________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન આવ્યો હતે. આ રીતે એણે ખુદ લેકશાહીના પાયા ઉપર ઘા કર્યો અને પોતે કાયદાના શાસનમાં તથા બંધારણીય પ્રવૃત્તિઓમાં માનનારા છે એવી અંગ્રેજ પ્રજાની પુરાણી બડાશ ઉપર પાણી ફેરવવામાં આવ્યું.
૧૯૧૨–૧૪ના અલ્ટરના ‘બળવા’એ આ બધા ઢગ અને મોટા મેટા તથા રૂપાળા શબ્દોને ઢાંકત પડદે ચીરી નાખ્યું અને આજની સરકાર તથા લોકશાહીને તેના સાચા સ્વરૂપમાં ઉઘાડી પાડી. શાસક વર્ગનાં વિશિષ્ટ અધિકાર તથા હિત સચવાવાં જોઈએ એ “કાયદો અને વ્યવસ્થા ને અર્થ થતો હોય ત્યાં સુધી કાયદો અને વ્યવસ્થા ઈચ્છવાગ હતાં તેમ જ લેકશાહી જ્યાં સુધી એ વિશિષ્ટ અધિકારે તથા હિતે ઉપર આક્રમણ ન કરે ત્યાં સુધી તે પણ ચલાવી લઈ શકાય એમ હતું. પણ જો આ વિશિષ્ટ અધિકારો ઉપર કશે પણ હુમલે કરવામાં આવે તે એ વર્ગ લડવાને કમર કસતે. આમ, “કાયદો અને વ્યવસ્થા” એ કેવળરૂપાળા શબ્દો જ હતા અને પિતાનાં હિતેની સાચવણી એટલે જ તેમને મન એને અર્થ હતું. આ વસ્તુઓ એ સ્પષ્ટ કરી બતાવ્યું કે બ્રિટિશ સરકાર એ વાસ્તવમાં એક વર્ગની સરકાર હતી અને પાર્લમેન્ટની તેમની સામેની બહુમતી પણ સહેલાઈથી તેને ખસેડી શકે એમ નહતું. જે પાર્લમેન્ટની આવી બહુમતી તેમના વિશિષ્ટ અધિકારે ઘટે એવા સમાજવાદી કાયદાઓ પસાર કરવાનો પ્રયત્ન કરે તે આ લેકશાહીના સિદ્ધાંતને ઠેકરે મારીને પણ તેઓ તેમની સામે બંડ કરે. આ હકીકત લક્ષમાં રાખવા જેવી છે કેમ કે એ હરેક દેશને લાગુ પડે છે અને પિકળ શબ્દો તથા ભારે ભારે શબ્દોની જાળને કારણે આ સાચી વસ્તુસ્થિતિ ભૂલી જવાને આપણે દેરવાઈએ છીએ. આ બાબતમાં, જ્યાં આગળ વારંવાર ક્રાંતિ થયા કરે છે એવાં દક્ષિણ અમેરિકાનાં પ્રજાસત્તાકો તથા સ્થિર રાજ્યતંત્રવાળા ઈગ્લેંડ વચ્ચે મહત્વને કશે ભેદ નથી. ત્યાંના શાસકવર્ગે ઊંડાં મૂળ નાખ્યાં છે અને તેને ખસેડી શકે એટલે બળવાન બીજો વર્ગ હજી સુધી ઊભો થયે નથી એટલા પૂરતી જ ઇંગ્લંડના રાજ્યતંત્રની સ્થિરતા છે. ૧૯૧૧ની સાલમાં ઉમરાવની સભાની તેમની કિલ્લેબંદી નબળી પડી. આથી તેઓ ભડકી ગયા અને અસ્ટર, બળવા માટેનું બહાનું બની ગયું.
કાયદો અને વ્યવસ્થા” એ મોહક શબ્દો અલબત હિંદમાં રોજબરોજ, અરે, દિવસમાં અનેક વાર આપણે સાંભળવામાં આવે છે. આથી એને ખરેખર શું અર્થ થાય છે તે આપણે સમજી લેવું જોઈએ. આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે, આપણા સલાહકારમાંને એક – હિંદી વજીર – તે અસ્ટરના બળવાને આગેવાન હતે.
આમ અલ્સરે હથિયારે તથા સ્વયંસેવકો દ્વારા બળવાની તૈયારી કરી. સરકાર હાથપગ જોડીને ઠંડે કલેજે તે નિહાળી રહી. આ બધી તૈયારીઓ