________________
,
૧૪૨. તુક “યુરોપન બીમાર પુરુષ બને છે
૧૪ માર્ચ, ૧૯૩૩ મિસરથી એક નાનું પગલું ભરીએ એટલે ભૂમધ્યસમુદ્રની પેલી પાર તુર્કી આવે છે. ૧૯મી સદીમાં ઉસ્માની તુર્કોનું યુરેપમાંનું સામ્રાજ્ય તૂટવા માંડયું હતું. જોકે ૧૮મી સદીથી જ એની ધીમી પડતીને આરંભ શરૂ થયું હતું. તુર્કીએ ઘાલેલા વિયેના શહેરના ઘેરા વિષે તથા તેમની તરવાર સામે થોડા વખત માટે તે યુરોપ કેવું દૂજી ઊઠયું હતું તે વિષે મેં તને કહ્યું હતું તે કદાચ તને યાદ હશે. પશ્ચિમ યુરેપના શ્રદ્ધાળુ ખ્રિસ્તીઓ તુકને ખ્રિસ્તી જગતના પાપની શિક્ષા માટે મેકલેલા “ઈશ્વરના શાપ” તરીકે લેખતા હતા. પરંતુ વિયેનાના દ્વાર આગળથી તેમને હાંકી કાઢવામાં આવ્યા તેથી પરિસ્થિતિ ફેરવાઈ ગઈ. એ પછી તેમનાં વળતાં પાણી થયાં અને હવે યુરોપમાં તેમણે રક્ષણાત્મક નીતિ અખત્યાર કરી. દક્ષિણ-પૂર્વ યુરોપમાં તેમણે હરાવેલી અનેક પ્રજાએ તેમના પડખામાં અનેક શૂળરૂપ હતી. તેમને પોતાનામાં મેળવી લેવાને એકે પ્રયત્ન કરવામાં ન આવ્યો. પરંતુ એ પ્રયત્ન કરવામાં આવ્યું હોત તોયે એ સફળ થવાને ઝાઝો સંભવ નહે. વળી ત્યાં આગળ તુર્કોના કડક અમલ સાથે રાષ્ટ્રીયતાની ભાવનાની અથડામણ શરૂ થઈ ચૂકી હતી. ઉત્તર-પૂર્વમાં ઝારશાહી રશિયાને વિસ્તાર દિનપ્રતિદિન વધતે જ જ હતો. અને તુર્કીના તાબા નીચેના પ્રદેશ ઉપર તેનું દબાણ હમેશાં સખત રીતે ચાલુ રહ્યા કરતું હતું. રશિયા તુર્કોનું પરંપરાગત અને કાયમી દુશ્મન બની ગયું. તૂટક તૂટક કરીને લગભગ ૨૦૦ વરસ સુધી તેમણે લડ્યા કર્યું. અને એને પરિણામે આખરે રશિયાના ઝાર તથા તુકના સુલતાનનો અંત આવ્યો તથા તેમની સાથે તેમના સામ્રાજ્યને પણ અંત આવ્યો.
બીજાં સામ્રાજ્યના પ્રમાણમાં ઉસ્માની સામ્રાજ્ય ઠીકઠીક લાંબું ટક્યું. એશિયા માઈનરમાં લાંબા કાળ સુધી હસ્તી ભેગવ્યા પછી ૧૩૬૧ની સાલમાં યુરેપમાં પણ તેની સ્થાપના થઈ. ૧૪૫૩ની સાલ સુધી કન્સ્ટાન્ટિનોપલ તેમને હાથ આવ્યું નહોતું એ વાત ખરી, પરંતુ એ સાલ પહેલાં તેની આસપાસને બધે મુલક તુર્કોના હાથમાં આવ્યું હતું. પશ્ચિમ એશિયામાં તૈમુર ફાટી નીકળ્યો અને ૧૪૦૨ની સાલમાં તેણે તુક સુલતાનને અંગારા આગળ સખત હાર આપી એને લીધે થોડા વખત માટે એ મહાન શહેર બચી ગયું. પરંતુ તુકે એ ફટકામાંથી થોડા જ વખતમાં ફરી પાછા બેઠા થયા. ૧૩૬૧ની સાલથી માંડીને આપણું જમાનામાં ઉસ્માની સામ્રાજ્યને અંત આવ્યો ત્યાં સુધીમાં સાડાપાંચ સદીઓ વીતી ગઈ અને એ ઠીકઠીક લાંબે ગાળે કહેવાય.