________________
૧૭૦. અફઘાનિસ્તાન અને એશિયાના અન્ય દેશ
૮ જૂન, ૧૯૩૩ ઇરાકની પૂર્વે ઈરાન અને ઈરાનની પૂર્વે અફઘાનિસ્તાન આવેલું છે. ઈરાન અને અફઘાનિસ્તાન એ બંને હિંદુસ્તાનના પાડોશી દેશે છે; કેમ કે ઈરાનની સરહદ સેંકડો માઈલ સુધી હિંદને (બલુચિસ્તાનમાં) અડેલી છે અને અફઘાનિસ્તાન તથા હિંદુસ્તાન બલુચિસ્તાનની છેક પશ્ચિમની અણીથી માંડીને જ્યાં આગળ હિંદુસ્તાન પિતાનું હિમાચ્છાદિત મસ્તક મધ્ય એશિયાના ઉરપ્રદેશ ઉપર ટેકવીને સેવિયેટ મુલક તરફ નજર કરી રહ્યું છે તે ઉત્તરના હિંદુકુશ પહાડે સુધી એટલે કે લગભગ એક હજાર માઈલ સુધી એકબીજાની અડોઅડ પડેલા છે. આ ત્રણે દેશે એકબીજાના પાડોશીઓ છે એટલું જ નહિ પણ તેમની વચ્ચે જાતિ અંગેનું સામ્ય પણ છે, કેમકે એ બધામાં પ્રાચીન આર્ય જાતિનું પ્રાધાન્ય છે. ભૂતકાળમાં તેમની વચ્ચે સાંસ્કૃતિક સમાનતા પણ ઘણી હતી. છેક હમણાં સુધી ઉત્તર હિંદમાં ફારસી એ વિદ્વાનની ભાષા હતી અને આજે પણ તે ખાસ કરીને મુસલમાનમાં પ્રચલિત છે. અફઘાનિસ્તાનમાં રાજ્ય દરબારની ભાષા હજી પણ ફારસી છે. અફઘાનની વ્યવહારની ભાષા પુસ્તુ છે.
ઈરાન વિષે આગળના પત્રમાં હું તને કહી ગયે તેમાં ઉમેરો કરવાની મારી ઈચ્છા નથી. પરંતુ અફઘાનિસ્તાનમાં તાજેતરમાં બનેલા બનાવો વિષે મારે ટૂંકમાં ઉલ્લેખ કરવો ઘટે. અફઘાનેનો ઈતિહાસ એ ઘણે અંશે હિંદુસ્તાનના ઇતિહાસને એક ભાગ જ છે. સાચે જ, ઘણા લાંબા સમય સુધી અફઘાનિસ્તાન એ હિંદુસ્તાનને એક ભાગ જ હતું. હિંદથી તે જુદું પડયું ત્યારથી અને ખાસ કરીને છેલ્લાં સે કે એથી કંઈક વધારે વરસોથી અફઘાનિસ્તાન રશિયા તથા , ઈંગ્લેંડનાં બે વિશાળ સામ્રાજ્યની વચ્ચે આવેલું એક મધ્યવર્તી રાજ્ય બની ગયું છે. રશિયન સામ્રાજ્યનો અંત આવ્યો છે અને તેનું સ્થાન સેવિયેટના સંયુક્ત રાજ્ય લીધું છે પરંતુ અફઘાનિસ્તાન હજીયે મધ્યવર્તી રાજ્ય તરીકેનો પિતાને પહેલાનો ભાગ ભજવે છે. ત્યાં આગળ અંગ્રેજો તેમ જ રશિયને કાવાદાવા તથા પ્રપંચે ખેલી રહ્યા છે અને ત્યાં પોતપોતાનું પ્રભુત્વ જમાવવા મથી રહ્યા છે. લક્ષ્મી સદી દરમ્યાન આ કાવાદાવાઓને પરિણામે ઇંગ્લેંડ અને અફઘાનિસ્તાન વચ્ચે વિગ્રહ થવા પામ્યા. એમાં અંગ્રેજોને ભારે ખુવારી વેઠવી પડી પરંતુ આખરે ઈંગ્લડે ત્યાં પિતાની સરસાઈ જમાવી. ઉત્તર હિંદમાં ઠેકઠેકાણે હજી પણ અટકાયતમાં રાખવામાં આવેલા અફઘાન રાજકુળના અનેક માણુ અફઘાનિસ્તાનમાં ઇંગ્લડે કરેલી દખલગીરીનું આપણને સ્મરણ કરાવે છે. ઈંગ્લેંડ તરફ મિત્રતાભર્યું વલણ રાખનારા અમીર રાજ્યગાદી ઉપર આવ્યા અને અફઘાનિસ્તાનની પરદેશનીતિ ચેકકસપણે બ્રિટનના અંકુશ નીચે આવી.