________________
ર
જગતના ઇતિહાસનું રેખાદેશન
અધા જ વિચારાની પાછળ પણ ખરેખર પ્રગતિના એ જ ખ્યાલ રહેલા હતા. કોંતના આ ધર્મ માત્ર મૂડીભર બુદ્ધિજીવી લેકાની જ શ્રદ્ધાનો વિષય રહ્યો પરંતુ યુરોપના વિચારો ઉપર એકદરે એની ભારે અસર પડી. મનુષ્યસમાજ તથા તેની સંસ્કૃતિને વિષે વિચાર કરનારા સમાજશાસ્ત્રના અભ્યાસનો એણે આર્ભ કર્યાં એમ કહી શકાય.
કાંતને સમકાલીન પણ તેના પછી ઘણાં વરસો સુધી જીવનાર અ ંગ્રેજ ફ્રિલસૂફ અને સંપત્તિશાસ્ત્રી જૈન સ્યૂઅર્ટો મિલ હતા (૧૮૦૬-૧૮૭૩ ). મિલ ઉપર કૅાંતના ઉપદેશની તથા તેના સમાજવાદી વિચારાની અસર થઈ હતી. ઍડમ સ્મિથના શિક્ષણમાંથી ઉદ્ભવેલી સ'પત્તિશાસ્ત્રની બ્રિટિશ વિચારપ્રણાલીને નવી દિશા આપવાને તેણે પ્રયાસ કર્યાં તથા સંપત્તિશાસ્ત્રમાં તેણે સમાજવાદી સિદ્ધાંતો દાખલ કર્યાં. પરંતુ એક આગેવાન ‘ ઉપયાગતાવાદી ' તરીકે એ વધારે જાણીતા છે. ઉપયોગિતાવાદ ’ ની વિચારપ્રણાલી ઇંગ્લેંડમાં એના પહેલાં થોડા વખત ઉપર શરૂ થઈ હતી. એ વિચારપ્રણાલીને મિલે બહુ આગળ આણી. એનું નામ સૂચવે છે તે મુજબ ઉપયોગિતા એ એને મુખ્ય સિદ્ધાંત હતા. વધારેમાં વધારે જનસંખ્યાનુ વધારેમાં વધારે સુખ એ ઉપયોાગિતાવાદીઓના મૂળભૂત સિદ્ધાંત હતો. કાઈ વસ્તુ સારી છે કે ખરાબ એની એ જ એક માત્ર સાટી હતી. કાર્યાં જેટલા પ્રમાણમાં સુખમાં વધારેા કરે તેટલા પ્રમાણમાં તે સારાં અને જેટલા પ્રમાણમાં તે એથી ઊલટી પરિસ્થિતિ પેદા કરે તેટલા પ્રમાણમાં તે ખરાબ છે એમ કહેવામાં આવતુ. વધારેમાં વધારે જનસંખ્યાનુ વધારેમાં વધારે સુખ સાધવું એ દૃષ્ટિ લક્ષમાં રાખીને સમાજ તથા સરકારનું સગાન કરવાનુ હતું. દરેકને માટે સમાન હક્કોના સિદ્ધાંતની લોકશાહીની આગળની દૃષ્ટિ અને આ દૃષ્ટિ એકસરખી નહોતી. વધારેમાં વધારે જનસંખ્યાનુ વધારેમાં વધારે સુખ સાધવા માટે અલ્પસખ્યાના સુખના ભાગ આપવે પડે એ બનવાજોગ છે, હું તે માત્ર એ એ દૃષ્ટિએ વચ્ચેના ભેદ જ તને બતાવું છું. અહીંયાં એની ઊંડી ચર્ચામાં ઊતરવાની જરૂર નથી. આ રીતે, લોકશાહી એટલે વધુમતીના હક્કો એવા અ થવા લાગ્યો.
જૉન સ્યૂઅર્ટ મિલ લોકશાહીના વ્યક્તિસ્વાતંત્ર્યના સિદ્ધાંતને ભારે હિમાયતી હતા. તેણે સ્વતંત્રતા ઉપર એક નાનું પુસ્તક · ન લિબટી` ' લખ્યું હતું. એ પુસ્તક ખૂબ પ્રસિદ્ધિમાં આવ્યું. વાણીસ્વાતંત્ર્ય તથા વિચારસ્વાતંત્ર્યની હિમાયત કરતા એક ઉતારે એ પુસ્તકમાંથી હું અહીં આપીશ.
t
કોઈ પણ અભિપ્રાયને દર્શાવાતા રોકવામાં અનિષ્ટ એ રહેલું છે કે એથી કરીને સમગ્ર માણસન્નતને એનાથી 'ચિત રાખવામાં આવે છે ~~~ માત્ર તેની મેનૂદ પેઢીને જ નહિ પણ ભાવિ પેઢીએને પણ એનાથી વાંચિત રાખવામાં આવે છે. વળી એ જ અભિપ્રાયના હેય તેના કરતાંયે વિશેષે કરીને તેનાથી જાદા ઘડનારાઓને