________________
७४४
જગતના ઇતિહાસનું રેખાદર્શન અલીગઢમાં એક સુંદર કલેજ સ્થાપી, જે ખીલીને પાછળથી યુનિવર્સિટીમાં પરિણમી. મુસલમાનના મોટા ભાગે સર સૈયદની સલાહ માની અને તેઓ મહાસભાથી અળગા રહ્યા. પરંતુ થોડા મુસલમાન હમેશાં મહાસભાની સાથે જ રહ્યા છે. હું કોઈ પણ કામના મેટા ભાગની કે નાના ભાગની વાત કરું છું ત્યારે મારા કહેવાને ભાવાર્થ હિંદુ કે મુસલમાનના અંગ્રેજી કેળવણી પામેલા ઉપલા થરના મધ્યમ વર્ગને મોટો ભાગ અથવા નાનો ભાગ હોય છે એ વાત લક્ષમાં રાખજે. હિંદુ કે મુસલમાનના આમસમુદાયને તે મહાસભા સાથે કશી લેવાદેવા નહોતી અને એ સમયે તેનું નામ સુધ્ધાં તેમાંના ગણ્યાગાંઠયા માણસેએ સાંભળ્યું હશે. એ સમયે નીચલા થરના મધ્યમ વર્ગ ઉપર - પણ તેની અસર પડી નહતી.
આમ મહાસભાને વિકાસ થતો ગયો પરંતુ રાષ્ટ્રીયતાના વિચારે તથા સ્વાતંત્ર્ય માટેની ઝંખના તે એથીયે વિશેષ ત્વરાથી વિકસતાં ગયાં. મહાસભાની અપીલનું ક્ષેત્ર સ્વાભાવિક રીતે જ મર્યાદિત હતું કેમકે તેમાં કેવળ અંગ્રેજી જાણનારા લોકોને જ સમાવેશ થતો હતો. એ વસ્તુઓ ભિન્ન ભિન્ન પ્રાંતિને એકબીજાની સમીપ લાવવામાં તથા બધાનું સર્વસાધારણ દષ્ટિબિંદુ ખીલવવામાં કંઈક અંશે મદદ કરી. પરંતુ આમજનતાના અંતર સુધી એણે પ્રવેશ ન કર્યો હોવાથી તેનામાં ઝાઝું સામર્થ નહોતુંમેં એક પત્રમાં એશિયા ખંડને હલમલાવી મૂકનાર એક ઘટના વિષે તને કહ્યું હતું. આ ઘટના તે ૧૯૦૪–પની સાલમાં વિરાટ રશિયા ઉપૂર જાપાને મેળવેલ વિજય. એશિયાના બીજા દેશની પેઠે હિંદ ઉપર એટલે કે હિંદના કેળવાયેલા મધ્યમ વર્ગ ઉપર પણ એની ભારે અસર થઈ અને તેમને આત્મવિશ્વાસ વધ્ય. યુરોપના એક સૌથી બળવાન દેશ ઉપર જાપાન વિજય મેળવી શકે તે પછી હિંદ પણ તેમ કાં ન કરી શકે? ઘણું લાંબા સમય સુધી હિંદના લેકે અંગ્રેજોને મુકાબલે પિતાને તુચ્છ અથવા ઊતરતા માનતા હતા. અંગ્રેજોના લાંબા કાળના આધિપત્ય તથા ૧૮૫૭ના વિપ્લવના ઘાતકીપણે કરવામાં આવેલા દમને તેમને રાંક બનાવી દિીધા હતા. હથિયારબંધીના કાયદાથી તેમને હથિયાર રાખતા અટકાવવામાં આવ્યા હતા. હિંદમાં જે કંઈ બનતું તે બતાવીને તેઓ પરાધીન તથા ઊતરતી પ્રજા છે એવું તેમને વારંવાર સ્મરણ કરાવવામાં આવતું. અરે, તેમને જે કેળવણી આપવામાં આવતી હતી તેણે પણ તેમને ઊતરતાપણાની અથવા હીનતાની લાગણીથી ભરી દીધા હતા. ખોટા અને વિકૃત ઇતિહાસે તેમને શીખવ્યું કે આ દેશને એવી વિષમ પરિસ્થિતિમાંથી ઉગારવાને અંગ્રેજો આવ્યા અને તેમણે તેમાં સુલેહશાંતિ તથા આબાદી પ્રવર્તાવ્યાં ત્યાં સુધી અહીં આગળ હમેશાં અરાજક અને અંધેર પ્રવર્તતું હતું તથા હિંદુ અને મુસલમાને એકબીજાનાં ગળાં રેંસતા હતા. ઈતિહાસ કે સત્ય હકીકતની લવલેશ પરવા કર્યા વિના યુરોપિયન એકે