________________
લેાકશાહીની પ્રગતિ
258
માણસા દરેક વસ્તુને ધાર્મિક દૃષ્ટિએ નિહાળવાની પુરાણી રીત છેડીને નવી જ દિશામાં પ્રયાણ કરી રહ્યા હતા. ઐડમ સ્મિથ સંપત્તિશાસ્ત્રનેા જનક ગણાય છે અને ૧૯મી સદીના ઘણા અંગ્રેજ સંપત્તિશાસ્ત્રીઓને તેણે પ્રેરણા આપી હતી. સંપત્તિનું આ નવું શાસ્ત્ર અધ્યાપક અને મૂડીભર વિદ્યાવ્યાસંગીએમાં જ મર્યાદિત હતું. પરંતુ લોકશાસન અથવા લોકશાહીના નવા વિચારોના ફેલાવા થઈ રહ્યો હતા અને અમેરિકાની તથા ક્રાંસની ક્રાંતિએ તેમની જાહેરાત કરી તથા તેમને લોકપ્રિય કર્યાં. અમેરિકાની સ્વતંત્રતાની જાહેરાતની તથા ફ્રાંસની મનુષ્યોના હક્કોની જાહેરાતની કર્ણપ્રિય ભાષાએ લકાના અંતરમાં ઊંડી અસર કરી. કરેાડા શેષાતા અને પીડિત લેાકેાને એ જાહેરાતાએ રામતિ કર્યાં અને તેમને માટે તે મુક્તિના સ ંદેશારૂપ થઈ પડી. એ બંને જાહેરાત એ સ્વતંત્રતા, સમાનતા અને દરેક જણના સુખી થવાના જન્મસિદ્ધ હક્કની ઘોષણા કરી. પરંતુ આ કીમતી હક્કોની જોરદાર ધોષણાને પરિણામે લકાને એ હક્કા લાધ્યા નહિ. એ જાહેરાતા થયાને દોઢસા વરસ વીતી ગયા પછી આજે પણ માત્ર મૂડીભર લેકા જ એ હકાના ઉપભોગ કરે છે એમ કહી શકાય. પરંતુ આ સિદ્ધાંતાની કેવળ જાહેરાત પણ એક અસાધારણ અને પ્રાણદાયી ઘટના હતી.
ખીજા ધર્માંની પેઠે ખ્રિસ્તિ ધમ માં અને ખીજા દેશમાં હેાય છે તેમ યુરપમાં પણ જૂની માન્યતા એવી હતી કે પાપ અને દુઃખ માણસજાતને અનિવાર્ય પણે ચાંટેલાં જ છે. દુ:ખ અને દારિને ધર્મ આ દુનિયામાં કાયમી તથા મેાભ્ભાનું સ્થાન આપતા હોય એમ લાગતું હતું. ધર્મના બધા વાયદા તથા બદલા પરલોકને અગેના હતા. આ દુનિયામાં તે તે આપણને જે કઈ આવી પડે તે તટસ્થતાથી મૂગે માઢે સહી લેવાને અને કાઈ પણ મૂલગત ફેરફાર ન ચાહવાના બેધ આપે છે. દાન-પુણ્યને એટલે કે ગરીબેને ટુકડા આપવાને તે ઉત્તેજે છે પરંતુ દારિદ્રને મારી હટાવવાની કે જે વ્યવસ્થાનૢ કારણે દારિથ્ર ઉદ્ભવે છે તેને મિટાવી દેવાની કલ્પના ધર્મોમાં નથી. ખુદ્દ સ્વત ંત્રતા અને સમાનતાના ખ્યાલે પણ્ ચ અને સમાજની અધિકારવાદી દષ્ટિએ વિરોધી લેખાતા હતા.
ખેશક, લેાકશાહીનુ કહેવું એવું નથી કે વસ્તુતાએ બધા માસા સમાન છે. તે એમ કહી શકે એમ નહોતું કેમ કે જુદા જુદા માસા વચ્ચે અનેક પ્રકારની વિષમતા અથવા તો અસમાનતા મેાદ છે એ દીવા જેવું સ્પષ્ટ છે. તેમની વચ્ચે શારીરિક અસમાનતા છે અને તેને લીધે કેટલાક માણસા ખળવાન હોય છે અને કેટલાક કમજોર હોય છે; માનસિક અસમાનતાને કારણે કેટલાક માણસા ખીજા કરતાં વધારે શક્તિશાળી અને સમજુ હાય છે તથા નૈતિક અસમાનતાને કારણે કેટલાક સ્વાથી હોય છે અને કેટલાક સ્વાથા નથી હોતા. આમાંની ધણીખરી અસમાનતા