________________
૯૪
જગતના ઇતિહાસનું રેખાદર્શન ખાલસા કરવાને બદલે મિસરને બ્રિટનનું રક્ષિત રાજ્ય જાહેર કરવામાં આવ્યું.
આટલું મિસર વિષે બાકીને આફ્રિકા ખંડ પણ ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં યુરોપના સામ્રાજ્યવાદને શિકાર બન્યું. ત્યાં આગળ ભારે ધસારો થવા પામે અને એ વિશાળ ખંડને યુરોપનાં રાજ્યએ માંહોમાંહે વહેંચી લીધે. ગીધની માફક તેઓ તેના ઉપર તૂટી પડથાં અને કેટલીક વાર માંહમાંહે પણ લડી મર્યા. આમ કરવામાં ભાગ્યે જ કોઈને કશોયે સામનો કરવો પડ્યો પરંતુ ૧૮૯૬ની સાલમાં ઈટાલીને એબિસીનિયામાં હરાવવામાં આવ્યું. આફ્રિકા મટે ભાગે અંગ્રેજ કે એના તાબામાં હતું. તેને કેટલેક ભાગ બેરિયમ, ઇટાલી તથા પિટુંગાલના તાબામાં પણ હતું. મહાયુદ્ધમાં જર્મનીની હાર થઈ ત્યાં સુધી આફ્રિકામાં તેનો હિસ્સો પણ હતા. પૂર્વમાં એબિસાનિયા તથા પશ્ચિમ કાંઠે નાનું સરખું લાઈબેરિયા એ બે જ દેશે સ્વતંત્ર રહ્યા. મકકો ફ્રાંસ તથા સ્પેનની લાગવગ નીચે હતું.
આ વિશાળ પ્રદેશને કબજે લેવામાં આવ્યો તેની અતિશય લાંબી અને ભીષણ કહાણી છે. બેશક, હજીયે એ કહાણ પૂરી નથી થઈ એ ખંડનું શેષણ કરવાને અને ખાસ કરીને રબર ઉત્પન્ન કરવાને માટે જે પદ્ધતિઓ અખત્યાર કરવામાં આવી હતી તે તે વળી એથીયે બૂરી હતી. બેલ્જિયન કૅગમાં ગુજારવામાં આવેલા સિતમની કહાણુઓથી કેટલાંક વરસ પૂર્વે કહેવાતી સુધરેલી દુનિયામાં ત્રાસની અરેરાટી ફેલાઈ હતી. ખરેખર, કાળી પ્રજાએ ભયંકર બેજે વહન કરતી રહી છે.
આફ્રિકા ખંડ, અંધારા ખંડ તરીકે ઓળખાતું હતું અને ૧૯મી સદીના ઉત્તરાર્ધ સુધી તેને અંદરને ભાગ લગભગ અજ્ઞાત હતું. આ ગૂઢતાભર્યા પ્રદેશને વ્યવસ્થિત રીતે નકશા ઉપર રજૂ કરવામાં આવ્યા તે પહેલાં એ ખંડની આરપાર સાહસભર્યા અને રોમાંચક કેટલાયે પ્રવાસ ખેડવા પડ્યા હતા. એને સૌથી મોટો શોધખોળ કરનાર સ્કોટલેંડને મિશનરી ડેવિડ લિવિંગ્ટન હતે. વરસ સુધી આફ્રિકા ખંડે એને પોતાના ઉદરમાં રાખી મૂક્યો અને બહારની દુનિયાને એના કશાયે ખબર મળ્યા નહિ. એની સાથે હેત્રી એલીનું નામ સંકળાયેલું છે. તે પત્રકાર અને શોધક હતે. તે લિવિંગ્ટનની ખોળ કરવા નીકળ્યું હતું અને આખરે તેણે તેને આફ્રિકા ખંડના છેક ઊંડાણના ભાગમાંથી શેધી કાઢયો હતો.