________________
- ૭૨૨ જગતના ઇતિહાસનું રેખાદર્શન મહેસૂલ કઢાવવાનો પ્રયાસ કર્યો. તેમણે નાના નાના મહેસૂલ ઉઘરાવનારાઓ ઊભા કર્યા અને તેમની પાસેથી લેવાનું મહેસૂલ તેમણે અનેકગણું વધારી મૂક્યું. જમીન મહેસૂલ થોડા જ વખતમાં બમણું થઈ ગયું અને તે નિર્દયતાપૂર્વક વસૂલ કરવામાં આવતું અને તે વખતસર ન ભરનારને કાઢી મૂકવામાં આવત. આ મહેસૂલ ઉઘરાવનારાઓ ખેડૂતે પ્રત્યે નિર્દતાથી વર્તતા, તેમને લૂંટતા, તેમની પાસેથી વધારેમાં વધારે મહેસૂલ કઢાવતા અને તેમને તેમની જમીન ઉપરથી કાઢી પણ મૂકતા. પ્લાસીના યુદ્ધ પછી ૧૨ વરસ અને દીવાની મળ્યા પછી ચાર વરસની અંદર ઈસ્ટ ઈન્ડિયા કંપનીની નીતિ તેમ જ વરસાદની અછતને કારણે બિહાર અને બંગાળમાં ભીષણ દુકાળ પડ્યો અને એને લીધે એ પ્રાંતની ત્રીજા ભાગની વસતી નાશ પામી. ૧૭૬૯-૭૦ના આ દુકાળ વિષે મેં મારા એક આગલા પત્રમાં ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે આમ છતાંયે ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ પૂરેપૂરું મહેસૂલ વસૂલ કર્યું. કંપનીના અમલદારોને તેમની અસાધારણ કાર્યદક્ષતા માટે ખાસ ઉલ્લેખ કરવો ઘટે છે. લાખોની સંખ્યામાં સ્ત્રી, પુરુષ અને બાળકે મરણ પામ્યાં છતાયે ઇંગ્લંડના તવંગર લોકોને મોટાં મેટાં ડિવિડન્ડે આપી શકાય એટલા ખાતર મુડદાંઓ પાસેથી પણ તેઓ પૈસા કઢાવી શક્યા.
વીસ કે એથીયે વધારે વરસ સુધી આમ જ ચાલ્યા કર્યું અને દુકાળ પડવા છતાંયે ઇસ્ટ ઇન્ડિયા કંપની ખેડૂતો પાસેથી બળજબરીથી મહેસૂલ વસૂલ કરતી રહી. પરિણામે બંગાળને રસાળ પ્રાંત ખેદાનમેદાન થઈ ગયા. મોટા મોટા મહેસૂલ ઉઘરાવનારાઓ સુધ્ધાં ભિખારી બની ગયા. આ ઉપરથી આપણે કલ્પી શકીએ કે ગરીબ બીચારા ખેડૂતોની શી દશા થઈ હશે. પરિસ્થિતિ એટલી બધી બગડી કે ઇસ્ટ ઇન્ડિયા કંપનીની પણ ઊંઘ ઊડી અને એનું નિવારણ કરવાને તેણે પ્રયાસ કર્યો. તે સમયને બ્રિટિશ ગવર્નર જનરલ લોર્ડ કોર્નવોલિસ પિતે ઇંગ્લંડને માટે જમીનદાર હતા. તે હિંદમાં બ્રિટિશ પદ્ધતિ મુજબ જમીનદારો ઊભા કરવા માગતો હતો. કેટલાક સમયથી મહેસૂલ ઉઘરાવનારાઓ પણ પોતે જમીનદાર હેય એમ વર્તવા લાગ્યા હતા. તેમની સાથે સમજૂતી કરીને કર્નલિસે તેમને જમીનદાર તરીકે માન્ય રાખ્યા. પરિણામ એ આવ્યું કે હિંદમાં પહેલી જ વાર રાજ્ય અથવા સરકાર અને ખેડૂતે વચ્ચે આડતિયે ઊભું અને ખેડૂતો બિચારા કેવળ સાથિયા બની ગયા. અંગ્રેજે તે આ જમીનદારે જેડે જ વ્યવહાર રાખતા હતા. અને પિતાના સાથિયાઓ જોડે ચાહે તેમ વર્તવાની તેમને છૂટ હતી. જમીનદારના જુલમ અને લેલુપતામાંથી ઊગરવાને આ રંક ખેડૂત પાસે કોઈ પણ આ નહે. - બંગાળ તથા બિહારના જમીનદાર સાથે ર્નિલિસે ૧૭૯૩ની સાલમાં જે જમાબંધી નક્કી કરી તે “કાયમી જમાબંધી” કહેવાય છે. “જમાબંધી”