________________
૧૪૮૯
બનીને ઊભું છે. કેમ કે, ઇંગ્લંડ તથા ફ્રાંસે છેલ્લા થોડા માસ દરમ્યાન ભલેને રશિયાની અવગણના કરી હોય પરંતુ તે આજે એક બળવાન સત્તા બન્યું છે. કેટલીક બાબતોમાં, ખાસ કરીને ઉત્પન્ન કરવામાં આવેલા માલના ગુણની દૃષ્ટિએ જો કે તેને નિષ્ફળતા મળી છે પરંતુ એકંદરે જોતાં પહેલી પંચવર્ષી યોજના સફળ થઈ છે. ત્યાંના કારીગર તાલીમ વિનાના હતા તેમ જ માલની લાલજા કરવાની વ્યવસ્થા પણ ઘણે અંશે નિષ્ફળ નીવડી હતી. ભારે ઉદ્યોગ ઉપર બધું લક્ષ કેન્દ્રિત કરવામાં આવ્યું હોવાને કારણે રેજના વપરાશના માલની તંગી પેદા થવા પામી હતી અને તેને લીધે પ્રજાનું જીવનનું ધોરણ જરા નીચું પડયું હતું. પરંતુ રશિયાને ઝડપથી ઔદ્યોગિક તેમ જ તેની ખેતીને સામૂહિક બનાવીને એ જનાએ તેની ભાવિ પ્રગતિનો પાયો નાખે. બીજી પંચવર્ષ
જનામાં (૧૯૩૩-૩૭) ભારે ઉદ્યોગોને બદલે હળવા ઉદ્યોગે ઉપર વધારે ભાર મૂકવામાં આવ્યો. એ યોજનાને હેતુ પહેલી જનાની ઊણપ દૂર કરવાને તેમ જ રોજના વપરાશની વસ્તુઓ પેદા કરવાનો હતે. એમાં ભારે પ્રગતિ થઈ લેકેનું જીવનનું ધોરણ ઊંચું થયું અને હજી પણ તે સતતપણે ઊંચું થતું જાય છે. સંસ્કૃતિ અને કેળવણીના ક્ષેત્રમાં તેમ જ બીજી અનેક બાબતમાં આખાયે સેવિયેટ રાજ્યમાં થયેલી પ્રગતિ અદ્ભુત છે. આ પ્રગતિ ચાલુ રાખવાને તેમ જ પિતાની સમાજવાદી અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવાને તે ઇંતેજાર હતું તેથી આંતરરાષ્ટ્રીય બાબતેમાં રશિયાએ સુલેહશાંતિની નીતિ અખત્યાર કરી હતી. પ્રજાસંધમાં તેણે મોટા પ્રમાણમાં નિઃશસ્ત્રીકરણ કરવાની, સામૂહિક સલામતીની તેમ જ આક્રમણ કરનાર સામે બધી સત્તાઓએ એકત્ર થઈને પગલાં ભરવાની નીતિનું સમર્થન કર્યું. મૂડીવાદી મહાન સત્તાઓને અનુકૂળ થવાને તેણે પ્રયત્ન કર્યો તેમ જ સામ્યવાદી પક્ષોએ બીજા પ્રગતિશીલ પક્ષે સાથે મળીને “પ્રજાકીય પક્ષે” સ્થાપવાના પ્રયાસો કર્યા. '
તેણે એકંદરે આટલી બધી પ્રગતિ કરી હતી તેમ જ પિતાનો વિકાસ સાબે હવે તે છતાંયે આ સમય દરમ્યાન સોવિયેટ રાજ્યને ભારે આંતરિક કટોકટીમાંથી પસાર થવું પડયું. સ્ટેલિન અને ટ્રસ્ટી વચ્ચેના ઝઘડા વિષે તો હું તને કહી ગયો છું. પ્રચલિત વ્યવસ્થાથી અસંતુષ્ટ બનેલા ભિન્ન ભિન્ન પ્રકારના લેકે ધીમે ધીમે એકત્ર થયા અને એમ કહેવાય છે કે, એમાંના કેટલાક લે કે તે ફાસિસ્ટ સત્તાઓ સાથે મળી જઈને સેવિયેટ સામેના કાવતરામાં પણ ભળ્યા. સેવિયેટના જાસૂસી ખાતાના વડે યોગડા પણ એવા કે સાથે ભળે હતે એમ કહેવામાં આવે છે. ૧૯૩૪ના ડિસેમ્બર માસમાં સોવિયેટ સરકારના એક આગળ પડતા સભ્ય કિરેવનું ખૂન થયું. સરકારે પોતાના વિરોધીઓની સામે કડક હાથે કામ લીધું. અને ૧૯૩૭ની સાલમાં અનેક લેકે ઉપર કામ ચલાવવામાં આવ્યું. એ મુકદમાઓએ દુનિયાભરમાં ભારે ઊહાપોહ મચાવી