________________
હિંદનાં ગામે, ખેડૂતો અને જમીનદારે ૨૧૫ પ્રાચીન સમયમાં અહીં એવા જમીનદારે કે આડતિયાઓ નહોતા. ખેડૂતે પોતે જ પોતાની નીપજનો અમુક ભાગ રાજ્યને આપતા હતા. કેટલીક વાર ગ્રામપંચાયત ગામના બધા ખેડૂતોની વતી એ કામ કરતી. અકબરના સમયમાં તેના નામીચા નાણામંત્રી રાજા ટોડરમલે બહુ કાળજીપૂર્વક જમીનની મંજણી કરાવી હતી. રાજ્ય અથવા સરકાર ખેડૂત પાસેથી તેની નીપજને ત્રીજો ભાગ લેતી અને તેની ઈચ્છામાં આવે તો એને બદલે ખેડૂત રોકડ નાણું પણ ભરી શકતે. એકંદરે જોતાં કરવેરા ભારે નહોતા અને તેમાં બહુ હળવેથી વધારે થતો. પરંતુ પછીથી મેગલ સામ્રાજ્ય પડી ભાંગ્યું. મધ્યસ્થ સરકાર નબળી પડી અને તે પિતાનું મહેસૂલ અથવા કરે સારી રીતે વસૂલ કરી શકી નહિ. એટલે પછી વસૂલાતની નવી રીત અસ્તિત્વમાં આવી. મહેસૂલ વસૂલ કરવા માટે પગારદાર અમલદારે નહિ પણ વસૂલાતને દશમે ભાગ પોતાને માટે રાખી શકે એવા એજટે અથવા આડતિયાઓ નીમવામાં આવ્યા. એમને મહેસૂલ ઉઘરાવનાર અથવા કદી કદી જમીનદાર અથવા તાલુકદાર કહેવામાં આવતા. પરંતુ એ લક્ષમાં રાખજે કે એ શબ્દોનો આજે જેવો અર્થ થાય છે તે તે વખતે થતું નહોતું. . મધ્યસ્થ સરકાર જેમ જેમ નબળી પડતી ગઈ તેમ તેમ એ પદ્ધતિ વધારે ને વધારે બગડતી ગઈ એ વસ્તુ એટલી હદ સુધી પહોંચી કે અમુક પ્રદેશમાંથી મહેસૂલ ઉઘરાવવા માટે હરાજી બોલાવવામાં આવતી અને સૌથી ઊંચી માગણી કરનારને એ કામ સોંપવામાં આવતું. આનો અર્થ એ થયે કે જેને એ કામગીરી મળે તેને ગરીબ બીચારા ખેડૂત પાસેથી તે ચાહે એટલું પડાવવાની છૂટ હતી અને એ છૂટને તે પૂરેપૂરો લાભ ઉઠાવ. ધીમે ધીમે આ મહેસૂલ ઉઘરાવનારાઓ વંશપરંપરાગત થઈ ગયા અને સરકાર એટલી બધી દુર્બળ બની ગઈ હતી કે તે તેમને દૂર કરી શકે એમ નહોતું.
વાસ્તવમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીને બંગાળમાં પહેલવહેલે કહેવાતે કાયદેસરને અધિકાર મળ્યો તે મોગલ સમ્રાટ વતી ત્યાંથી જમીન મહેસૂલ ઉઘરાવવાનો હતો. ૧૭૬૫ની સાલમાં કંપનીને “દીવાની” સત્તા સોંપવામાં આવી તેને અર્થ એ જ હતું. આમ કંપની એક રીતે દિલ્હીના મેગલ બાદશાહની દીવાન બની.. પરંતુ એ તે કેવળ કાલ્પનિક વસ્તુ હતી. ૧૭૫૭ના પ્લાસીના યુદ્ધ પછી અંગ્રેજો બંગાળમાં સત્તાધારી થઈ પડ્યા અને ગરીબ બીચારા મેગલ સમ્રાટની ક્યાંયે કશી સત્તા રહી નહિ.
ઈસ્ટ ઈન્ડિયા કંપની અને તેના અમલદારે અતિશય લેભી હતા. હું તને આગળ ઉપર કહી ગયો તેમ તેમણે બંગાળની તિજોરી તળિયાઝાટક કરી નાખી અને જ્યાં જ્યાં પૈસે તેમની નજરે પડ્યો ત્યાં ત્યાં તેમણે નિર્દયતાથી પિતાને હાથ માર્યો. બંગાળ અને બિહારને નિચોવીને તેમણે વધારેમાં વધારે