________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન અને તુર્ક લેકે, મધ્યયુગના અંત પછી યુરોપમાં જે નવી પરિસ્થિતિ ઊભી થતી ગઈ તેને બિલકુલ અનુકૂળ ન થયા છતાં પણ તેઓ આટલે સમય ટકી રહ્યા. યુરોપમાં વેપારરોજગાર વધતું જતું હતું તથા તેનાં ઔદ્યોગિક શહેરોમાં મોટા પાયા ઉપર ઉત્પાદન કરવાની વ્યવસ્થા થવા લાગી હતી. તુર્ક પ્રજાજનને આ બધી વસ્તુઓ વિષે સહેજ પણ આકર્ષણ નહોતું. તે સરસ સૈનિક હતું, શરવીર લડવૈયો અને શિસ્તનું પાલન કરનાર હતા, આરામના ગાળાઓમાં મોકલે છવ હતું પરંતુ છછેડવામાં આવે ત્યારે તે ઘાતકી અને ઝનૂની હતે. તે શહેરમાં વચ્ચે તથા તેણે તેમને સુંદર સુંદર ઇમારતથી સુશોભિત કર્યા એ ખરું પરંતુ હજીયે તેનામાં તેના પુરાણા ગોપજીવનને કંઈક અંશ કાયમ રહ્યો હતો અને તે અનુસાર તે પિતાનું જીવન ઘડતે હો. તુર્કના પિતાના મૂળ વતનમાં તેની આ જીવનપ્રણાલી સૌથી વધારે અનુકૂળ હતી એમ કહી શકાય. પરંતુ એશિયા માઈનર તથા યુરોપની નવી પરિસ્થિતિમાં એ બંધ બેસી શકે એમ નહોતું. આથી એ બે ભિન્ન પદ્ધતિઓ વચ્ચે નિરંતર ઘર્ષણ ચાલ્યાં જ કર્યું.
ઉસ્માની સામ્રાજ્ય, યુરોપ, આફ્રિકા તથા એશિયા એ ત્રણે ખંડને જોડતું હતું. પૂર્વ અને પશ્ચિમ વચ્ચેના બધા વેપારી માર્ગો એમાં થઈને પસાર થતા હતા. જે તુર્ક લેકેનું એવું વલણ હેત તથા તેમની પાસે એને માટે જોઈતી આવડત અને દક્ષતા હેત તે આ અનુકૂળ પરિસ્થિતિને ફાયદો ઉઠાવીને તેઓ એક મહાન વેપારી પ્રજા બન્યા હતા. પરંતુ તેમનું વલણ એવું નહોતું તેમ જ તેમની પાસે એવી દક્ષતા પણ નહોતી. અને વિના કારણે વેપારના માર્ગમાં તેઓ આડા પડ્યા. એ વેપારથી બીજાઓને લાભ થાય એ કદાચ તેમનાથી ખમાતું ન હોય એટલા ખાતર તેમણે એ વલણ અખત્યાર કર્યું હશે. આ વેપારના જૂના માર્ગો બંધ કરી દેવામાં આવ્યા તેને લીધે જ યુરેપની દરિયે ખેડનાર અને વેપારી પ્રજાઓને પૂર્વના દેશ તરફને બીજો માર્ગ ખાળવાની ફરજ પડી. એને પરિણામે કલંબસે પશ્ચિમના અને ડાએઝ તથા વાસ્ક ડી ગામાએ પૂર્વના નવા માર્ગોની શોધ કરી. પરંતુ તુક લોકે આ બધી બાબતે વિષે બેપરવા રહ્યા અને કેવળ શિસ્ત તથા લશ્કરી દક્ષતાથી સામ્રાજ્ય ઉપર પિતાને કાબૂ તેમણે ટકાવી રાખે. એથી કરીને ઉસ્માની સામ્રાજ્યના યુરોપમાં આવેલા પ્રદેશમાં વેપારી તેમ જ સંપત્તિ–ઉત્પાદક પ્રવૃત્તિઓ ધીમે ધીમે લુપ્ત થતી ગઈ. કંઈક અંશે, જાતિ જાતિ વચ્ચેના તેમ જ ધામિક ઝઘડાઓને કારણે પણ ત્યાં આગળ એ સ્થિતિ પેદા થવા પામી હતી. તુર્ક લેકે તથા બાલ્કનની ખ્રિસ્તી પ્રજાઓને ક્રના સમયના તથા તે પૂર્વના કાળના પણ ધાર્મિક ઝઘડાઓ વારસામાં મળ્યા હતા. નવા રાષ્ટ્રવાદની ભાવનાના વિકાસે આ બળતામાં ઘી હેપ્યું. અને ત્યાં આગળ નિરંતર કલેશનું વાતાવરણ રહ્યા કર્યું. ઉસ્માની