોમાં હિંદની આ સ્થિતિ હતી. ૧૯૧૧ની સાલમાં ઈટાલીએ તુક ઉપર હુમલો કર્યો ત્યારે હિંદમાં તુર્કી માટે ભારે સહાનુભૂતિ હતી કેમ કે તુર્કીને એશિયાને દેશ અને પૂર્વનું રાજ્ય ગણવામાં આવતું હતું અને એ રીતે હિંદીઓની તેના પ્રત્યે ભલી લાગણી હતી. હિંદના મુસલમાને ઉપર એની ખાસ અસર થવા પામી હતી કેમ કે, તુર્કીના સુલતાનને તેઓ પિતાને ખલીફ અથવા ઇસ્લામના વડે ગણતા હતા. એ દિવસોમાં ઇસ્લામના એકીકરણની વાત પણ થવા લાગી હતી. તુકના સુલતાન અબ્દુલ હમીદે ઇસ્લામના એકીકરણની એ ચળવળ શરૂ કરી હતી. ૧૯૧૨-૧૩ના બાલ્કન વિગ્રહએ હિંદના મુસલમાનેને વળી વધારે ઉત્તેજિત કર્યા અને મૈત્રી અને શુભેચ્છાના એક ચિહ્ન તરીકે તુર્કીના ઘાયલ સૈનિકોની સારવાર કરવાને અર્થે “રેડ ક્રેસંટ મિશન” નામથી એક દાક્તરી મિશન હિંદથી ગયું.
થેડા જ વખતમાં મહાયુદ્ધ શરૂ થયું અને તુર્કી ઈંગ્લંડના દુશ્મન તરીકે તેમાં સંડોવાયું. પરંતુ એ વસ્તુ આપણને યુદ્ધકાળમાં લઈ જાય છે એટલે મારે અહીં અટકવું જોઈએ.